<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

પ્રથમ પત્‍નિએ છુટાછેડા લીધા પછી બીજી ઘરમાં બેસાડી, એ પણ જતી રહેતાં ઘુઘો ઝેર પી ગયો

નાના લીલીયા ગામના યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૭: અમરેલીના નાના લીલીયા ગામે રહેતાં યુવાનની પ્રથમ પત્‍નિ છુટાછેડા લઇને જતી રહ્યા બાદ તેણે બે મહિના પહેલા અન્‍ય એક યુવતિને ઘરમાં બેસાડી હતી. ગઇકાલે આ યુવતિ પણ જતી રહેતાં તેને માઠુ લાગી જતાં તેણે ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

નાના લીલીયા ગામે રહેતો ઘુઘા લાલજીભાઇ સુરેલા (ઉ.વ.૨૫) નામના યુવાને ગઇકાલે બપોરે ઝેરી દવા પી લેતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ  લીલીયા પોલીસને જાણ કરી હતી. ઘુઘો ત્રણ ભાઇ અને ચાર બહેનમાં નાનો છે અને હીરા ઘરે છે. તેના સગાએ કહ્યું હતું કે ઘુઘાના પ્રથમ લગ્ન થયા બાદ છુટાછેડા થઇ ગયા હતાં. આગલા લગ્નથી તેને બે સંતાન છે. દરમિયાન બે મહિના પહેલા અન્‍ય એક યુવતિ સાથે તેને પ્રેમ થઇ જતાં લગ્ન વગર ઘરમાં બેસાડી હતી. ગઇકાલે બંને વચ્‍ચે ઝઘડો થતાં તેણી જતી રહેતાં ઘુઘાને માઠુ લાગતાં આ પગલુ ભર્યુ હતું.

(12:42 PM IST)