<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

દવા લઇને નીકળ્‍યા એ સાથે જ ૪૨ વર્ષના કારખાનેદાર દિપેનભાઇ જોટાણીયા ઢળી પડયાઃ હાર્ટએટેકથી મોત

લક્ષ્મીનગરમાં રહેતાં યુવાનને પેટમાં દુઃખતું હોઇ માયાણીનગરમાં દવાખાને ગયા હતાં: ત્‍યાંથી બહાર નીકળતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા પણ જીવ ન બચ્‍યોઃ બે માસુમ દિકરીઓએ પિતાની છત્રછાંયા ગુમાવી દેતાં પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૭: શહેરમાં હૃદયરોગના હુમલાથી મૃત્‍યુની ઘટનાઓ આજે પણ યથાવત રહી છે. ગઇકાલે ૨૮ વર્ષના યુવાન, ૪૭ વર્ષના આધેડ અને ૫૧ વર્ષના પ્રોૈઢ તેમજ એક વૃધ્‍ધ સહિત ચાર લોકોના હૃદય ધબકારા ચુકી જવાથી મૃત્‍યુ થયા બાદ આજે વધુ એક ૪૨ વર્ષના કારખાનેદારનું પણ હાર્ટએટેકથી મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ લક્ષ્મીનગર-૩માં રહેતાં દિપેનભાઇ વૃજલાલ જોટાણીયા (ઉ.વ.૪૨)ને રાતે સાડા આઠેક વાગ્‍યે પેટમાં દુઃખતું હોઇ તેની દવા લેવા માયાણીનગર ચોકમાં સરદાર રેસ્‍ટોરન્‍ટ પાસે આવેલા દવાખાને દવા લેવા ગયા હતાં. તેઓ દવા લઇને બહાર નીચળી પાંચ છ ડગલા ચાલ્‍યા ત્‍યાં જ એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ માલવીયાનગર પોલીસને કરી હતી.

મૃત્‍યુ પામનાર દિપેનભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રી છે. પોતે સબ મર્શીબલના બેરીંગનું કારખાનુ ચલાવતાં હતાં અને સાથે બેંક કલેક્‍શનનું કામ પણ કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. બનાવથી સ્‍વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

(12:38 PM IST)