<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

સુચિત જંત્રી વધારો અયોગ્‍ય : મિલ્‍કતોના મૂલ્‍યમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલી વધ-ઘટની સરેરાશ ધ્‍યાને લઇ જંત્રી વધારો

કલેકટર પ્રભવ જોષી સમક્ષ રાજકોટ રેવન્‍યુ બાર એસોસીએશને ર૪ સૂચનો રજૂ કર્યા

રાજકોટ, તા. ૭: સુચિત જંત્રી વધારા ને અયોગ્‍ય ગણાવી મિલ્‍કતોના મૂલ્‍યમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન થયેલ વધ-ઘટની સરેરાશને ધ્‍યાને લઇ જંત્રી દરમાં વધારો કરવાની માંગણી સાથે રેવન્‍યુ બાર એસોસીએશન દ્વારા ર૪ સુચનો સાથેનુ આવેદન પત્ર જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીને પાઠવવામાં આવ્‍યું હતું.

આવેદનમાં જણાવાયું છે કે હાલમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ સૂચિત જંત્રીની પૂર્વ ભૂમિકામાં જઈએ && વર્ષ ૨૦૧૧માં જંત્રી અમલમાં આવેલ ત્‍યારબાદ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩ માં કોઈપણ જાતના સર્વી કર્યા વગર જંત્રીના દર બે ગણો કરવામાં આવેલ છે.

સામાન્‍ય રીતે કોઈપણ મિલકતમાં ભાવવધારો દર વર્ષે મોંઘવારી, વરસાદ, ખેત-ઉપજ, ધંધાકીય પરિસ્‍થિતિ, શેરબજાર અને સરકારશ્રી દ્વારા જાહેર થતી વિવિધ પોલીસી અને નોકરીયાતના પગાર પર આધારિત હોય છે અને તે મુજબ ભાવમાં વધારો થતો હોય. ભાવ વધારો સ્‍થિર રહેતો હોય છે અને ઘણા વર્ષોમાં ભાવ વધારો ખૂબ જ મોટા પ્રમાણમાં થતો હોય છે એટલે કે ભાવ વધારો છેલ્લા પાંચ વર્ષના વધઘટની સરેરાશને ધ્‍યાને લઈ દર વર્ષે સમય સંજોગો મુજબ જંત્રી દરમાં વધારો કરવો જોઈએ.

જ્‍યારે હાલની સૂચીત જંત્રીમાં સીધો ૧૦ ગણો વધારો કરવામાં આવેલ છે અને આવા ભાવ વધારા સાથે જંત્રી અમલમાં મૂકવામાં આવે તો રિઅલ એસ્‍ટેટ ઇન્‍ડસ્‍ટ્રીઝ ને મરણ તોલ ફટકો પડે તેમ છે એક સાથે મોટા જંત્રીમાં વધારાથી પ્રથમ મુશ્‍કેલી કેપિટલ ગેઇન ભરવાની જવાબદારી તેમજ ખરીદનારને સ્‍ટેમ્‍પ ડ્‍યુટી અને વાઈટ મૂડીનો પ્ર‘ થાય તેમ છે

