<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

તને બહુ ઉતાવળ છે? કહી ખત્રીવાડમાં બંગાળી યુવાનને છરી ઝીંકનાર રિક્ષાચાલક શાકીરના પોલીસે સીન વીંખ્‍યાઃ હાથ જોડી માફી માંગી

ઘટના સ્‍થળે એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ, પીએસઆઇ પરમાર અને ટીમની કાર્યવાહી જોવા ટોળા ઉમટયા

રાજકોટ તા. ૭: શહેરના સોની બજાર વિસ્‍તારમાં રિક્ષાચાલકે દાદાગીરી આચરી ટુવ્‍હીલર લઇને નીકળેલા બંગાળી યુવાનને ‘તારે જવાની બહુ ઉતાવળ છે?' કહી ફડાકા મારી દીધા બાદ વધુ ઝઘડો કરી છરી કાઢી ઘા મારી દેતાં ઘાયલ થયેલા આ યુવાનને સારવાર માટે દાખલ થવું પડયું હતું. આ મામલે વિડીયો પણ વાયરલ થયો હતો. એ-ડિવીઝન પોલીસે તત્‍કાળ કાર્યવાહી કરી ગુનો નોંધી હુમલાખોરને પકડી લીધો હતો. રામનાથપરામાં રહેતાં આ શખ્‍સને ઘટના સ્‍થળે લઇ જઇ સીન વીંખી નથાયા હતાં. તેણે હાથ જોડીને લોકોની માફી માંગી હતી. પોલીસની આ કાર્યવાહી નિહાળવા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

આ બનાવની વિગતો એવી છે ક મુળ પヘમિ બંગાળનો વતની દીપાંકર સુભાષચંદ્ર ઘોરાય (ઉ.વ ૪૨)  હાલ રાજકોટમાં સોની બજાર પાસે ખત્રીવાડ ચોક બાવાજીરાજ રોડ લાલજી પારેખવાળી શેરીમાં રાધે ક્રિષ્‍ના જ્‍વેલર્સમાં સોની કામ કરે છે અને ત્‍યાં કારખાનામાં જ રહે છે. તેની ફરિયાદ પરથી પોલીસે રિક્ષા નંબર જીજે૩ એયુ ૧૨૭૮ના ચાલક સામે ગુનો નોંધ્‍યો હતો. દીપાંકરે જણાવ્‍યું હતું કે હું ગઇકાલે  બપોરના મારા શેઠનુ એકટીવા લઈ કારખાનાના કામથી પેલેસ રોડ ઉપર બેંકમાં ગયો હતો. કામ પુરુ કરી પરત કારખાને જતો હતો ત્‍યારે સોની બજાર ચોક પર આવેલી જે.જે ગોલ્‍ડ એન્‍ડ સીલવર્સ નામની દુકાન પાસે પહોંચતા ત્‍યાં રોડનું કામ ચાલતું હોઇ અને રેતીના ઢગલામાં રીક્ષા ફસાઈ ગઈ હતી.

તે વખતે એક  રીક્ષાચાલક ઢગલામાંથી રીક્ષા કાઢવાનો પ્રયાસ કરતો હતા. ત્‍યાંથી વાહન નીકળી શકે તેમ ન હોઇ મેં મારુ એક્‍ટીવા ઉભુ રાખી દીધુ હતું. ત્‍યારબાદ રેતીના ઢગલામાંથી રીક્ષા બહાર કાઢતા મેં એકટીવા કાઢવાનો પ્રયાસ કરતા આ રિક્ષાચાલકે ‘તારે જવાની બહુ ઉતાવળ છે?' તેમ કહી ગાળો આપી બે-ત્રણ લાફા મારી દીધા હતા. જેથી મેં એકટીવા પાછું લઈ લીધું હતું અને રીક્ષા ચાલકને કહ્યું હતું કે, વાંધો નહીં તમે રીક્ષા કાઢી લો. આ દરમિયાન આ રીક્ષાચાલકે વધુ ઉશ્‍કેરાઈ જઇ છરી કાઢી મને ખંભાનાભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. દેકારો થતા નજીકમાં મારા  શેઠ તથા બીજો કારીગર પણ હોઇ બંને દોડી આવ્‍યા હતા. આ વખતે  રિક્ષાચાલક ભાગી ગયો હતો.

પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં હેડકોન્‍સ. એલ. જે. જતાપરાએ ગુનો નોંધ્‍યો હતો. પોલીસે રિક્ષાચાલક શાકીર હમીદભાઇ યુસુફી (રહે. રામનાથપરા હુશેની ચોક,શેરી નં.૬)ને ઝડપી લીધો હતો. બાદમાં પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ બી.એચ.પરમાર તથા સ્‍ટાફ આ શખ્‍સને ઘટના સ્‍થળે લઇ જઇ કાર્યવાહી કરી હતી. ત્‍યારે રિક્ષાચાલકે હાથ જોડી માફી માંગી હતી

(3:32 PM IST)