<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

બાન લેબ પરિવારમાં શ્રીનાથદ્વારાની ધ્‍વજા આરોહણના ‘શાહી' મહોત્‍સવ બાદ લગ્નોત્‍સવ ઉજવાશે

ઉકાણી પરિવારની લાડલી રાધા અને ફીલ્‍ડમાર્શલ ગ્રુપના રીશીના લગ્ન : શ્રીનાથદ્વારા ધ્‍વજાજીની પધરામણી બાદ ઉકાણી પરિવારમાં લગ્નોત્‍સવ યોજાશે રાજકોટમાં રીંગ સેરેમની સહીતના પ્રસંગો : બાન-ઉકાણી પરિવારના લગ્નોત્‍સવમાં દેશભરના દિગ્‍ગજ રાજકીય નેતાઓ, સામાજીક આગેવાનોને આમંત્રણ : દાનવીર ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણીને ત્‍યાં ‘હરખ ના તેડા' દેશ-વિદેશના મહેમાનો લગ્નોત્‍સવ માણશે : ઇશ્વરીયા દ્વારકાધીશ ફાર્મ ખાતે વૃંદાવન ધામમાં ‘મનોરથ'માં જાહેર જનતાને આમંત્રણ : શાહી લગ્નોત્‍સવ પૂર્વે ત્રણ દિવસનો દિવ્‍ય-ભવ્‍ય-નવ્‍ય મનોરથ મહોત્‍સવનું ઉકાણી પરિવાર દ્વારા આયોજન

રાજકોટ તા. ૯ : સૌરાષ્‍ટ્રના અગ્રણી ઉદ્યોગપતિ અને રાજકોટની શાન સમા જાણીતા દાનવીર પરિવાર બાનલેબ પરિવાર બાનલેબ-ઉકાણી પરિવાર માં પુત્રીના લગ્નની શરણાઇઓ ગુંજવા લાગી છે. ઉકાણી પરિવાર દ્વારા રાજકોટના ઇશ્વરીયા ખાતે યોજાનારા આ ‘શાહી' લગ્નોત્‍સવમાં દેશ-વિદેશના મહેમાનોને લગ્નમાં સામેલ થવા ભાવભર્યુ નોતરૂ મોકલવામાં આવ્‍યુ છે. ગુજરાતમાં પ્રથમવાર ‘યુરોપીયન' થીમ પર ખાસ તૈયાર કરવામાં આવેલ ભવ્‍યાતિભવ્‍ય મંડપમાં પરિવારના મોંઘેરા મહેમાનો સામેલ થઇ આ શાહી લગ્નોત્‍સવ માણશે. ઉપરાંત લગ્નસ્‍થાને ઉભા કરવામાં આવેલ ‘વળંદાવન ધામ'માં ત્રણ દિવસીય મનોરથ વૈષ્‍ણવો તથા જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર માટે આ લગ્નોત્‍સવ અનોખા અને યાદગાર બની રહેશે.

છેલ્લા છ દાયકાથી તબીબી વ્‍યવસાયને માનવસેવામાં તબદીલ કરી હજારો દર્દીઓના દિલમાં ચાહના મેળવનાર, બાનલેબના સ્‍થાપક, પાણીદાર પાટીદાર સમાજના મોભી, જાણીતા દાનવીર, મુંઠી ઉંચેરા માનવી ડો. ડાયાભાઇ પટેલના પરિવારમાં યોજાનારા અનોખા લગ્નોત્‍સવની વિગત જોઈએ તો, યુવા ઉદ્યોગપતિ, દ્વારકાધીશના પરમ ભકત,જગતમંદિર દ્વારકાના ટ્રસ્‍ટી, ઉમિયાધામ સિદસરના ચેરમેન, રાજકોટ સહીત સૌરાષ્‍ટ્રની ૧૦૦ થી વધુ સંસ્‍થાઓ સાથે જોડાયેલા મૌલેશભાઈ ઉકાણી તથા સોનલબેન ઉકાણીની લાડકી દિકરી ચિ. રાધાના લગ્ન સૌરાષ્‍ટ્રના જાણીતા ઉદ્યોગગુહ, દાતા પરિવાર નીતીનભાઈ પોપટભાઈ પટેલના પુત્ર ચિ. રીશી સાથે યોજાશે. આજથી એક દાયકા પૂર્વ બાન લેબ પરિવાર દ્વારા લવ નટુભાઈ ઉકાણીના જાજરમાન લગ્નોત્‍સવની થીમ તૈયાર કરનાર તથા ૫ વર્ષ પૂર્વ ઇશ્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે ‘કળષ્‍ણચરિત્ર સપ્તાહ'ની ભવ્‍ય થીમ તૈયાર કરનાર એજન્‍સી દ્વારા છેલ્લા બે મહીનાથી આ લગ્નોત્‍વની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આયુર્વેદના વિવિધ ઉત્‍પાદનોમાં દેશ-વિદેશ માં ડંકો વગાડનાર બાનલેબ પરિવાર ઉકાણી પરિવારના લગ્નોત્‍સવની ગુજરાતમાં પ્રથમવાર ‘યુરોપીયન'ની થીમ પર ઉજવણી થશે. ચુંનીદા કારીગરો પાસે આકર્ષક અને મનમોહક ડીઝાઇનમાં થીમ તૈયાર થઇ રહી છે.

