<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

રાજકોટમાં ત્રણ યુવાન અને એક મહિલાનું હાર્ટ એટેકથી મોત

 

રાજકોટ તા. ૯: શહેરના ચાર અલગ -અલગ વિસ્‍તારમાં ત્રણ યુવાન અને એક મહિલાને હાર્ટએટેક આવતા મોત થયા હતા.

મળતી વિગત મુજબ મોરબી રોડ પર જયજવાન જયકિશાન સોસાયટી પાસે પ્રજાપતિ નગરમાં રહેતા અલ્‍પેશભાઇ પ્રવિણભાઇ ચૌહાણ (ઉ.વ. ૩૬) રાત્રે પોતાના ઘરે હતા. ત્‍યારે  અચાનક બેભાન થઇ જતા તેનું સિવિલ હોસ્‍પિટલમાં મોત નિપજયું હતું  મૃતક અલ્‍પેશભાઇ મજૂરી કામ કરતા હતા તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જયારે બીજા બનાવમાં પેડકરોડ પર શકિત સોસાયટી ર માં રહેતા વિશાલભાઇ કેશુભાઇ કિયાડા રાત્રે પોતાના  ઘરે હતા. ત્‍યારે એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું મોત નિપજયું હતું. મૃતક વિશાલભાઇ બંગડીની મજૂરીકામ કરતા હતા. તેને સંતાનમાં એક પુત્ર છે આ અંગે બી ડીવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી જયારે ત્રીજા બનાવમાં માધાપર ચોકડી રેલવે ઓવર બ્રીજ પાસે ગોલ્‍ડ પ્‍લેટી કો. એપાર્ટમેન્‍ટમાં રહેતા ગીતાબેન વિનુભાઇ ધામેલીયા (ઉ.વ. ૫૩) સવારે પોતાના ઘરે હતા. ત્‍યારે એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું

મૃતક ગીતાબેનને સંતાનમાં બેપુત્રી અને એક પુત્ર  છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

જયારે ચોથા બનાવમાં નાનામવા જીવરાજાની ફલેટમાં રહેતા મુદલીયાર  સુબ્રમણી મદાલીંગમ (ઉ.વ. ૪૫) રાત્રે પોતાના ઘરે હતા. ત્‍યારે એકા એક બેભાન  થઇ જતા તેને સારવાર માટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. આ અંગે તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:50 PM IST)