તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
રાજકોટમાં વધુ એક યુવાનની હત્યા થઈ: થોરાળા પોલીસની ટીમ ઘટના સ્થળે: ડીસીપી પણ પહોંચ્યા

રાજકોટઃ શહેરમાં હત્યાની વધુ એક ઘટના જાહેર થઈ છે જેમાં એક યુવાનને પતાવી દેવામાં આવ્યો છે. જાણવા મળ્યા મુજબ આજી વસાહત નજીક ૮૦ ફુટ રોડ પર અમુલ સર્કલ પાસે મુકેશભાઈ અરજણભાઈ ગુજરાતી નામના યુવકની હત્યા થઈ છે. કોઈએ છરી કે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે. ડીસીપી, એસીપી, એલસીબી, ડીસીબીની ટીમો અને થોરાળા પોલીસની ટીમોએ પહોંચી તપાસ શરૂ કરી છે.
(10:16 PM IST)










