તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
સીલસીલો યથાવત...: હવે વોર્ડ નં. ૪ માં રહેવાસીઓ દ્વારા શ્રમિક બસેરાનો વિરોધઃ કામ અટકાવાયુ

રાજકોટ :.. શહેરના મવડી, રૈયા રોડ બાદ વોર્ડ નં. ૪ માં કુવાડવા રોડ બની રહેલ શ્રમિક બસેરાનો વિરોધ કરી સ્ટે. કમીટી ચેરમેન જયમીન ઠાકરને પત્ર પાઠવી રજૂઆત કરી હતી. ચેરમેન જયમીન ઠાકરે કામ અટકાવવા સુચના આપી હતી. આ અંગે વિસ્તારવાસીઓએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, શ્રમિક બસેરા દેવલોક પાર્ક સામે, ૮૦ ફિટ રોડ, કુવાડવા રોડ, વોર્ડ નં. ૪, ટી.પી. સ્કીમ નં. ૧૩ ના સામાજિક માળખાના સુવિધા માટેના પ્લોટમાં બનાવવામાં આવી રહ્યું છે.
આ શ્રમિક બસેરાની આસપાસ ૮ સોસાયટીઓ આવેલી છે. જેમાં દેવલોક પાર્ક, રેસિડેન્સિ. શિવ શકિત સોસાયટી એન.એન. પાર્ક. આર. કે. રેસિડેન્શિ, શાનદાર-૨ રેસિડેન્સિ, કિંજલ પાર્ક, સેફ્રોન હાઇટસ આવેલ છે. આ શ્રમિક બસેરા અહિ બનવાથીઆ વિસ્તારમાં ન્યૂસન્સ ઉભું થવાનો ડર રહેલો છે. ત્યારે આ અંગે યોગ્ય કરવા માંગ કરી હતી. (તસ્વીર :- અશોક બગથરીયા)
(3:44 PM IST)










