<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

ઠંડીનો ચમકારો શરૂ થતાં જ ભૂતખાના ખાતે તિબેટીયનોનાં ગરમ કપડાના બજારમાં ‘ગરમાવો'

 

દર વર્ષે શિયાળાની શરૂઆત એટલે કે ચાર મહિના માટે તિબેટીયન લોકો દ્વારા  શહેરના ભૂતખાના   ખાતે ગરમ વસ્‍ત્રો એટલે કે ઠંડીથી રક્ષણ આપતા વિવિધ વસ્‍ત્રો, વગેરેના સ્‍ટોલ્‍સ થકી બજાર લાગી જાય છે. અહીં ટકાઉ અને આઠથી દસ વર્ષ સુધી ચાલે તેવા સારી ગુણવત્તા વાળા સ્‍વેટર, શાલ, બ્‍લેક્રેટ્‍સ, રજાઈઓ, હૂડીસ, વગેરે મળતા હોય છે. અહીં દર વર્ષે નવી ફેશન સાથે ડિઝાઇન થકી તૈયાર કરવામાં આવેલા ગરમ કપડાંઓની વેરાયટીઓ ઉપલબ્‍ધ થાય છે. અહીં શહેર-જિલ્લાના લોકો ખરીદી માટે આવે છે.છેલ્લા ૪૦ વર્ષોથી તિબેટીયન રેફયુજી માર્કેટ ભૂતખાના ખાતે યોજાય છે. જ્‍યાં દર વર્ષે અવનવા સ્‍વેટર, જેકેટ્‍સ, ધાબળા, શાલ, ચોરસા, મફલર, કાનટોપી, હાથમોજા સહિતના ગરમ કપડાં મળે છે. જે ઠંડી સામે રક્ષણ આપે છે. અહીં લોકોને પોષાય તે રીતે સારી ગુણવત્તા સભર ગરમ વસ્‍ત્રોની અનેક વેરાયટીઓ જોવા મળી રહી છે. અહીં નાના બાળકોથી માંડીને યુવાવર્ગ, મહિલાઓ, સિનિયર સિટીઝન્‍સ સહિતના તમામ લોકો માટે તમામ પ્રકારના ગરમ વસ્‍ત્રો, સહિતની વસ્‍તુઓ ઉપલબ્‍ધ હોય છે.અહીંયા તમામ વસ્‍તુઓ ગુણવત્તાની સાથે સાથે સસ્‍તા ભાવમાં પણ મળી રહે છે. ફક્‍ત શિયાળાના જ કપડાં નહિ, દિવાળીમાં પહેરી શકાય એવા છોકરીઓના ટોપ, પેન્‍ટ, છોકરાઓ માટે ટી-શર્ટ અને શૂઝ પણ મળી રહે છે. તિબેટીયન લોકો ફક્‍ત ચાર મહિના માટે આવતા હોય છે. મૂળ તેઓ તિબેટીયન છે પરંતુ વર્ષોથી તેઓ ભારતમાં જ રહે છે. બાકીના મહિનાઓમાં તેઓ ભારતના જ અલગ અલગ શહેરોમાં રહે છે અને આ આઠ મહિના દરમિયાન તેઓ ખેતીવાડીમાં રચ્‍યા પચ્‍યા રહેતા હોય છે અને ઘણા લોકો નોકરી કરે, દુકાન ચલાવવા સહિત અન્‍ય કામો કરતા હોય છે. તેમના કહેવા મુજબ આ ચાર મહિનામાં એટલું કમાઈ લે છે જે આખા વર્ષ દરમિયાન ઘર ચલાવવા ચાલી જતું હોય છે તિબેટીયન લોકોએ જણાવ્‍યું કે, તેઓને રાજકોટ ખૂબ જ પ્રિય છે.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(4:39 PM IST)