<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

વિદેશી દારૂના બે દરોડાઃ બે મકાનમાંથી રૂા. ૮૪ હજારના દારૂ સાથે બે પકડાયા

પીસીબીની ટીમે જય જવાન જય કિશાન સોસાયટીમાંથી ભાવેશ મકવાણા અને મહેશ્‍વરી સોસાયટીમાંથી એજાદ આદમાણીને દબોચ્‍યા

રાજકોટ, તા. ૦૯: મોરબી રોડ જય જવાન જય કિશાન સોસાયટી અને કોઠારીયા રોડ મેઇન રોડ પર મહેશ્‍વરી સોસાયટીમાં પીસીબીએ બાતમીના આધારે દરોડો પાડી બે મકાનમાંથી રૂા. ૮૪,૯૯૦ ની કિંમતના વિદેશી દારૂ સાથે બે શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટીમાં એક મકાનમાં વિદેશી દારૂનો જથ્‍થો હોવાની બાતમી મળતા પીસીબીના પી.એસ.આઇ. એમ.જે. હુણ તથા હેડ કોન્‍સ કે.આર. જાડેજા તથા કોન્‍સ યુવરાજસિંહ રાણા સહિતના સ્‍ટાફે જય જવાન જય કિશાન સોસાયટી શેરી નં. ૩ માં આવેલા મકાનમાં દરોડો પાડી રૂા. ૬૭,૩ર૦ ની કિંમતની વિદેશી દારૂની ૧ર૦ બોટલ સાથે ભાવેશ મગનભાઇ મકવાણા (ઉ.વ.ર૯) (રહે. જય જવાન જય કિશાન સોસાયટી શેરી નં. ૩) ને પકડી લીધો હતો.

જયારે બીજા દરોડામાં પીસીબીના હેડ કોન્‍સ કિરતસિંહ ઝાલા તથા કોન્‍સ વાલજીભાઇ જાડા ને બાતમી મળતા મહેશ્‍વરી શેરી નં. ર માં આવેલા મકાનમાં દરોડો પાડી રૂા. ૧૭,૬૭૦ ની કિંમતની વિદેશી દારૂની ર૪ બોટલ સાથે એજાદ ફારૂનભાઇ આદમાણી (ઉ.વ. ૩ર) (રહે. મહેશ્‍વરી શેરી નં.ર) ને પકડી લઇ વિદેશી દારૂની ર૪ બોટલ કબ્‍જે કરી હતી. આ કામગીરી ઇન્‍ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. જે. હુણ, પી.બી. ત્રાજીયા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડ કોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ધનશ્‍યામસિંહ ચૌહાણ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, રાહુલગીરી ગૌસ્‍વામી, ગીરીરાજસિંહ જાડેજા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.

(3:29 PM IST)