તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
શાપર-વેરાવળમાં પેટ્રોલ પંપના ભાગીદારને લુંટી લેનાર રાજકોટનાં ૪ શખ્સોના રીમાન્ડ મંગાયા
રૂરલ એલસીબી તથા શાપર-વેરાવળ પોલીસે ગણત્રીના કલાકોમાંજ ભેદ ઉકેલી બે સગીર સહિતનાને ઝડપી લીધા

રાજકોટ તા. ૯: શાપર-વેરાવળમાં પેટ્રોલ પંપના ભાગીદારને લુંટી લ.ેનાર બે સગીર સહિત રાજકોટના ૪ શખ્સોને રૂરલ ક્રાઇમ બ્રાંચ તથા શાપર-વેરાવળ પોલીસે દબોચી લઇ રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ શાપર-વેરાવળમાં ગોંડલ રોડ ઉપર આવેલ ઓમ પેટ્રોલીયમના ભાગીદાર હર્ષદભાઇ હરીભાઇ કાલરીયા રે. કાંગશીયાળીએ પોતાની ફરિયાદ જાહેર કરેલ કે કોઇ ત્રણ અજાણ્યા ઇસમો તેના મોટર સાયકલમાં આવી ફરીયાદીના એકટીવા મો.સા. આડુ તેનું મો.સા. નાખી ફરીયાદીને ઉભા રાખી દઇ ફરીયાદીને છરી બતાવી છરી મારવાની ધમકી આપી ફરિયાદીનું એકટીવા મો.સા. રજી. નં. જીજે-૧૧-સીપી-૧૬૩૧ કી. રૂ. પ૦,૦૦૦/- તથા મો.સા.ની સીટ નીચે રાખેલ રોકડ રૂ. ૧,૦પ,૦૦૦/- તથા વીવો કંપનીનો મોબાઇલ ફોન કી. રૂ. પ,૦૦૦/- તેમ કુલ રૂપિયા ૧,૬૦,૦૦૦/-ની લુંટ કરી નાસી ગયેલ હોવાની ફરીયાદ આપતા જે અંગે શાપર (વે.) પોલીસેગુન્હો દાખલ કરેલ છે.
દરમિયાન જયપાલસિંહ રાઠોડ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ ગ્રામ્ય તુરત જ ગુન્હો ડીટેકટ કરી આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જેના અનુસંધાને એલ.સી.બી. શાખાના પો. ઇન્સ. વી. વી. ઓડેદરા, એસ.ઓ.જી. શાખાના પો. ઇન્સ. એફ. એ. પારગી તથા શાપર (વે.) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. આર. બી. રાણા એલ.સી.બી. એસ.ઓ.જી. તથા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમો બનાવી ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સ આધારે તપાસ કરી આરોપીઓની હકીકત મેળવી ગણતરીની કલાકોમાં જ આરોપી (૧) શાહરૂખ અકબરઅલી અન્સારી ઉ.વ.૨૨ ધંધો.મજરીકામ રહે.રાજકોટ પ્રણામી ચોક, આર.કે. પાનની બાજુમાં શેરી, (ર) રાહીલ હમીરભાઇ નારેજા ઉ.વ.૧૯ ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.રાજકોટ, કોઠારીયા સોલવન્ટ કાંગશીયાળી રોડ, રસુલપરા શેરી નં.૧૭ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોરને લુંટમાં ગયેલ. રોકડ રૂ.૧,૦૫૦૦૦/-, એકટીવા મોટર સાયકલ રજી.નં.જીજે.૧૧.સીપી-૧૬૩૧ કી.રૂ.૫૦,૦૦૦, વીવો કંપનીનો મોબાઇલ ફોન કી.રૂ.૫,૦૦૦/-, એકટીવા મોટર સાયકલ રૂ.૭૦,૦૦૦ તથા સ્વીફટ કાર રજી. નં.જીજે.૦૩.એનકે. ૬૮૫૫ કી.રૂ.૫,૦૦,૦૦૦/- કબ્જે કરી હતી.
પકડાયેલ આરોપીઓને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરનાર છે.
આ કાર્યવાહી એલસીબી રાજકોટ ગ્રામ્યના પીએસઆઇ એચ.સી. ગોહિલ, એ.એસ.આઇ. રવીદેવભાઇ બારડ, બ્રીજરાજસિંહ જાડેજા, વકારભાઇ આરબ, પો.હેડકોન્સ.ભગીરથસિંહ જાડેજા, વિપુલભાઇ ગુજરાતી, વાઘાભાઇ આલ, પો.કોન્સ.પ્રકાશભાઇ પરમાર, મેહુલભાઇ સોનરાજ, મહીપાલસિંહ ચુડાસમા, એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પો.સબ.ઇન્સ. બી.સી. મિયાત્રા, એ.એસ.આઇ. જયવિરસિંહ રાણા, પો.હેડકોન્સ.પ્રહલાદસિંહ જાડેજા, શીવરાજભાઇ ખાચર, અરવિંદભાઇ દાફડા, વિજયગીરી ગોસ્વામી તેમજ શાપર-વેરાવળ પો.સ્ટેના પો.સબ.ઇન્સ. જી.બી. જાડેજા, એ.એસ.આઇ. વિરભદ્રસિંહ વાઘેલા, પો.હેડકોન્સ. ક્રિપાલસિંહ રાણા, મહેન્દ્રભાઇ ધાધલ, તુષારસિંહ જાડેજા, જયદિપસિંહ વાઘેલા, મયુરસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ગોહિલ, પો.કોન્સ.લગધિરસિંહ જાડેજા, અલ્પેશભાઇ ડામસીયા તથા પીયુશભાઇ અઘેરા દ્વારા કરવામાં આવે લછે.
(4:36 PM IST)










