તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th December 2024
વોર્ડ નં.૧૨ ટીપરવાનના ધાંધીયાઃમહિલાઓ વિફરીઃરસ્તા ઉપર કર્યા કચરાના ઢગલે-ઢગલાજુઓ વિડિયો
મવડી ચોકડી આસપાસના વિસ્તારોમાં ઘણા સમયથી ટીપરવાન ન આવતાની વ્યાપક ફરિયાદો ન ઉકેલાતા ગૃહિણીઓએ જાહેરમાં કચરારૂપી રોષ ઠાલવ્યો

રાજકોટ તા. ૧૦ : શહેરના રોડ -રસ્તા ઉપર નાખવામાં આવતો કચરો બંધ કરવા ડસ્ટબીન ઉઠાવી લઈ ઘરે ઘરેથી કચરો એકઠો કરવા ટીપરવાન સુવિધા ઉપલબ્ધ કરાવવવામાં આવી છે. વોર્ડ નંબર ૧૨માં મવડી ચોકડીના આજુબાજુના વિસ્તારો તેમજ સોસાયટીઓમાં ઘણા સમયથી ટીપરવાન ન આવતા આજે રોષે ભરાયેલી મહિલાઓએ આજે સર્કલ તેમજ રોડ ઉપર કચરાના ઢગલા કરેલ તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.
મનપા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે વોર્ડવાઈઝ ટાઈમટેબલ મુજબ ટીપરવાનની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ અગમ્ય કારણોસર અમુક વિસ્તારોમાં ટીપરવાન સમયસર પહોંચતી નથી. ં વોર્ડ નં. ૧૨માં આજે સવારથી મુખ્ય સર્કલો અને રોડ ઉપર મહિલાઓએ કચરો ફેંકવાનું શરૂ કરતા આ બાબતની જાણકારી પર્યાવરણ વિભાગને પહોંચી હતી. જેના લીધે તંત્ર દોડતુ થઈ ગયું હતું. વોર્ડ નં. ૧૨ના મવડી સર્કલ તેમજ બાપાસીતારામ ચોક સહિતની આજુબાજુની સોસાયટીઓ તેમજ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ટીપરવાન ન આવતા તેવી ફરિયાદો મહિલાઓએ કરી આજે સવારથી એકઠો થયેલો કચરો રોડ ઉપર ઠલવવાનું ચાલુ કર્યુ હતું. જેનો વિડિયો વાયરલ થતાં તંત્ર હાફડુફાફડુ બની ગયું હતું.
(4:25 PM IST)










