તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
ગુજરાતમાં સરકાર પણ નકલીઃ કોંગ્રેસ
પોલીસ- જજ - કોર્ટ- ઇડી બધુ જ નકલી... સરકાર નિષ્ફળ-નિસ્ક્રીય ઇન્દ્રનીલ રાજગુરૂની પત્રકાર પરિષદઃ રાજયમાં ગુંડારાજઃ ધરણાની પણ મંજુરી નહીઃ અધિકારીઓને ભ્રષ્ટાચારના ટાર્ગેટ

પત્રકાર પરીષદમાં કોંગ્રેસ અગ્રણીઓ ઇન્દ્રનીલ રાજગુરૂ, અતુલ રાજાણી વગેરે નજરે પડે છે. (T;JLZo ;\lN5 AUYZLIF)
રાજકોટ તા. ગુજરાતમાં માત્ર પોલીસ, જજ, કોર્ટ, સ્કૂલ , ઇડી જ નકલી નથી, સરકાર પણ નકલી છે. શાસનમાં પડદા પાછળ અસલ ખેલાડીઓ છે રાજકોટ કોંગ્રેસ પ્રશ્ને પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં ઇન્દ્રનીલ રાજગુરૂએ જણાવ્યું હતું. કે,
આઠ દિવસ પહેલા આપેલી ધરણા ની અરજીમાં પોલીસે મંજૂરી ન આપતા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી આગેવાનીમાં જિલ્લા પંચાયત ચોક ખાતે પ્લે કાર્ડ બતાવી વિરોધાત્મક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં કોંગ્રેસના કાર્યકરો એ પ્લે કાર્ડમાં કાયદો વ્યવસ્થાના ચિંથરેહાલ, ભયંકર ગુડાગીરીનો સામનો કરો, પોલીસ લાચાર ગુંડા બેફામ, ખાખી પર ભાજપની ખાદી ભારે, ભ્રષ્ટ સરકાર તો ભ્રષ્ટ પોલીસ, મજબૂત પોલીસને મજબૂર કોણે કરી, પોલીસ ઉપર ગુંડા ભારી વાહ ભાજપ તેરી બારી, ભાજપના રાજમાં ગુંડાઓ બન્યા બેફામ સહિતના પ્લે કાર્ડમાં લખેલા સૂત્રો સાથે દેખાવો કરાયા હતા.આજનો જિલ્લા પંચાયત ચોક ખાતે પ્લે કાર્ડ ખાતે ના દેખાવો ના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસપ્રમુખ અતુલ રાજાણી, ડો ધરમ કાંબલીયા, રાજદીપસિંહ જાડેજા, અશોકસિંહ વાઘેલા.મેઘજીભાઈ રાઠોડ, રણજીતભાઈ મુંધવા, જલ્પેશભાઈ વાઘેલા, જયતીભાઈ હિરપરા, દિપ્તીબેન સોલંકી, ગીરીશભાઈ ઘરસંડીયા, જીગ્નેશભાઈ બોરડ, દીપુબેન રવૈયા, ગજેન્દ્રસિંહ ઝાલા, પ્રભાતભાઈ ડાંગર, નયનાબા જાડેજા, ગેલાભાઈ મુછડીયા, ગૌરવ પુજારા, જસુબા વાંક, ડી બી ગોહિલ, મનીષાબા વાળા, યૂનુશભાઈ જુણેજા, કોમલબેન ભારાઇ, ડી પી મકવાણા, જયાબેન ચૌહાણ, રઘુભાઈ યાદવ, કંચનબેન વાળા, સલીમભાઈ કારીયાણી, કિંજલબેન જોશી, મેરૂમબેન કુરેશી, પ્રવીણભાઈ દેસાઈ, જીતુભાઈ ઠાકર, રવજીભાઇ ખીમસરીયા, હિંમતભાઈ મયાત્રા, અહેસાનભાઈ ચૌહાણ, ગોપાલભાઈ મોરવાડિયા, જગદીશભાઈ મોરી, રાજુભાઈ ચાવડીયા, જીગ્નેશભાઈ જોશી, અશ્વિનભાઈ બકુત્રા, જયેશભાઈ ઠાકોર, ઠાકરશીભાઈ ગજેરા, નિર્મળભાઈ મારુ, કળષ્ણદત રાવલ, સોલંકી રાહુલ, વિનીતસિંહ રાણા, ઇમરાન ભાઈ પઠાણ, રમેશ ઝુંઝા, કે બી જોશી, નિલેશભાઈ વિરાણી, હકુભાઈ સોરા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
(3:37 PM IST)