રાજકોટની ભાગોળે ઈશ્વરીયામાં દ્રારકાધીશ ફાર્મ ખાતે યોજાનારા બાનલેબ- ઉકાણી પરિવારના ‘શાહી લગ્નોત્‍સવમાં' દેશ-વિદેશના મહેમાનો ઉપરાંત દેશભરના દિગ્‍ગજ રાજકીય -સામાજીક હસ્‍તીઓ ને આમંત્રણ આપવામાં આવી રહયાની વિગતો આપતા બાનલેબના યુવા ડાયરેકટરો લવ નટુભાઈ ઉકાણી અને જય મૌલેશભાઈ ઉકાણી એ જણાવ્‍યુ છે કે અમારા પરિવારની લાડકી રાધાના લગ્નોત્‍સવ તેમજ ત્રણ દિવસીય મહોરથ મહોત્‍સવ માટે અદભુત અને અનોખું પ્‍લાનીંગ ચાલી રહયુ છે. અનેક વેડીંગ એજન્‍સીઓને વિવિધ કામગીરી સોંપાઈ ચુકી છે.

આ શાહી લગ્નોત્‍સવમાં આમંત્રીત મહેમાનો ઉપરાંત ઉકાણી પરિવાર દ્વારા અનોખો ત્રિદિવસીય મનોરથ યોજાશે ઉકાણી પરિવારની લાડકી ચિ. રાધાના લગ્ન-સંગના ભાગરૂપે લગ્નોત્‍સવ પૂર્વ આગામી તા. ૭,૮,૯ જાન્‍યુઆરી ના રોજ વળંદાવન ધામ ખાતે ભવ્‍ય મનોરથ યોજાશે. મૌલેશભાઈ ઉકાણીના જણાવ્‍યા અનુસાર આગામી તા. ૬ જાન્‍યુઆરી એ વૈષ્‍ણવો ના તીર્થ ધામ શ્રીનાથદ્વારાની લાંબા અંતરાળ બાદ ગુજરાતમાં પ્રથમવાર શ્રીનાથજી ની ધ્‍વજાજી આરોહણ ઉત્‍સવ યોજાશે. જેમાં શ્રી નાથદ્વારા થી આવેલ ‘ધ્‍વજાજી' નું વાજતે-ગાજતે સામૈયુ કરી ‘વળંદાવન ધામ' ખાતે લઇ જવાશે. રાજકોટ સહીત સૌરાષ્‍ટ્રમાં વૈષ્‍ણવોના તીર્થધામ નાથદ્વારાની ધ્‍વજાજીના આરોહણનો અન્નય અને અદભૂત પ્રસંગ ઉજવાશે.

