તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
જનકલ્યાણ ટ્રસ્ટની સેવાકીય સફરનો એક વધુ માઇલસ્ટોનઃ ૬૦૦ ચક્ષુદાન સમાજને અર્પણ

રાજકોટ તા.૯: છેલ્લા ૭ વર્ષથી ચક્ષુદાન સ્કિન ડોનેશન, દેહદાન જેવી સમાજ સેવા કરી રહેલ જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ અત્યાર સુધીમાં ૬૦૦ ચક્ષુદાનનો ટાર્ગેટ પૂર્ણ કરી સેવા ક્ષેત્રે એક વધુ માઇલ સ્ટોન પાર કર્યો છે.
‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું કે જન જાગૃતિ માટે ૨૦૧૭ થી રાજકોટમાં યોજાતા લોકમેળામાં સ્ટોલ રાખી સવારે ૧૦ થી રાતના ૧૧ અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન,દેહદાનનો પ્રચાર પ્રસાર કરેલ અને સંકલ્પ પત્રો ભરેલ તેમજ સાંજે જુદા જુદા ફાયર સ્ટેશનોએ, જાહેર રસ્તાઓ, મંદિરો જેવી જગ્યાએ સાંજે ૫-૦૦ થી ૭-૦૦ બોર્ડ તથા બેનરો લઇ કાર્યકરો ઊભા રહે છે. તેવી જ રીતે સવારે વોકિંગ ઝોન વિસ્તારમાં જેવા કે રેસકોર્સ રિંગ રોડ, હનુમાન મઢી વગેરે જેવા સ્થળોએ બોર્ડ તથા બેનરો લઇ જનકલ્યાણ ટ્રસ્ટ ની ટીમ પ્રચાર પ્રસાર માટે ઉભી ૅરહી માહિતી સભર પેમ્પલેટનું વિતરણ કરે છે.
(3:09 PM IST)










