તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
ધરમનગરમાં ત્રીજા માળે રૂમમાં ફસાયેલા માસુમ બાળકને હેમખેમ બહાર કાઢયો

રાજકોટઃ શહેરના ધરમનગરમાં ત્રીજા ફ્લોર પર રહેતા સચીનભાઈ દુબેનો સવા વર્ષનો પુત્ર પાર્થ આજે બપોરે રૂમમાં સૂતો હતો ત્યારે તેની માતા બહાર કચરો ફેંકવા માટે ગયા હતા દરમિયાન પાર્થ ઉઠી જતા રમતા રમતા રૂમનો દરવાજો બંધ કરી દેતા લોક થઇ ગયો હતો. માતા પરત ફરતા રૂમ બંધ હોઈ અને ખૂલતો ન હોવાથી દેકારો મચાવતા રહેવાસીઓ સહિતના દોડી આવ્યા હતા અને ફાયરને જાણ કરી હતી. ફાયરની ટિમ સ્થળ પર તાત્કાલિક પહોંચી હતી એ પૂર્વે રહેવાસીઓએ દરવાજો ખોલી બાળકને હેમખેમ બહાર કાઢી લેતા પરિવારે અને રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
(3:44 PM IST)