એટલે હાલની સૂચિત જંત્રીનો વધારો રાજ્‍યના સાનુકૂળ અને રિઅલ એસ્‍ટેટની પરિસ્‍થિતિ મુજબ દર વર્ષે સમયાંતરે ભાવ વધારો હાલની સૂચિત જંત્રી ના ટકાવારી મુજબ વધારો કરવામાં આવે તો ત્રણ ચાર વર્ષમાં રિઅલ એસ્‍ટેટમાં થતું કાળા નાણાંનું રોકાણ ધીમે ધીમે દૂર થશે અને બેંકમાં મોટા વેલ્‍યુએશનના દસ્‍તાવેજોથી મોટી રકમ બેંકમાં આવતા ફાઇનાન્‍સ નો દર નીચો આવશે અને લોકોને ઓછા દરે વ્‍યાજની રકમ મળતા તેમાં નવી મિલકત ખરીદીમાં તેટલો ફાયદો થશે તેમજ બ્‍લેક મની સોના કે રોકડમાં સ્‍વરૂપ પડયા રહેતા હતા તે બેંકમાં આવતા અર્થતંત્રના વિકાસને વેગ મળશે. અને રિઅલ એસ્‍ટેટ સો ટકા વાઈટમાં થાય તો સંપૂર્ણ ખરીદ વેચાણનો વહીવટ બેન્‍કિંગમાં થતો હોય, પારદર્શક થશે અને કોર્ટ કેસમાં પણ ઘટાડો થશે અને કંપનીઓ તેમજ વિદેશી રોકાણકારોને રાજ્‍યમાં રોકાણ માટે પ્રોત્‍સાહન પણ મળશે તેમજ નરેન્‍દ્રભાઇ મોદીનું કેશલેસ તેમજ ડિઝિટલ ઈન્‍ડિયાનું સ્‍વૅ સાકાર થશે.

ઉદાહરણ તરીકે હાલ રાજકોટના મોટામવાની રેવન્‍યુ સર્વે નંબર ૧૪૬ ની રહેણાંકની ૪૩ ૨૦૧૧ માં ૨૫૦૦ હતી ત્‍યારબાદ ૨૦૨૩ ડબલ સાથે તે ૫૦૦૦ કરવામાં આવી હાલમાં આ જડે ૪૭૦૦૦ થયેલ છે. એટલે કે વર્ષ ૨૦૨૨ મા જે જંત્રી હતી તેના કરતાં ૧૮ ગણી અને ૨૦૨૨ સરખામણીમાં ૯.૪૦ ગણી વધારો કરવામાં આવેલ છે એટલે કે જો કોઈ વ્‍યક્‍તિ પોતાની પટે ૧૦૦૦ એક હજાર મીટરનો પ્‍લોટ ૨૦૨૩ માં ખરીદેલ હોય અને ૨૦૨૫ માં ખરીદ-વેચાણ થાય તો ૪ કરોડ ૭૦ લાખ વાઈટના જોઈશે તેના ઉપર ૧ટકા ટકો ટીડીએસ ભરવાનો થશે અને ૨૪ લાખ જેટલી સ્‍ટેમ્‍પ ડ્‍યૂટિ ભરવાની થાઈ અને જ્‍યારે વેચનારને ૫૦ લાખનો પહેલો દસ્‍તાવેજ અને હાલના ૪ કરોડ ૭૦ લાખ બાદ કરતા ૪ કરોડ ૨૦ લાખ ઉપર કેપિટલ ગેઈન ૧૨.૫ ટકા મુજબ ૫૨,૫૦,૦૦૦ ભરવાનો થશે જેથી કરીને કોઈ પણ રોકાણકારને પોતાના નફામાંથી આટલો ટેક્ષૅવાઈટની મૂડીૅસ્‍ટેમ્‍પ ડ્‍યૂટિ ભરે અને તેના ઉપર કોઈ મિલકત બનાવે તો ઉપરોકત તમામ રકમ ઉમેરવાથી મિલકત આપોઆપ મોંઘી થશે જેનો માર નાના માણસો ઉપર વિશેષ પડશે. જેથી સરકાર ની એફોર્ડેબલ મકાન આપવાની યોજના સાથે સુસંગત નહીં રહે.

