<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં પ્રમુખપદ માટે છ ફોર્મ ભરાયાઃ સેક્રેટરીની જગ્‍યા માટે પાંચ ઉમેદવારોની દાવેદારી

કુલ ૫૩ ફોર્મ આવ્‍યા : ૨૦મીએ સવારે મતદાન અને મોડી સાંજે પરિણામ

રાજકોટ, તા.૭: સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન તારીખ ૨૦ ડિસેમ્‍બરના રોજ યોજવાનું છે ત્‍યારે ગઈકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કુલ ૫૩ ફોર્મ રજૂ થયા છે. બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ સહિત  છ હોદ્દેદારો અને  મહિલા અનામત સહિત ૧૦  કારોબારી મળી કુલ ૧૬ જગ્‍યાઓ માટે ચૂંટણી તા. ૨૦ ડિસેમ્‍બર ના રોજ યોજવાની છેજેમાં પ્રમુખ પદ માટે છ સેક્રેટરી માટે પાંચ ઉમેદવારી નોંધાણી છે જોકે ફોર્મ પરત ખેંચવાનો સમય પૂરો થયા બાદ બારનુ ચિત્ર સ્‍પષ્ટ થશે. શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર ખાતે નવનિર્મિત બિલ્‍ડિંગમાં પ્રથમવાર યોજવા જઈ રહેલી બાર  એસોસિયેશનની વર્ષ ૨૦૨૫ ની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટયો છે. જેમાં ત્રિપાખીયો જંગના મંડાણ મંડાઇ રહ્‍યા છે. જેમાં સિનિયર ધારાશાસ્‍ત્રી દિલીપભાઈ જોશીની કાર્યદક્ષ પેનલ જાણીતા એડવોકેટ પરેશ મારુંની સમરસ પેનલ અને વર્તમાન પ્રમુખ બકુલ રાજાણીની એક્‍ટિવ પેનલ મેદાનમાં આવતા રોમાંચક જંગ જામ્‍યો છે આ ઉપરાંત પ્રમુખ પદ માટે વધુ સ્‍વતંત્ર ત્રણ લોકોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં એડવોકેટ અતુલભાઇ મોહનભાઈ જોશી મનુભા વાઘેલા અને કૌશિક કાંતિલાલ પંડયાએ ફોર્મ રજૂ કર્યું છે આથી આંતરિક વર્તુળ દ્વારા જાણવા મળતી વિગત મુજબ બારની ચૂંટણીમાં જ્ઞાતિવાદ અને ક્રોસિંગ વોટીંગ થવાની સંભાવના સિનિયરો દ્વારા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. સેક્રેટરી ની પદ માટે પાંચ ફોર્મ ભરાયા છે જેમાં મુખ્‍ય ત્રણ પેનલ ઉમેદવાર સંદીપ વેકરીયા, કેતન દવે, જ્‍યારે પરેશ મનસુખલાલ વ્‍યાસ અને રમેશચંદ્ર ધનજીભાઈ નો સમાવેશ થાય છે. બાર એસોસિયેશનની ચૂંટણી સંદર્ભે વિવિધ જગ્‍યાઓ પર કુલ ૫૩ ફોર્મ ભરાઈને આવ્‍યા છે તારીખ ૯ ફોર્મ ચકાસણી થયા બાદ પ્રથમ ફાઈનલ યાદી જાહેર કરવામાં આવશે   બાર એસોસિયન દ્વારા જાહેર થયેલી ચૂંટણી કાર્યક્રમમાં તારીખ ૨૦મી  સવારે ૯:૦૦ કલાકે બપોરના ત્રણ કલાક દરમિયાન મતદાન યોજાશે ત્‍યારબાદ સાંજના મતગણતરી હાથ ધરવામાં આવશે અને મોડી રાત સુધીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે.બારની ચૂંટણીમાં જ્ઞાતિવાદ અને ક્રોસિંગ વોટીંગ થવાની સંભાવના રાજકીય પંડિતો શંકા દ્વારા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૫ બારની ચૂંટણીમાં હાલના તબક્કે નીરસ વાતાવરણ વર્તાઈ રહ્‍યું છે. બારની પ્રતિષ્ઠા અને આબરૂ જાળવવા માટે સિનિયર એડવોકેટે આગળ આવવું જોઈએ આ ઉપરાંત વર્ષોથી સૌરાષ્ટ્રના પાટનગર સમા હાઇકોર્ટની બેંચ માટે ઘણા સમયથી મુદ્દો ભટકી રહિયાની તેમજ ટ્રીબ્‍યુનલની માંગ અંગે લડત ચલાવવાની જરૂર હોવાનું ચર્ચાઇ રહ્‍યું છે.

(3:08 PM IST)