તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
ઓશો ગીતા નિવેદીતા ધ્યાન મંદિરે ગુરૂવારથી ઓશો કલ્ચર સેન્ટર અને કરાઓકે મ્યુઝિકલ કલબનો પ્રારંભ

રાજકોટ તા.૯ : શહેરના કિશાનપરા ચોકખાતે આવેલ ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિરે બે નવા કેન્દ્રોનો પ્રારંભ થઇ રહ્યો છે. ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે ઓશોએ જીવનને આનંદ અને ઉત્સવનો પર્યાય કેમ બનાવો તે માટે આપેલ સૂત્ર ‘‘ઉત્સવ અમાર નીતી, આનંદ અમાર ગૌત્ર'' ને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા આ સેન્ટર પર વિવિધ પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે. જેમા હવે બે નવા વિભાગો ઓશો કલ્ચર સેન્ટર અને ઓશો કરાઓકે મ્યુઝિકલ કલબ શરૂ થવા જઇ રહ્યા છે.
તા.૧૧ ડિસેમ્બરના ઓશો જન્મોત્સવની ભાવસભર ઉજવણી કરાશે. શિબિર ૩ થી ૮ ચાલશે. એ દરમિયાન ઓશો કલ્ચર સેન્ટર તથા કરાઓકે મ્યુઝીકલ કલબની સ્થાપના કરવામાં આવશે. ત્યાર બાદ તા.૧૨ ડિસેમ્બરના ગુરૂવારથી નિયમિત સાંજે ૪ થી ૬ પ્રવૃતિઓ ધમધમશે.
ઓશો કલ્ચર સેન્ટરમાં આરોગ્ય, કલા સાહિત્ય, સંગીત, યોગસ્થાન, વિજ્ઞાાન અને આરોગ્ય એમ વિવિધ પ્રવૃતિઓ કરાશે. જ્યારે કરાઓકે મ્યુઝીકલ કલબમાં ગીત સંગીતની પ્રવૃતિ થશે. વસુધેવ કુટુંબકમના ભાવ સાથે નાત જાતનાં ભેદભાવ વગર દરેક સંપ્રદાયના વર્ગને પ્રવેશ અપાશે.
હાલ કરાઓકે કલબ સોમ થી શનિ સાંજે ૪ થી ૩ નિયમિત ચાલશે. જેમાં માં દેવ ઓજા (ડો.કિંજલ પરમાર) સેવા આપશે. જેઓ ફિલ્મોમાં પ્લેબેક સીંગર તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે.
જ્યારે કલ્ચરલ સેન્ટરના શૈક્ષણિક સેવાકીય વિભાગમાં અંતરયાત્રી (હેમલબેન દવે) સેવા આપશે. તેઓ હાલ ઓજસ્વીની ફાઉન્ડેશનના ચેરમેન તરીકે પણ સેવારત છે. સાથો સાથ કાઉન્સેલીંગ સેન્ટરના માધ્યમથી વિધાર્થીઓ અને વાલીઓને આ કેન્દ્ર પર જરૂરી માર્ગદર્શન પૂરૂ પડાશે.
યોગ સેન્ટરમાં પ્રેમનંદની (નીના જોષી) ધ્યાન અને યોગ અંગે માર્ગદર્શન આપશે. જેમાં ઓશોના ધ્યાન તેમજ ઓલ મેડીટેશન દરરોજ સવારે ૭ થી ૮ કરાવવામાં આવે છે.
આ પ્રવૃતિમાં જોડાવા કે સહભાગી થવા વધુ માહિતી માટે નાં પ્રેમ નંદીની (નીતા જોષી) (મો. ૯૮૨૪૫ ૮૪૪૨૨) માં અંતર યાત્રીી (હેમલ દવે) (મો. ૮૭૮૦૭ ૧૩૧૫૦), સ્વામી જીવન ઉત્સવ (સ્વામી અંબીરશ મોદી) (મો. ૭૭૭૯૦ ૯૪૫૮૪) નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘‘અકિલા'' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા સ્વામી જીવન ઉત્સવ (અંબરીશ મોદી), માં અંતર યાત્રી (હેંમલબેન દવે), માં પ્રેમનંદીની (નીના જોષી) માં દેવઓજા (ડો.કિંજલ પરમાર) સ્વામી જીન સ્વરૂપ (રમણીકભાઇ આહ્યા) અને સ્વામી સત્યપ્રકાશજી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:55 PM IST)










