તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
ખેડુતોએ ચોથા ભાગની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવી જોઇએઃ રમેશભાઇ ટીલાળા
રાજકોટ તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવને બેડી એપીએમસી ખાતે ધારાસભ્યએ ખુલ્લો મુકયો

રાજકોટ, તા. ૦૭: ગુજરાત સરકારના ખેતીવાડી ખાતા દ્વારા આયોજિત રાજકોટ તાલુકા કક્ષાના બે દિવસના રવિ કળષિ મહોત્સવને એ.પી.એમ.સી. બેડી -રાજકોટ ખાતે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાએ ખુલ્લો મુક્તા જણાવ્યુ હતું કે, ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. અને દેશના વિકાસમાં ખેતીએ મહત્વનું પાસું છે. અને તેમાં પણ ગુજરાતનાં ખેડૂતો અને પશુપાલકોની કોઠા સૂઝથી આગવું પ્રાપ્ત કરેલ છે.જે આપના માટે ગૌરવની વાત છે.
ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ વિષે વિગતવાર માહિતી આપતા તેઓએ જણાવેલ હતું કે, સરકારની હરિયાળી ક્રાંતિની નેમથી વર્તમાન સમયમાં ખેત ઉત્પાદન માં ખૂબ પ્રગતિ થયેલ છે, અને દેશને ખેત ઉત્પાદનની નિકાશ કરી કરોડો રૂપિયાનું હુંડિયામાં કમાવી આપેછે.
ઓર્ગેનિક અને પ્રાકળતિક ખેતી અંગે રમેશભાઇ ટીલાળાએ જણાવેલ કે, હવે રાસાયણિક ખતરો અને જંતુ નાશક દવાઓનો વપરાશ ઘટાડી કુદરતી અને સેંદ્રિય ખાતરો અને નેચરલ પેષ્ટિસાઇઝ નો ઉપયોગ વધુ કરવા અને ગાય આધારીત ખેતી તરફ જવું જોઇએ. પ્રાકળતિક ખેતી નું આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ સમજાવી દરેક ખેડૂતે પોતાની જમીન પૈકી ચોથા ભાગમાં પ્રાકળતિક ખેતી શરૂ કરવી જોઇએ.
તેમજ હાલના સમયમાં મજૂરોની અછત અને ઇનપુટસના વધતાં જતાં ભાવોને લીધે ખેતી ખર્ચાળ બનેલ છે. તેથી ઓછા ખર્ચે માટે આધુનિક સંશોધનો મુજાબ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા અને ખેતિના આધુનિક ઓજારો જેવાકે, ટ્રેકટર, રોટાવેટરો, હાર્વેસ્ટરો અને ડ્રોન (વિમાન) જેવા યંત્રોનો અને સુધારેલા બિયારણોનો ઉપયોગ કરવા પર ભાર મૂકયો હતો. અને ખેત ઉત્પાદન પછી તેની પ્રોસેશ દ્વારા તેનું મૂલ્યવર્ધન કરી કરી વધુ આવક મેળવવાના પ્રયત્નો કરવા જોઈએ તેમ રમેશભાઇ ટીલાળાએ જણાવ્યુ હતું.
પશુપાલન ક્ષેત્રે વાત કરતાં તેઓએ જણાવેલ કે સારી જાતની પશુ ઓલાદો અને ખાસકારીને દેશી કે ગીર ગાયોનો ઉચ્છેર કરવા તેમજ સમયાંતરે યોજાતા પશુ મેળાઓ માં વિવિધ પ્રકારે પશુઓની સારવાર અને અન્ય યોજનાનો લાભ લેવા અને સહકારી સંસ્થાઓ દ્વાર દૂધનું વેચાણ કરવા તેમજ દૂધની વિવિધ પ્રોડક્ટો બનાવી વધુને વધુ વળતર મળે તેમ કરવા જણાવેલ હતું. કુદરતી આફતોમાં ખેડૂતોને યોગ્ય સહાય કરવા તેમજ બજારમાં ભાવો પોષણ-ક્ષમ્ય ન હોય ત્યારે ખેડૂતોને આર્થિક માર ન પડે તે માટે સરકારશ્રી ખેતપેદાશોના ટેકાના ભાવો નક્કી કરી, તે ભાવે ખેડૂતો પાસેથી સરકારશ્રી સીધી જ ખરીદી કરી ને ખેડૂતોને શહાય રૂપ બને છે.
અંતમાં તેઓએ જણાવેલ કે પોતે પણ એક ખેડૂત પુત્ર છે. અને ખેડૂતોની મુશ્કેલીઓથી માહિતગાર છે. કોઈ પણ અન્નદાતાને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેનો વિના સંકોચે સંપર્ક કરી શકે છે તેમ એન.વી.પટેલ કાર્યાલય ઇન્ચાર્જ ની યાદીમાં જણાવ્યું છે.
(3:54 PM IST)










