<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

સૌરાષ્ટ્રના સિનિયર ધારાશાસ્ત્રી , રાજકોટ બાર એસો.ના પૂર્વ પ્રમુખ,બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ વાઇસ ચેરમેન એન,એસ,ભટ્ટનું દુઃખદ નિધન

સૌરાષ્ટ્રના સીનીયર ધારાશાસ્ત્રી રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને  બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના પૂર્વ ચેરમેન અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ વાઇસ ચેરમેન એન. એસ. ભટ્ટ સાહેબ તે, સ્વ.ધીમંતભાઈ ,(એડવોકેટ) એડવોકેટ યતીનભાઈ ભટ્ટ તથા જસ્ટિસ સંદીપભાઈ ભટ્ટ  તેમજ એડવોકેટ ધૈર્યવાન ભટ્ટ અને હર્ષિત ભટ્ટ ના દાદાજી નું દુઃખદ અવસાન થયેલ છે.

રાજકોટના સિનિયર એડવોકેટ નટવરલાલ શંકરલાલ ભટ્ટ(એન.એસ. ભટ્ટ) તથા સ્વ. ધિમંતભાઈ; યતીનભાઈ (એડવોકેટ) તથા (જસ્ટીસ) સંદિપભાઈ ના પિતાજી તેમજ યેશા; પાર્થ; અને ધૈર્યવાન ( એડવોકેટ) ખુશાલી અને હર્ષિત ના દાદા અને વસંતભાઈ અને જયેશભાઇ કાકા તથા ભારતીબેન; પ્રકાશભાઈ; સ્વ. કિશોરભાઇ; કમલેશભાઈ; સ્વ. ચેતનભાઈ જોષીના બનેવી તા.૮/૧૨/૨૦૨૪ રવિવારે દેવલોક પામ્યા છે.

 સદગતની અંતિમયાત્રા રવિવારે બપોરે ૪-૦૦ વાગ્યે યોગીઅમૃત એપાર્ટમેન્ટ,  લીંબૂડીવાડી રોડ સોજીત્રાનગર પાણીના ટાકાની પાસે,  રૈયારોડ, રાજકોટથી નીકળી હતી 

  એડવોકેટ યતીનભાઈ ભટ્ટ(મોં,  98259 45677)

(11:07 PM IST)