ઉપરોક્‍ત ઉદાહરણ દ્વારા એક બાબત સ્‍પષ્ટ થાય કે આટલી બધી સ્‍ટેમ્‍પ ડયુટી અને કેપિટલ ગેઈન ભરવાના કારણોસર કોઈપણ રોકાણકાર જ્‍યાં સુધી મિલકતમાં ભાવ વધારો ઉપરોકત કરેલ ખર્ચ મુજબ ના થાઈ ત્‍યાં સુધી વેચાણ ન કરે અને તે કારણોસર એક જ મિલકત ટર્નઓવર જે હાલમા થાઈ છે તે અટકી જાય અને તે કારણોસર સરકારને એક વખત સ્‍ટેમ્‍પ ડયુટી વધારે મળી જશે પરંતુ ટર્નઓવર ન થતાં સ્‍ટેમ્‍પ ડયુટી ઘટશે લોકોને રિઅલ એસ્‍ટેટમાં રોકાણ કરવામાં નિરાશા આવશે અને લોકો શેર બજાર અને ગોલ્‍ડ તરફ રોકાણ કરવામાં ડાયવર્ટ થાય તો રિઅલ એસ્‍ટેટ જે મોટા પાય રોજગારી પૂરી પાડે છે તેમાં પણ મોટી અસર પડે તેમ છે એટલે કે રિઅલ એસ્‍ટેટ સાથે સંકળાયેલા બ્રોકરો વકીલો, આર્કિટેક્‍ટ,કોન્‍ટ્રાકટર, બિલ્‍ડરોને ને મોટા પાયે અસર પડે તેમ છે.

આમ ઉપરોક્‍ત તમામ બાબતને ધ્‍યાનમાં લઈને જંત્રીનો આટલા વધારાની અસર જોઈએ તો રિઅલ એસ્‍ટેટમાં ચારથી પાંચ વર્ષના ગાળા સુધી મંદી આવવાની શકયતા હોય તેમજ ૩૦ થી ૪૦ટકા નો ભાવ વધારો આવે તે કારણોસર નાના માણસો મિલકત ન લઈ શકે તેવી પરિસ્‍થિતિનું નિર્માણ થતું હોય અને હજુ વર્ષ ૨૦૨૩ માં જંત્રીમાં બે ગણો વધારો કર્યા બાદ આટલો મોટો વધારો કરવો વ્‍યાજબી ન હોય. રોજગારી, રોકાણકારો અને નાના માણસોને અસર કરે તેમ હોય. વ્‍યાપક જનહિતને તેમજ મધ્‍યમ અને નાના માણસો પ્રત્‍યે સંવેદના દાખવી નીચે મુજબના સૂચનો વિશે પુખ્‍ત વિચારણા કર્યા બાદ જંત્રી અમલમાં મૂકવા અમો આપ પાસેથી અપેક્ષા રાખીએ છીએ.

(૧) રિઅલ એસ્‍ટેટની સાનુકૂળ પરિસ્‍થિતિ અને રાજ્‍યની પરિસ્‍થિતિ મુજબ દર વર્ષે વધારો કરવો.

(૨) કેપિટલ ગેઇન ૧૨.૫ ટકા છે તે ૫ટકા ટકા કરવા રાજ્‍ય સરકારે કેન્‍દ્ર સરકાર- મલામણ કરવી.

(૩) સ્‍ટેમ્‍પ ડયુટી ૧ટકા અને રજીસ્‍ટ્રેશન ફી ૧ટકા કરવી. અન્‍ય રાજ્‍યોમાં પણ સ્‍ટેમ્‍પ ડયુટીનો દર ગુજરાતની સરખામણીમાં ઓછો છે.

(૪) સૂચિત જંત્રીમાં નીચે મુજબ અમલ કરવો.

વર્ષ ૨૦૨૫ મા ૫૦ટકા જંત્રી વધારવી.

વર્ષ ૨૦૨૬ માં ૬૫ટકા જંત્રી વધારવી.

વર્ષ ૨૦૨૭ મા ૮૦ ટકા જંત્રી વધારવી.

વર્ષ ૨૦૨૮માં ૯૦ટકા જંત્રી વધારવી.

વર્ષ ૨૦૨૯ મા ૧૦૦ટકા જંત્રી વધારવી.

(૫)મિલકતના ધસારાનો દર ૨.૫ટકા કરવો.

