તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
સૂચિત જંત્રીનો ભાવ વધારો મુલત્વી રાખો રાજકોટ ચેમ્બરની રજુઆત

રાજકોટ, તા.૯: ગુજરાત રાજયનો વિકાસ દિન-પ્રતિદિન ખુબ જ ઝડપથી વધી રહયો છે અને દેશના અર્થતંને વેગવંતુ બનાવવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહયું છે. હાલમાં રાજય સરકાર દ્વારા જંત્રીના સુચિત દરોમાં જંગી વધારો કરવામાં આવ્યો છે. ᅠઆવા જંગી વધારાના કારણે રાજયનો વિકાસ રૂંધાય જશે તેવું સ્પષ્ટપણે અમારૂં માનવું છે અને મોંધવારીમાં પણ વધારો થવા પામશે.
રાજયમાં જંત્રીના જંગી ભાવ વધારાને કારણે સમગ્ર રાજયના વેપાર-ઉદ્યોગકારો તથા આમ જનતાને ખુબ જ હાલ્લાકી પડી શકે તેમ છે. તેમજ જે લોકો નવા સ્ટાર્ટઅપની શરૂઆત કરી રહયા હોય તેઓને પણ ઔદ્યોગીક એકમો સ્થાપવામાં ખુબ જ મુશ્કેલી પડી શકે તેમ છે. સાથો સાથ મા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જે નેમ છે કે દરેક ને પોતાનું ‘ઘર નું ઘર' મળી રહી તેમાં પણ આ જંત્રીના વધારાના દર અડચણરૂપ સાબિત થશે.
તેથી સરકારશ્રીને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે કે હાલ જે જંત્રીના સુચિત જંગી ભાવ વધારાનું અમલીકરણ કરવામાં આવનાર છે તે મુલત્વી રાખવું અને સ્ટેપ બાય સ્ટેપ દરવર્ષ મુબજ ૫% થી ૮% જેટલો વધારો કરવામાં આવે અને તે મુજબની સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવે તો રાજયની પ્રજા ઉપર આવા કમરતોડ ભાવ વધારાનો બોજ સહન કરવો ન પડે. આનાથી સરકારશ્રીની રેવન્યુની આવકમાં કોઈપણ જાતની નુકશાની થશે નહી અને રાજયની પ્રજાને પણ નુકશાની ભોગવવી ન પડે. સાથો સાથ સુચિત જંત્રીદર સામે વાંધા સુચનો રજુ કરવામાં પણ ઘણી વિસંગતતાની સાથે મુશ્કેલીઓ, ટેકનીકલ સમસ્યાઓ ઉદભવી રહી છે. વધુમાં હાલની જંત્રીમાં એરીયાવાઈઝ પણ ઘણી વિસંગતતાઓ છે તે માટે પણ યોગ્ય ચકાસણી કરીને તેને દુર કરવા અને વાંધા સુચનો સાંભળ્યા બાદ જ અમલીકરણ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મા. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે
(2:58 PM IST)










