<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

બેડી માર્કેટયાર્ડ સામે તાલુકા મામલતદારનું ઓપરેશન કોર્મર્શીયલ બાંધકામનો કડૂસલોઃ કરોડોની જમીન ખૂલ્લી

મામલતદાર આર.ઓ. મીટીંગમાં બે નાયબ મામલતદારોએ બૂલડોઝર ફેરવી દીધુ

રાજકોટ તા. ૧૦: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીએ પોતાનું દબાણ હટાવ ઓપરેશન ચાલુ જ રાખ્‍યું છે.

આજે કલેકટર શ્રીપ્રભવ જોશીની સુચના બાદ તાલુકા મામલતદારશ્રી મકવાણા આર.ઓ. મીટીંગમાં હોય તેમની સુચનાથી બે નાયબ મામલતદાર ૪ાા થી ૫ કરોડની સરકારી જમીન ઉપરથી દબાણ દુર કરી- બુલડોઝર ફેરવી દીધું હતું, અને કલેકટરને રીપોર્ટ કરી દીધા છે.

બેડી માર્કેટ પાર્ડ સામે આવેલ સર્વે નં. ૨૬૧ની સરકારી ખરાબા પૈકીની જમીન ઉપર કોર્મશીયલ  બાંધકામો ઉભા થઇ ગયા હતા, નોટીસો ફટકારાઇ હતી,પરંતુ દુર નહી કરાતા, પોલીસ બંદોબસ્‍ત સામે ૧ મોટી હોટલ, ૧ રેસ્‍ટોરન્‍ટ, ચાની કેબીન, ૧ પાનની દુકાન ૧ મોટુ ગેરેજ સહિત કુલ ૬ જગ્‍યા જગ્‍યા બાંધકામો દુર કરી અંદાજે ૪ાા થી ૫ કરોડની જમીન ખૂલ્લી કરાવી હતી. આ દબાણ દુર કરવાની કાર્યવાહી સર્કલ ઓફીસર શ્રી તેજ બાંણુગારીયા, નાયબ મામલતદાર દબાણ શ્રી રઘુવીરસિંહ વાઘેલા , તલાટી ભકિતબેન ઓ., પોલીસ સ્‍ટાફ, જીઇબી સ્‍ટાફે સામે રહી કરી હતી, મામલતદાર આર.ઓ. મીટીંગમાં નાયબ મામલતદારોએ બૂલડોઝર ફેરવી દિધું હતું. 

(3:01 PM IST)