News of Tuesday, 10th December 2024
નાની ઉમરે હાર્ટ એટેક મૃત્યુ પામેલાને આર્થિક સહાય આપો

રાજકોટઃ રાજયમાં હાલ માં નાની ઉમરે એટેકથી મૃત્યુ પામવાના અનેક બનાવો બને છે. કોરોના મહામારી બાદ આ પણ એક અચાનક આવતા મૃત્યુથી પરિવાર લોકો આઘાત સહન નથી કરી શકતા. પુત્ર કે પિતાના મોતથી જે સ્થિતી સર્જાય છે તે બહુ જ દુઃખ દાય હોય છે. આ પરિસ્થિતીમાં ગુજરાત સરકાર દ્વારા પરિવારને આર્થિક સહાય રૂપે ચાર લાખ સહાય ચુકવવા આવે તથા તેમના પરિવારના નાના દિકરી તથા દિકરાનું શિક્ષણ ખર્ચ ઉઠાવી લેવું જોઇએ. પરિવારના દિકરા કે દિકરીને સરકાર તરફથી કોન્ટ્રાકટ બેઇઝ નોકરી આપવામાં આવે તો આ સરહનીય કામ થશે, તેમ શ્રી સોના યુવા સોશ્યલ ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશ વાગડીયા, ચેરીટી એડવોકેટ નયનભાઇ કોઠારી, હોદેદારો પ્રશાંતભાઇ વાગડીયા, ભાવિનભાઇ વાગડીયા, પરેશભાઇ પાટડીયા, હિતેશભાઇ વાગડીયા, કમલેશભાઇ પાટડીયા, દિપકભાઇ કરચલીયા દ્વારા કલેકટરને રજુઆત કરાયેલ છે. જીજ્ઞેશભાઇ- ૯૭ર૩૩ ૯૦૯૦૯ શૈલેષભાઇ-૮૮૬૬૦ ૪૪૯૦૯.
(10:09 AM IST)










