<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

ગીતા નિવેદીતા ધ્‍યાન મંદિરે નિઃશુલ્‍ક ઓશો ધ્‍યાન શિબિર

બુધવારે ઓશોના ૯૪મા જન્‍મદિવસ નિમિતે રાજકોટમાં ૨૦૨૫ના ઓશો ડાયરી - કેલેન્‍ડરનું વિમોચન : હૃદયાંજલી પુષ્‍પાંજલી અને મ્‍યુઝીકલ ઓરકેસ્‍ટ્રાની રમઝટ

ધ્‍યાન શિબિરનું સંચાલન : ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર, ઓશો ગીતા નિવેદીતા ધ્‍યાન મંદિરના સંચાલક, ટ્રસ્‍ટી, એક્‍ઝીકયુટર સ્‍વામી સત્‍ય પ્રકાશ કરશે * ૨૦૨૫ની ડાયરી - કેલેન્‍ડરનું વિમોચન સ્‍વામી યોગ વિવેક (હિતેષભાઈ રાઠોડ), સ્‍વામી બૌધિ આનંદ (એડવોકેટ મૌલિકભાઈ ફળદુ), નિર્વાણ સ્‍વામી જીવન અર્ચન (ખીમજીભાઈ વી. ચોટલીયા) * હૃદયાંજલી, પુષ્‍પાંજલી, જન્‍મદિન નિમિતે ઓશો કિર્તન સાથે જમ્‍બો કેક કટીંગ * ઓશો કલ્‍ચર સેન્‍ટર તથા ઓશો કરાઓકે મ્‍યુઝીકલ કલબની સ્‍થાપના * રાધિકા મ્‍યુઝીકલ ગ્રુપના ઓર્ગેનાઈઝર રક્ષા જોષી સાથી કલાકારોનો વિશેષ કાર્યક્રમ, કાર્યક્રમ સંચાલિકા : પૂર્વી દીદી (મા પૂર્વી પ્રકાશ) * સંપૂર્ણ શિબિરમાં સહભાગી થવુ હોય તેઓ જ નામ નોંધણી કરાવે : નામ નોંધણી શરૂ

રાજકોટના હૃદયસમા કિસાનપરા ચોકમાં આવેલ ઓશો ગીતા નિવૈદિતા ધ્‍યાન મંદિરે તા.૧૧ ને બુધવારના રોજ સંબુધ્‍ધ હૃદયસ્‍પર્શી સદગુરૂ ઓશોનો ૯૪ મા જન્‍મદિન નિમિતે ઓશો ધ્‍યાન શિબિર તથા વિવિધ કાર્યક્રમોનું આયોજન સ્‍વામિ સત્‍ય પ્રકાશ દ્વારા કરવામાં આવ્‍યું છે.

તા.૧૧ને બુધવારના રોજ બપોરના ૩ થી રાત્રીના ૮:૩૦ દરમિયાન ઓશો ધ્‍યાન શિબિરમાં ઓશોના વિવિધ ધ્‍યાન પ્રયોગ, હર સાલ પુના ઓશો આશ્રય દ્વારા નવ પ્રકાશીત ર૦રપ ડાયરી અને કેલેન્‍ડરનું વિમોચન સ્‍વામી યોગ વિવેક (હિતેષભાઇ રાઠોડ) તથા સ્‍વામી બૌધિ આનંદ (એડવોકેટ શ્રી મૌલીક ફળદુ) દ્વારા કરવામાં આવશે.

ગુરૂવંદના સાથે જન્‍મદિન હી મુબારક, ઓશો કિર્તન સાથે જમ્‍બો કેક કર્ટીગ. તા.૮ ને રવિવારના રોજ ઓશો પરિવારના ઓશોના જુના સન્‍યાસી સ્‍વામિ જીવન અર્ચન (ખીમજીભાઇ ચોટલીયા) નિર્વાણ પામ્‍યા છે. તેઓશ્રી ને ઓશો પરિવાર દ્વારા હૃદયાંજલી સાથે પુષ્‍પાંજલી અર્પણ કરવામાં આવશે.

ઓશો જન્‍મદિન પુના આશ્રમ વિડીયો સી.ડી. પર સંધ્‍યા સત્‍સંગ, ઓશો કલ્‍ચર સેન્‍ટર તથા ઓશો કરાઓકે મ્‍યુઝીક કલબની સ્‍થાપના કરવામાં આવશે. કાર્યક્રમ બાદ રાત્રે ૮:૩૦ વાગ્‍યે મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

મહાપ્રસાદ બાદ રાત્રે ૯ વાગ્‍યે રાધિકા મ્‍યુઝીકલ ગૃપના ઓર્ગેનાઇઝર રક્ષા જોષી તથા તેમના સાથી કલાકારો એચ.કે.લીયા, દિપા ચાવડા, મોરબીના ગાયત્રી જે.મીષાીના સુરીલા કંઠે જુના-નવા પિકચરનો ગીત-ગઝલ કવ્‍વાલીના વિશેષ કાર્યક્રમ છે.

ઉપરોકત ઓશો જન્‍મદિનની ઓશો ધ્‍યાન શિબીરમાં સહભાગી થવા ઓશો સન્‍યાસી પ્રેમીઓને સ્‍વામિ સત્‍ય પ્રકાશે હાર્દિક અનુરોધ કરેલ છે.

ખાસ નોંધઃ શિબિરમાં સહભાગી થવા માટે અગાઉથી નામ નોંધણી કરાવવી અત્‍યંત જરૂરી છે. નવા મેમ્‍બરોએ આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. આજીવન સભ્‍યોએ આધારકાર્ડની ઝેરોક્ષ આપવાની જરૂર નથી.

સ્‍થળઃ ઓશો ગીતા નિવેદીતા ધ્‍યાન મંદિર, કિસાનપરા ચોક, રાજુભાઇ ફુલવાળાની બાજુમાં, રેસકોર્ષ સામે, રાજકોટ.

વિશેષ માહિતી તથા નામ નોંધણી એસએમએસ દ્વારા કરાવવા માટે સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬ અને સંજીવ રાઠોડ મો.૯૮ર૪૮ ૮૬૦૭૦.

(3:09 PM IST)