(૬) હાલમાં લોકેશન મુજબ જંત્રી સાયન્‍ટીફિક બનાવવી.

(૭) કૌટુંબીક વહેંચણી અને લોહીના સંબંધોમાં બક્ષિશ તથા વેચાણના કિસ્‍સામાં ૦.૨૫ટકા સ્‍ટોપ ડયુટી રાખવી.

(૮) ખેતીની જમીનની કૌટુંબિક વહેંચણી, હક્ક કમી રજીસ્‍ટર દસ્‍તાવેજથી થાય તેવી પદ્ધતિ અમલમાં મૂકવી.

(૯) બાંધકામના જે ભાવ ગુજરાત સરકાર ટેન્‍ડર માં આપે છે તે મુજબ જાણી સૂચિત જંત્રીમાં દાખલ કરવા.

(૧૦) જંત્રીની મીટિંગમાં એસોસિએસનના હોદેદારને રૂબરૂ સાંભળવા.

(૧૧) વાંધા સૂચનો માટે ૩૧ માર્ચ સુધીનો સમય આપવી.

(૧૨)NA પ્રિમિયમનો રેટ જંત્રીના ૧૦ટકા કરવા

(૧૩)૧૦૦ મિટરથી નાના મકાનો અને ફ્‌લેટો ઓછુ ક્ષેત્રફળ ધરાવતા મકાનમાં ૨૦ટકા થી ઓછી જંત્રી લેવી.

(૧૪)જંત્રી રેટ ફ્‌લેટ/દુકાન વિગેરે માં કાર્પેટ એરિયા ઉપર આપવી.

(૧૫)વાંધા અરજી ઓનલાઇન સાથે ઓફલાઇન પણ સ્‍વીકારવી.

(૧૬)સ્‍લમ એરીયામાં જંત્રીમાં ૩૦ટકા થી ઓછો દર લેવો.

(૧૭)સૂચિત જંત્રી વધવાથી થતી અસરો વિશે ગહન અભ્‍યાસ કર્યા બાદ ફાઇનલ જંત્રી અમલમાં મૂકવી.

(૧૮)જંત્રી વધારો સમયાંતરે થાય તો હાલમાં થયેલા સોદા અને વહીવટમાં વિવાદ નહી થાય. તેમજ કોર્ટ પર પણ કેસનું ભારણ ઓછું આવશે.

(૧૯)બજારભાવથી વધારે જંત્રીદર હોય ત્‍યાં સમીક્ષા કરવી.

(૨૦)દુકાનમાં/ઓફિસમાં રોડ ફ્રંટેજ જેવા પરિબળોને ધ્‍યાને લઈ તે મુજબ તાર્કિક જંત્રી આપવી.

(૨૧)લાગુ ગામોની જંત્રીમાં મોટી તફાવત હોય તે બાબતની સમીક્ષા કરવી.

(૨૨)હાઇરાઈઝ-લોરાઈઝ તથા ક્‍લોર મુજબ એ.એસ.આર. ની ટકાવારી મુજબ ભાવ લેવો.

(૨૩) પ્રથમ માળે ફ્‌લેટના ભાવો ઓછા હોય છે તે મુજબ જંત્રીદર રાખવા સમીક્ષા કરવી.

(૨૪) ર્પાકિંગવાળા મકાનમાં બાંધકામના ક્ષેત્રફળમાં ર્પાકિંગનું ક્ષેત્રફળ ધ્‍યાનમાં ન લેવું જેથી પાકિર્ંગવાળા મકાનને પ્રોત્‍સાહન મળશે.

ઉપરોક્‍ત સૂચનો વિચારણામાં લઈને મધ્‍યમ વર્ગ અને સમાજને પરવડે અને તેમના પ્રત્‍યે સંવેદના રાખીને યોગ્‍ય નિર્ણય લેવા રેવન્‍યુ બાર એસોસીએશનની માંગણી છે તેવું અંતમાં જણાવાયું છે.

(3:12 PM IST)