તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
પવનપુત્ર ચોક પાસે ટ્રાફીકને અડચણ રૂપ મંજૂરી વગર ૧૦ હિંચકા અને જમ્પીંગ લગાવનાર સદામ કુરેશી સામે ગુનો
પીજીવીસીએલની ટીમે તપાસ કરતા રૂા. ૧.૩૦ લાખની વીજચોરી પણ ઝડપાઇ પીજીવીસીએલએ બે કંપ્રેશર કબજે કર્યા રૂ. ૧.૩૦ લાખની વીજ ચોરીની ફરિયાદ

રાજકોટ તા. ૯: સોરઠીયા વાડી સર્કલ પાસે પવનપુત્ર ચોક પાસે કોઈ પણ મંજૂરી વગર એક શખસે દ્વારા ૧૦ જેટલા હિંચકા અને જમ્પિંગ ટ્રેમ્પોલીન લગાવી દીધા હતા. ટ્રાફિકજામ થતા ત્યાંથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી.સ્થાનિક લોકોએ આ શખસને અહીંથી આ દબાણ હટાવવા કહ્યું હતું.દરમિયાન ગઇકાલે જમ્પિંગ ટ્રેમ્પોલીન ચાલુ કરવા માટે ડાયરેક્ટ છેડા લગાવતા ઘડાકો થતા ગભરાટ ફેલાઇ ગયો હતો. જોકે કોઇ બાળક અહીં ન હોય સદભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી. બાદમાં આ મામલે ભક્તિનગર પોલીસના સ્ટાફે આ શખસ વિરૂદ્ધ ટ્રાફિકમાં અડચણરૂપ અને ભયજનક રીતે આ રાઇડ રાખવા અંગે ગુનો દાખલ કર્યો હતો.
આ ઘટના અંગે અહીં રહેતા જાગળત નાગરિક સંજયભાઈ બોરીચા નામના વ્યક્તિએ આક્ષેપ કર્યો હતો કે,અહીં પવનપુત્ર ચોક પાસે એક વ્યક્તિ દ્વારા બાળકોના સૌ પ્રથમ બે હિંચકા મુકયા હતા અને ત્યારે જ અહિંના સ્થાનિકોએ મહાનગર પાલિકાના દબાણ હટાવ શાખામાં જાણ કરતા તેઓ આ વ્યક્તિને સૂચના આપી જતા રહ્યા હતા.ત્યારબાદ આ વ્યક્તિ એ છેલ્લા ઘણા સમયથી બાળકોનું સૌથી મોટું જમ્પિંગ ટ્રેમ્પોલીન લાવે છે અને તેમાં એર(હવા) ભરવા માટે ત્યાં આવેલા સબસ્ટેશનમાં ડાયરેક્ટ છેડા આપવામાં આવે છે અને જેને લઇ તે બાળકોનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે.
ગઇકાલે સાંજના સમયે આ વ્યક્તિએ બાળકોનું જમ્પિંગ ટ્રેમ્પોલીન ચાલુ કરવા માટે ડાયરેક્ટ છેડા લગાવતા થોડી જ વારમાં ધડાકો થયો હતો.જોકે આ સમયે બાળકો ત્યાં હાજરના હોય મોટી ર્ઘટના ટળી હતી.બાદમાં પોલીસ બોલાવતા ભક્તિનગર પોલીસના હેડકોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ સહિતની ટીમ બનાવસ્થળે પહોંચ્યા હતા અને દૂધ સાગર રોડ પર લાખાજી રોડ પર રહેતા આ શખસ સદ્દામ યુનુસ કુરેશી(ઉ.વ ૩૪) સામે ટ્રાફિકને અડચણ રૂપ તેમજ જાહેરમાં વાહનોને નડતર રૂપ અંગે બાળકોના રમવાના સાધનો રાખવા અંગે ગુનો નોંધાયો હતો.
આ ઘટનાને લઇ પીજીવીસીએલની ટીમે તપાસ કરી હતી.દરમિયાન અહીં રૂ.૧.૩૦ લાખની વીજ ચોરી ઝડપાઇ હતી.હાલ આ મામલે અહીંથી બે કંપ્રેશર કબજે કરવામાં આવ્યા છે.આ શખસ સામે વીજ ચોરી અંગે પીજીવીસીએલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવશે. તેમ જાણવા મળ્યું છે
(4:39 PM IST)










