તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
ટાઇફોઇડના સીઝનના ૯૪ કેસઃ રોગચાળાના ઘરે-ઘરે ખાટલા
મનપા દ્વારા ૩૧ હજાર ઘરોમાં પોરાનાશક તથા ૧૩૦૮ રહેણાંકમાં ફોગીંગની કામગીરી ઝાડા-ઉલ્ટી-તાવ-શરદી-ઉધરસના ર હજારથી વધુ દર્દીઃ મચ્છર ઉત્પતી સબબ ૪૪૮ને નોટીસ ફટકારતું તંત્ર

તંત્ર ઉંધે માથેઃ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. તે વખતની તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ તા. ૯: શહેરમાં દીવસે ને દીવસે મચ્છરજન્ય ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થતો જોવા મળે છે. જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્ટીના ૨૦૬ર થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.
શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગ સાથો સાથ પાણીજન્ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના પણ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ર થી ૮ ડીસેમ્બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના
૭ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૧, ચિકનગુનીયાના-૧ કેસ નોંધાયા છે. સીઝનનાં મેલેરીયાના ૪૦, ડેન્ગ્યુના ૩૮૪ તથા ચિકનગુનિયાના ૩૯ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતા હોવાથી વધુ લોકો હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.
શરદી-તાવના ૨૦૬રથી
વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૦પ૮ તેમજ સામાન્ય તાવના ૮૫૦ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧પ૪ કુલ ૨૦૬૬ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૪૮૮ર૩ તેમજ સામાન્ય તાવના રરર૯૩૩ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧ર૧૪૩ તથા ટાઇફોડનાં ૯૪ તથા કમળાના ૭, મરડાનાં ૧ તથા કોલેરાના ૬ કેસ નોંધાયા છે. ં
મચ્છર ઉત્પતિ સબબ ૪૪૮ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૩૧,૬રર ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૩૦૮ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૦૦ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૪૪૮ લોકોને નોટીસ પાઠવી હતી.
ખાસ કરીને ડેન્ગ્યુ-મેલેરિયા અટકાયતી માટે આટલું કરીએ
પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ. પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ. ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ. બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ. અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ. છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણીનો નિકાલ કરીએ. ડેન્ગ્યુના મચ્છર દિવસે કરડતા હોવાથી દિવસ દરમ્યાન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા.
(4:30 PM IST)