લગ્નોત્‍સવ પૂર્વ ઉકાણી પરિવાર દ્વારા વેષ્‍ણવો તથા જાહેર જનતા માટે યોજાનારા ત્રિદિવસીય મનોરથ માટે ખાસ ઉભા કરાયેલા વળંદાવનધામમાં દ્વારકાધીશ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, શ્રીનાથજીના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, ગીરીરાજ પર્વતની આબેહુબ પ્રતિકળતિ ઉભી કરવામાં આવી રહી છે. શ્રીનાથદ્વારા મંદિરના બાવાશ્રીઓનું માર્ગદર્શન મળી રહ્યુ છે. ત્રિદિવસીય મનોરથ યોજાશે જેમાં તા. ૭ જાન્‍યુ.ના છપ્‍પન ભોગ મનોરથ, તા. ૮ જાન્‍યુઆરીના ગૌ-ચરણ મનોરથ, તા. ૯ જાન્‍યુના દિપદાન મનોરથ યોજાશે. તા. ૭ થી ૯ દરમ્‍યાન યોજાનારા ત્રિદિવસીય મનોરથ માં પધારવા સર્વે વૈષ્‍ણવો તથા જાહેર જનતાને બાનલેબ તથા ઉકાણી પરિવારનું ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્‍યુ છે.

ઉકાણી પરિવાર દ્વારા ત્રીદિવસીય મનોરથ માટે વળંદાવન ધામ તથા તા. ૧૧ થી શરૂ થનાર અનોખા અને યાદગાર લગ્નોત્‍સવ માટે યુરોપીયન થીમ નો વિશાળ સેટ તૈયાર થઈ રહયો છે. વળંદાવનધામની પાવન ભૂમીમાં મનોરથમાં કાર્યક્રમ સવારે ૮:૩૦ થી અને સાંજે ૪:૩૦ થી ૮:૩૦ દર્શન તથા ધ્‍વજાજી આરોહણના પ્રસંગો ભવ્‍યાતિભવ્‍ય રીતે ઉજવવાનું આયોજન થઇ રહ્યુ છે. રાજકોટની જનતાને ૧૦ વર્ષ પૂર્વ ઘેલુ લગાડનાર અનોખા લગ્નની ઉજવણી અને ૫ વર્ષ પૂર્વ ‘કળષ્‍ણચરિત્ર કથા' સપ્‍તાહમાં ભવ્‍ય વિશાળ સેટ સાથેનું યાદગાર આયોજનની ભેટ આપનાર બાનલેબ ઉકાણી પરિવાર દ્વારા આગામી જાન્‍યુઆરી - ૨૦૨૫માં વધુ એક યાદગાર લગ્નોત્‍સવની ઉજવણી કરશે. (૩૭.૯)

બાન લેબના મૌલેશભાઈ ઉકાણી અને ફિલ્‍ડ માર્શલના નીતીનભાઈ કણસાગરા ‘વેવાઈ' બન્‍યા

રાજકોટ : હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્‍યારે સૌરાષ્‍ટ્રના દિગ્‍ગજ ઉદ્યોગપતિઓને ત્‍યાં લગ્નની શરણાઇઓ વાગી છે. અનેક સંસ્‍થાઓમાં દાનની સરવાણી વહાવનાર બાનલેબ ગ્રુપના મૌલેશભાઈ ઉકાણી તથા ફિલ્‍ડમાર્શલ ગ્રુપના નીતીનભાઈ કણસાગરા વેવાઇ બન્‍યા છે. પાટીદાર સમાજ સહીત અન્‍ય સમાજની વિવિધ સંસ્‍થાઓના દાતા ઉદ્યોગપતિ, મૌલેશભાઇ ઉકાણીની લાડકી દિકરી ચિ. રાધાના લગ્ન ફીલ્‍ડમાર્શલ ગ્રુપના રીશી નીતીનભાઈ કણસાગરા સાથે જાન્‍યુઆરી-૨૦૨૫માં યોજાશે.

અત્રે નોંધનીય છે કે જગતમંદિર દ્વારકામાં કાળીયા ઠાકરના સાનીધ્‍યમાં ચિ. રાધા અને ચિ. રીશીના ગોળ ધાણા કરી બંને પરિવારોએ આ સંબંધને સહર્ષ વધાવ્‍યો હતો. નાથદ્વારાના મોતીમહેલમાં જુજ પારીવારીક પ્રસંગો ઉજવાય છે. દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણી બાદ તાજેતરમાં જ મૌલેશભાઈ ઉકાણીની લાડકી દિકરી ચિ. રાધાની ચુંદડી ઉત્‍સવ નાથદ્વારાના મોતી મહેલ ખાતે યોજાયો હતો જે સવિશેષ યાદયાર બની રહયો હતો.

(3:29 PM IST)