તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
રાજકોટ બાર એસો.ના પૂર્વ પ્રમુખ ગુજરાત બાર કાઉ.ના પૂર્વ ચેરમેન બી.સી.આઇના પૂર્વ વાઇસ ચેરમેન એડવોકેટ એન.એસ. ભટ્ટનું અવસાન

રાજકોટ- વાંકાનેર- મોરબી સાથે અતુટ નાતો ધરાવતા જુની પેઢીના પ્રમુખ ધારાશાષાી અને હાઇકોર્ટ જજ સંદિપભાઇ એડવોકેટ યતિન ભટ્ટના પિતાશ્રી એન.એસ. ભટ્ટની વિદાયથી વકીલ સમાજમાં ગમગીની છવાઇ...
રાજકોટ તા.૯: સૌરાષ્ટ્રના સીનીયર ધારાશાષાી રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ વાઇસ ચેરમેનશ્રી એન. એસ. ભટ્ટ સાહેબ તે સ્વ.ધીમંતભાઈ (એડવોકેટ), એડવોકેટ યતીનભાઈ ભટ્ટ તથા ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપભાઈ ભટ્ટના પિતાશ્રી તેમજ એડવોકેટ ધૈર્યવાન ભટ્ટ અને હર્ષિત ભટ્ટના દાદાજીનું રવિવારે વહેલી સવારે (ઉ.વ.૮૭) વર્ષની વયે દુઃખદ અવસાન થયેલ છે.
સ્વ. ભટ્ટ વકીલાતના વ્યવસાયમાં જોડાયા પહેલા રાજકોટની સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા હતા. અને ૧૯૬૭માં રાજકોટના જૂની પેઢીના સીનીયર ધારાશાષાી સ્વ. નલીનભાઈ દવેના માર્ગદર્શન હેઠળ વકીલાતના વ્યવસાયનો પ્રારંભ કરેલ હતો.
સ્વ. ભટ્ટ મૂળ વાંકાનેરના વતની હોવાથી તેઓ રાજકોટ ઉપરાંત મોરબી વાંકાનેરની અદાલતોમાં વરસોથી કેસોમાં ઉપસ્થિત રહેતા હતા. તેઓએ મુખ્યત્વે સિવિલ અને રેવન્યુ સાઈડના કાયદામાં નિપુણતા પ્રાપ્ત કરેલી હતી. રાજકોટની રાષ્ટ્રીયકળત બેન્કો; સહકારી બેંકો, તેમજ ઘણી વૈધાનીક સંસ્થાઓના લીગલ એડવાઇઝર તરીકે હતા. સ્વ.ભટ્ટ મિલનસાર અને ઉપયોગી થવાની ભાવનાવાળા; બિન વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા હતા.
સ્વ. ભટ્ટની વકીલાતના વ્યવસાયમાં ખુબજ લોકચાહનાના કારણે તેઓ રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે બે વાર ચૂંટાયેલા હતા. એટલુંજ નહીં તેઓ ૧૯૮૮માં પ્રથમવાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર તરીકે ચૂંટાયેલા હતા. તે જ ટર્મમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી ચુકયા છે. ત્યારબાદ ૧૯૯૪;૨૦૦૦ તેમજ ૨૦૦૬ એમ કુલ મળીને ચાર ટર્મ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મેમ્બર તરીકે ચૂંટાયેલા હતા. અને તેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિ તરીકે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર તરીકે પણ ચુટાયેલા હતા. અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી ચુકયા છે. સ્વ. ભટ્ટના અવસાનના સમાચારની જાણ થતા રાજકોટના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ; રાજકોટના વિવિધ ક્ષેત્રના વકીલો; ગુજરાત હાઈકોર્ટના તેમજ જીલ્લા અદાલતના ન્યાયાધીશશ્રીઓ સદગતના પાર્થિવદેહને અંતિમ શ્રધ્ધા સુમન અર્પણ કરવા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એન.એસ. ભટ્ટના એક પુત્ર એડવોકેટ ધીમંત ભટ્ટનું વર્ષો પહેલા અવસાન થયેલ, બીજા પુત્ર સંદિપ ભટ્ટ ગુજરાત હાઇકોર્ટના હાઇકોર્ટ જજ છે. ત્રીજા પુત્ર યતિનભાઇ એડવોકેટ છે.
સદગતની અંતિમયાત્રામાં સીનીયર એડવોકેટશ્રી અનિલભાઈ દેસાઈ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી કમલેશભાઈ જોષીપુરા, તુલસીદાસ ગોંડલીયા, મહર્ષિભાઈ પંડ્યા, પ્રવીણભાઈ વસાવડા, જયદેવભાઈ શુક્લ, સંજયભાઈ વ્યાસ, પ્રશાંતભાઈ જોષી, કમલેશભાઈ શાહ, દિપકભાઇ ભીમાણી, પી.સી. વ્યાસ, દિલીપભાઈ જોષી, પંકજભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
સદગતની અંતિમયાત્રા રૈયારોડ લીંબૂડીવાડી મેઈન રોડ ઉપર આવેલા તેમના નિવાસસ્થાનેથી નીકળી રૈયા સ્મશાનગળહ ખાતે સદગતના અંતિમ સંસ્કાર કરવામાં આવેલ હતા
(11:35 AM IST)










