તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
શ્રી જામકંડોરણા તાલુકા રાજપુત (ક્ષત્રીય) સમાજ ભવનનું તા.૧૧ મીએ ઉદઘાટન
પૂ.લાલબાપુના આશીર્વાદથી શરૂ થયેલું કાર્ય માત્ર સવા વર્ષમાં પરીપુર્ણ થયું : માલજીભી પીપળીયા ખાતે ક્ષત્રીય કન્યા ગુરૂકુળનું પણ આ દિવસે જ ખાતમુહુર્ત : ‘અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ માહિતી વર્ણવતા સમાજના અગ્રણીઓ

રાજકોટઃ શ્રી જામકંડોરણા તાલુકા રાજપુત (ક્ષત્રીય) સમાજ ભવન ઉદઘાટન અને દાતાઓના સન્માન સમારોહ ઉપરાંત ક્ષત્રીય યુવક સંઘ સંચાલીત ક્ષત્રીય કન્યા ગુરૂકુળના ખાતમુહુર્ત પ્રસંગે યોજાયેલા કાર્યક્રમોની રૂપરેખા રાજપુત સમાજના અગ્રણીઓએ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વર્ણવી હતી. ત્યારે અકિલાના સિનિયર પત્રકાર જયદેવસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહયા હતા.
રાજકોટ, તા., ૭ : જામકંડોરણા તાલુકાના રર ગામોમાં અખંડ જયોત યાત્રાના શુભારંભથી લઇને સંગઠન જયોત યાત્રામાં તાલુકા રાજપુત સમાજના ૧૯૦૦ પરિવારે ઘરે-ઘરે જયોત પ્રગટાવ્યા બાદ રાજપુત ક્ષત્રીય સમાજમાં અનેરી એકતાના દર્શન પરમ પૂજય લાલબાપુ (ગધેથડ, ગાયત્રી આશ્રમ)ના આશીર્વાદ સાથે થઇ રહયા છે. પ્રાતઃ વંદનીય શ્રી લાલબાપુના આશીર્વાદથી જ જામકંડોરણા ખાતે માત્ર સવા વર્ષના ટુંકા ગાળામાં ક્ષત્રીય સમાજ ભવનનું નિર્માણ થઇ ચુકયું છે. જેનું ઉદઘાટન તા. ૧૧મીના સવારે થવા જઇ રહયું છે. આ પુર્વે માલજીભી પીપળીયા ખાતે શ્રી ક્ષત્રીય યુવક સંઘ સંચાલીત ક્ષત્રીય કન્યા ગુરૂકુળનું ખાતમુહુર્ત થશે. જે અંગેની વિગતો આજે અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ રાજપુત અગ્રણીઓએ વર્ણવી હતી.
તા. ૧૧મીએ યોજાયેલા કાર્યક્રમો અંગે માહિતી આપતા ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે, તા.૧૦ મીના બપોરે ૩ થી ૬ દમિયાન વાસ્તુયજ્ઞ વિષ્ણુભાઇ જોષીના હસ્તે યોજાશે. તા. ૧૧ ને બુધવારે શ્રી ક્ષત્રીય કન્યા ગુૂરૂકુળ ખાતમુહુર્ત, પીપળીયા માલજીભી ખાતે સવારે ૭.૧૩ થી ૯.૧૩ દરમિયાન થશે. આ પ્રસંગે ગાયત્રી પરિવાર ગોંડલ દ્વારા સવારે ૭.૩૦ થી ૯.૧પ દરમિયાન ગાયત્રી યજ્ઞ પંચકુંડી સમાજ ભવન જામકંડોરણા ખાતે થશે. માલજીભી પીપળીયા ખાતે ધ્વજારોહણ, ગણેશ વંદના અને પ્રાર્થના સાથે સવારે ૧૦ વાગ્યાથી મુખ્ય કાર્યક્રમની શરૂઆત થશે. છત્રીય કન્યા ગુરૂકુળના કાર્યક્રમો બાદ જામકંડોરણા ખાતે ક્ષત્રીય સમાજ ભવનનું ઉદઘાટન અને દાતાશ્રીઓનો સન્માન સમારંભ યોજાયો છે.
સમાજ ભુવનમાં મુખ્ય દાતાશ્રી સર્વશ્રી અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા-રીબડા, ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા-પ્રમુખ ભાયાવદર રાજપુત ક્ષત્રીય સમાજ, પૃથ્વીરાજસિંહ (ઘોઘુભા) જાડેજા-ઘંટેશ્વર, રાઘવેન્દ્રસિંહ શકિતસિંહ જાડેજા-કોટડાનાયાણી, કન્યા ગુરૂકુળના ભુમીદાતા સર્વશ્રી રાજદીપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા-રીબડા, નરેન્દ્રસિંહ હાલુભા ચુડાસમા-જસ્કા, અભિષેકસિંહ પ્રદ્યુમનસિંહ ચુડાસમા-ઘોલેરા સહિતના દાતાઓનું સન્માન આ પ્રસંગે કરવામાં આવશે. આ પ્રસંગે કાર્યક્રમમાં આશીવર્ચનો પાઠવવા સંતશ્રી પાલુભગત-કાળીપાટ, અધ્યક્ષસ્થાને ઠા.સા. માંધાતાસિંહજી જાડેજા ઓફ રાજકોટ, ઉપસ્થિત રહેશે. દિપ પ્રાગટય શ્રીમતી જાગૃતીકંવરબા મહાવીરસિંહ (હરદાસ કા બાસ)ના હસ્તે થશે. આ પ્રસંગે શ્રીમતી રેખાબા જાડેજા-હેડ ઓફ સાયન્સ ડીપાર્ટમેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ઉદઘાટક તરીકે શ્રીકુમાર જયોર્તિમયસિંહજી જાડેજા-હવામહેલ ગોંડલ રહેશે. જયારે મુખ્ય મહેમાન તરીકે પુર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પુર્વમંત્રી ધર્મેન્દ્રસિંહજી (હકુભા) જાડેજા ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમની વિગતો ઉપસ્થિત આગેવાનો સર્વશ્રી શકિતસિંહ જાડેજા (કોટડા નાયાણી), આર.ડી.જાડેજા (રાજકોટ), તેજુભા જાડેજા (પ્રમુખશ્રી જામકંડોરણા રાજપુત સમાજ), હેમંતસિંહ (ચરેલ), અનિરૂધ્ધસિંહ (ચરેલ), ભુપેન્દ્રસિંહ (વાવડી), મહિલા અગ્રણીઓ સર્વશ્રી માયાબા જાડેજા, ભાર્ગવીબા ગોહીલ, સુલેખાબા જાડેજા અને નૈનાબા જાડેજાએ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વર્ણવી હતી.
(3:58 PM IST)










