<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

ભૂપેન્‍દ્રભાઇ શુક્રવારે રાજકોટમાં : વિકાસ-સુવિધાને આપશે વેગ

મનપા તથા રૂડાના EWS -રના ૧.પ બીએચકે ના ૧રર૦ આવાસ ફાળવણીનો ડ્રો : સ્‍માર્ટ સીટી યોજના અંતર્ગત રોબોટ્‍્‌સ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરના કામો ખુલ્લા મુકાશે : સીટી બસ રૂટમાં વધારો તથા રર નવી સીએનજી બસો દોડશે બાંધકામ ડ્રેનેજ, વોટર વર્કસ, રોડ-રસ્‍તા સહિતના રૂા. રર૪.ર૬ કરોડના કામોનો થશે પ્રારંભ

રાજકોટ, તા. ૯ :  મહાનગરપાલિકાના રૂ.૭૯૩.૪૫ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્‍પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તા. ૧૩ને શુક્રવારે  ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે યોજાશે.

આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજનૉ અંતર્ગત નિર્માણાધિન ૧.૫ BHK ના ૧૦૧૦ આવાસ તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના EWS-2 કેટેગરીના ખાલી ૨૧૦ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્‍પ્‍યુટરાઈઝ્‍ડ ડ્રો કરવામાં આવશે. ઉપરાંત શહેરી ટ્રાન્‍સપોર્ટેશનમાં ૨૨ નવી સી.એન.જી. ફયુઅલ આધારિત બસ તથા ડ્રેનેજ વિભાગના ઉપયોગ માટે નવા ખરીદ કરવામાં આવેલ ૭ નંગ જેટીંગ મશીન વાહનોનું લોકાર્પણ (ફ્‌લેગ ઑફ) પણ આ કાર્યક્રમમાં કરવામાં આવશે.

 મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્‍પો પૈકી રૂ.૫૬૯.૧૯ કરોડના ૪ પ્રકલ્‍પોના લોકાર્પણ તથા રૂ.૨૨૪.૨૬ કરોડ સહિત કુલ ૭૯૩.૪પ કરોડના  જુદા જુદા ૫૬ પ્રકલ્‍પોના ખાતમુહૂર્ત તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ૅપ્રધાનમંત્રી આવાસ યોજનૉ અંતર્ગત નિર્માણાધિન 1.5 BHK ના ૧૦૧૦ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્‍પ્‍યુટરાઈઝ્‍ડ ડ્રો તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના EWS-૨ કેટેગરીના ખાલી ૨૧૦ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્‍પ્‍યુટરાઈઝ્‍ડ ડ્રો મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદ્દ હસ્‍તે કરવા તા.૧૩, શુક્રવારના રોજ બપોરે ૧૨ કલાકે વોર્ડ નં.૨માં આવેલ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેશે.

 રૂ.૫૬૯.૧૯ કરોડના કામોના કામોનું થશે લોકાર્પણ

 ભારત સરકારની ‘સ્‍માર્ટ સિટી' યોજના અંતર્ગત ટી.પી. સ્‍ક્રીમ નં.૩૨(રૈયા) વિસ્‍તારમાં ABD હેઠળ નિર્માણ કરવામાં આવેલ ૅરોબસ્‍ટ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરૅના કામો (રકમ રૂ.૫૬૫.૧૧ કરોડ)    

(રોબસ્‍ટ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના કામો (રોડ નેટવર્ક, વોટર સપ્‍લાય તથા રી-સાઈકલ્‍ડ વોટર સપ્‍લાય સિસ્‍ટમ, સિવરેજ સિસ્‍ટમ, સ્‍ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્‍ટમ, સ્‍માર્ટ સ્‍ટ્રીટ લાઈટીંગ, પાવર કેબલ માટે યુટીલીટી ડક્‍ટસ, સાઈકલ ટ્રેક, ફૂટપાથ વગેરેનો સમાવેશ થાય છે.) 

સિટી બસ સેવામાં નવા રૂટ શરૂ કરવા તેમજ ટ્રાફિકવાળા રૂટમાં વધારાની બસ શરૂ કરવા એમ કુલ ૨૨ નવી સી.એન.જી. ફયુઅલ આધારિત બસ શરૂ કરવા ફ્‌લેગ ઑફ(લોકાર્પણ)  

 ડ્રેનેજ વિભાગના ઉપયોગ માટે ૮૦૦૦ લિ.કેપેસિટીના નવા ખરીદ કરવામાં આવેલ ૭ નંગ જેટીંગ મશીન વાહનોનું લોકાર્પણ (ફ્‌લેગ ઑફ) (રકમ રૂ.૩.૭૩ કરોડ)

પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે ત્રણ કેન્‍ટીનના બિલ્‍ડીંગમાં કરવામાં આવેલ રીનોવેશન કામ (રકમ રૂ.૩૫ લાખ)

આ કાર્યક્રમ અંતર્ગત કુલ રૂા. ૭૯૩.૪પ કરોડના કામો થનાર છે. જેમાં  પ્રધાનમંત્રી આવાસ યોજનૉ અંતર્ગત નિર્માણાધિન ૧.૫ ગ્‍ણ્‍ધ્‍ ના ૧૦૧૦ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્‍પ્‍યુટરાઈઝ્‍ડ ડ્રો  રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ચ્‍ષ્‍લ્‍-૨ કેટેગરીના ખાલી ૨૧૦ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્‍પ્‍યુટરાઈઝ્‍ડ ડ્રો 

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી  રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી  ભાનુબેન બાબરીયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા,  શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડૉ.માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, લોકાર્પણ ખાતમુહૂર્ત લગત સમિતિના ચેરમેન બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, હાઉસિંગ ઈમ્‍પ્રુવમેન્‍ટ એન્‍ડ ક્‍લિયરન્‍સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, શહેરના હોદેદારો, મહાનુભાવો, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્‍થિત રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાના  શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, હાઉસિંગ ઈમ્‍પ્રુવમેન્‍ટ એન્‍ડ ક્‍લિયરન્‍સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણીએ મુખ્‍યમંત્રી શ્રીના  હસ્‍તે યોજાનાર  કાર્યક્રમમાં ઉમટી પડવા શહેરીજનોન અનુરોધ કરેલ છે. (૯.ર૩) 

ખાતમુહૂર્ત દ્વારા  રૂ.૨૨૪.૨૬ કરોડના કામો વિશે

-બાંધકામ વિભાગને લગત કામો (કુલ ૨૬ કામ, રકમ રૂ.૬૭.૭૬ કરોડ)

-ડ્રેનેજ નેટવર્કને લગત કામો (કુલ ૭ કામ, રકમ રૂ.૪૪.૫૦ કરોડ)  

-વોટર વર્કસ નેટવર્કને લગત કામો (કુલ ૬ કામ, રકમ રૂ.૨૩.૮૪ કરોડ)

-રોડ-ડામર કામ તથા ડીવાઈડર-સેન્‍ટ્રલ લાઈટીંગ લગત કામો (કુલ ૧૫ કામ, રકમ -રૂ.૮૩.૩૮ કરોડ) સાધન ખરીદી (કુલ ૨ કામ રકમ રૂ.૪.૭૮ કરોડ)

(4:21 PM IST)