તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
દિયર બીભત્સ માંગ કરતો હોવાની વાત કરતા પતિએ મારકુટ કરી પરિણીતાને કાઢી મૂકી
પરિણીતાની માલવીયાનગર પોલીસ મથકમાં પતિ અને દિયર સામે ફરિયાદ

રાજકોટ, તા.૯: સત્યસાંઈ રોડ પર માવતરના ઘરે રહેતી મહિલાને તેનો પતિ મેણાટોણા મારી ત્રાસ આપતો હોઈ અને દિયર તેનો હાથ પકડી બીભત્સ માંગ કરતો હોવાની વાત કરતા પતિએ શંકા કરી મહિલાને ઘરમાંથી કાઢી મુકતા માલવીયાનગર પોલીસમાં ફરિયાદ થઈ છે.
મળતી વિગત મુજબ સત્યસાંઈ મેઈન રોડ પર માવતરના ઘરે રહેતી મહિલાએ માલવીયાનગર પોલીસમાં કાલાવડ રોડ પર વિસ્તારમાં રહેતો પતિ અને દિયર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે છેલ્લા પંદર દિવસથી પોતાના માતા-પિતા સાથે રહે છે. પોતાના બાર વર્ષ પહેલા લગ્ન થયા. પોતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. લગ્ન બાદ પોતે સંયુકત પરિવારમાં રહેતા હતા. છેલ્લા દોઢ વર્ષથી પતિ અવારનવાર તને કાંઈ આવડતુ નથી મેણાટોણા મારી હેરાન પરેશાન કરતો હતો. ત્રણેક વર્ષ પહેલા પોતે ઘરમાં ઉપરના માળે એકલા હતા, ત્યારે દિયરનો રૂમ પણ બાજુમાં જ હોઈ ત્યારે દિયરે પોતાની પાસે આવી બીભત્સ માંગણી કરી હતી. જેથી પોતે તુરંત જ નીચે સાસુ-સસરા પાસે જતા રહયા હતા. ત્યારથી જ્યારે જ્યારે પોતે ઘરમાં એકલા હોઈ ત્યારે દિયર પોતાની પાસે બીભત્સ માંગણી કરતો હતો. પરંતુ પોતે તેને કોઈ જવાબ આપતા નહી પતિની તબીયત સારી રહેતી ન હોઈ તેથી પોતે તેને આ વાત કરી ન હતી. દરમ્યાન એકાદ વર્ષ પહેલા પોતે પોતાના રૂમની બહાર કામ કરતા હતા ત્યારે દિયરે પોતાનો હાથ પકડી લીધો હતો. અને પોતાની પાસે બીભત્સ માંગણી કરી હતી. જેથી પોતે હાથ છોડાવીને નીચે સાસુ-સસરા પાસે આવી ગયા હતા અને પોતે તેને ‘આ બધી વાત પતિને કહી દઈશ' તેમ કહેતા દિયરે કહેલ કે ‘તું કોઈને કહીશ તો હું તને કોઈ પણ રીતે બ્લેકમેઈલ કરીશ' જેથી પોતાને ડર લાગતા કોઈને આ વાત કરી ન હતી. દિયરની હેરાનગતી વધી જતા પોતે પતિને વાત કરતા તેણે કહેલ કે ‘તું જ આવી છો મારો ભાઈ આવું કાંઈ કરે જ નહી' તેમ કહી પોતાની સાથે માથાકુટ કરી મારમાર્યો હતો. બાદ તા.ર૪/૧૧ના રોજ પોતે પતિને દિયર પોતાને હેરાન કરતો હોવાની વાત કરતા તેણે પોતાના પર શંકા કરી ધકકો મારી ઘરમાંથી કાઢી મુકયા હતા. બાદ પોતે માવતરના ઘરે આવ્યા બાદ માલવીયા નગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી. એસ.આઈ. આર.આર. કોઠીયા એ તપાસ હાથ ધરી છે
(5:28 PM IST)










