News of Friday, 6th December 2024
મનપાની વેરા શાખાની બાકીદારો સામે લાલ આંખ : રૈયા રોડ-જયુબેલી બાગ સહીતના વિસ્તારમાં ૧૮ મિલ્કત સીલઃ ૧૬ ને નોટીસ
કડક કાર્યવાહી કરતા ધડાધડ ચેક જમાઃ બપોર સુધીમાં ૪પ.પ૩ લાખની આવક

રાજકોટ, તા., ૬: મહાનગર પાલીકાના મુખ્ય આવકનાસ્ત્રોત એવી વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત ત્રણેય ઝોનમાં કાર્યવાહી કરતા ૧૮ -મિલ્કતોને સીલ કરેલ તથા ૧૬- મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપવામાં આવી છે. તેમજ રૂા. ૪૫.૫૩ લાખની આવક થવા પામી છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ વોર્ડ નં-૧ માં રૈયા રોડ વિધુત નગર પાસે આવેલ રામેશ્વર પાર્ક શેરી-૧ માં ૩-યુનીટ, ૧૫૦ ફીટ રીંગ રોડ શાષાી નગર મેઈન રોડ માં કાર્યવાહી કરતા ચેક આવ્યા હતા. તેમજ કસ્તુરબા રોડ કોર્નર પર જયુબેલી બાગ પાસે એમ્બેસીમાં શોપ નં-૨૦૩, કસ્તુરબા રોડ પર બીલખા પ્લાઝામાં ફસ્ટ ફ્લોર પર ૧-યુનીટને સીલ મારેલ. રૈયા રોડ પી.પી કેન્સર હોસ્પિટલ ઉપાસના કોમ્પ્લેક્ષ ફસ્ટ ફ્લોર શોપ નં-૧૧ ને સીલ મારેલ. રૈયા રોડ અન્ડર બ્રીજ પાસે ધ સીટી સેન્ટર ફોર્થ ફ્લોર શોપ નં-૪૦૯ ને સીલ, આમ્રપાલી સિનેમાની બાજુમાં આવેલ ધ્રુવનગર મેઈન રોડ લક્ષ્મી ઙ્કોવિઝન સ્ટોર-૨ ને સીલ મારેલ. બારૈયા મેઈન રોડ પર પંચરત્ન અપાર્ટમેન્ટમાં શોપ નં-૩/એ ને સીલ મારેલ. રૈયા રોડ સત્યમ કોમ્પલેક્ષ ફર્સ્ટ ફ્લોર પર ૧-યુનીટને સીલ મારેલ. રૈયા રોડ સદગુરુ તીર્થધામ એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-૬ સહિત ૧૮ મિલ્કત સીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત મવડી પ્લોટ અલકા સોસાયટી કોમ્યુનીટીહોલ સામે એમ.પી.પાર્ક માં ૧-યુનીટ ને સીલ મારેલ., કોઠારીયા વિસ્તાર મારુતી ઇન્ડસ્ટ્રીઝ એરિયા માં ૨-યુનીટની નોટીસ સામે સીલ ની કાર્યવાહી કરતા ભ્ઝઘ્ ચેક આપેલ., બાપુનગર મેઈન રોડ પર અલંગ હાઉસ ડીપસી નમકીન ને નોટીસ સામે રિકવરી રૂ.૨.૬૮ લાખ., કોઠારીયા રોડ કનૈયા સેન્ટીંગ નજીક સંત ભોજલરામ સોસાયટી માં ૧-યુનીટની નોટીસ સામે સીલ ની કાર્યવાહી કરતા પીડીસી ચેક આપેલ. વોર્ડ નં-૧૬ : રાજકોટ- ૨ પટેલનગર જય બજરંગકળપા ને સીલ મારેલ. આ કામગીરી નાયબ કમિશનર સી.કે.નંદાણી તથા આસી.કમિશનર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી,ઇસ્ટ ઝોન મેનેજરશ્રી નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે
(3:45 PM IST)










