તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
આજે આર.ડી. બર્મનનો દ્રશ્યાંકન સાથેનો ‘પંચમ તંત્ર' સંગીત કાર્યક્રમ
રાજકોટ આંગણે પ્રથમવાર મહાન સંગીતકારની વિવિધ સંગીતની કરામત સાથે તેના જીવનની જાણી અજાણી વાતોની સફર આજે સાંજે મીની હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે મ્યુઝિક ડીરેકટર માધવ વિજય દ્વારા સાંજે યોજાશે તથા આ કાર્યક્રમ સંપૂર્ણ વિના મૂલ્યે રાખેલ છે. સંપર્કઃ દિનેશ વિરાણીઃ ૯૯૦૪૦૯૩૦૩૯

રાજકોટઃ સમગ્ર ગુજરાતમાં રાજકોટ આંગણે પ્રથમવાર દેશના મહાન સંગીતકાર પંચમદાની સંગીત સફરનો કાર્યક્રમ આર.આર.ઇવેન્ટ્સ અને ઉત્સવ ગ્રુપ દ્વારા આજે સાંજે ૭.૩૦ વાગ્યે હેમુ ગઢવીના મીની ઓડિટોરિયમમાં રાખેલ છે. આ કાર્યક્રમ વિના મૂલ્યે તેમ ઉત્સવ ગ્રુપના પ્રમુખ શ્રી દિનેશ વિરાણીએ જણાવ્યું છે. જેમાં બેઠક વ્યવસ્થા પ્રથમ ‘‘બે'' છોડીને વહેલા તે પહેલાના ધોરણે અપાશે.
આર.ડી. બર્મન પંચમદાના પંચમ તંત્ર કાર્યક્રમમા઼ તેની વિવિધ સંગીત કરામત સાથે તેના સંગીતને દેશ-વિદેશમાં ધૂમ મચાવીને જે અનેક અખતરા કર્યા અને તેના જીવનની ઘણી જાણી અજાણી વાતો મુંબઇના પ્રખ્યાત મ્યુઝિક ડિરેકટર માધવ વિજય રજૂ કરશે. માધવ વિજય હિન્દી ફિલ્મ મ્યુઝિક અને અન્ય મ્યુઝિક ઉપર ખૂબ જ સારૂ જ્ઞાન ધરાવે છે. તેના કારણે તેમનું મુંબઇના મ્યુઝિક સર્કલમાં ખૂબ જ મોટું નામ છે. માધવ વિજયે ૪૦ જેટલા મરાઠી ફિલ્મોમાં બેકગાઉન્ડ મ્યુઝિક આપેલ છે. આમાથી અમુક ફિલ્મોને મરાઠી સ્ટેટ એવોર્ડ મળ્યો છે તથા એક ફિલ્મને નેશનલ એવોડ પણ મળેલ છે. તેઓને મહારાષ્ટ્ર સ્ટેટ એવોર્ડમાં જયુરી તરીકે ઘણીવાર આમંત્રણ પાઠવવામાં આવે છે. તથા તેઓ મુંબઇ યુનિવર્સિટીમા઼ ગેસ્ટ ફેકલ્ટી તરીકે સેવા આપે છે અને ત્યાં તેઓ ફિલ્મ મ્યુઝિકનાં સ્પીકર તરીકે પણ ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમ મ્યુઝિકલ નાઇટ નથી પણ પંચમદાની જીવન ઝરમર સાથે સંગીત સફરનું એલઇડી ઉપર દ્રશ્યાંકન સાથે સુંદર રજૂઆત છે.
સમગ્ર આયોજન આર.આર. ઇવેન્ટ્સના રાજા રાજાણી અને ઉત્સવ ગ્રુપ ના દિનેશ વિરાણી સંભાળી રહ્યા છે. આ કાર્યક્રમમાં પંચમદાની સંગીત યાત્રા સાથેની રોચક વાતો છે જે તેના ચાહકોને ખૂબ જ પસંદ પડશે.
રંગીલા રાજકોટના સંગીત ચાહકો અને જુના ગીતોના ચાહકો માટે આ આયોજન થતું હોય તમામ સંગીત પ્રેમીઓ ઉત્સાહભેર જોડાય તેવો આર.આર.ઇવેન્ટ્સ અને ઉત્સવ ગ્રુપ દ્વારા સંગીતના સાત સુરો સાથે આમંત્રણ એક યાદી દ્વારા અપાયું છે.
(4:13 PM IST)










