તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 10th December 2024
ડિમોલીશન-નદી કાંઠાના રહેવાસીઓ માટે બનાવાયેલા ૭૦૦ આવાસો મનપા વેંચશે
અફોર્ટેબલ હા. યોજના અંતગર્ત પોપટપરામાં ર૦૧૯ થી ધુળખાતી આવાસ યોજનાનું ફાળવણું નહીં થતાં સ્ટે. ચેરમેન જયમીન ઠાકરની અધિકારીઓને સુચના

રાજકોટ તા. ૧૦: શહેરમાં વસવાટ કરતા ઘર વિહોણા લોકો તેમજ નદી કાંઠા અથવા ડિમોલેશન દરમિયાન ઘર ગુમાવ્યું હોય તેવા લોકો માટે મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. પરંતુ તંત્રની ઢીલીનીતીના કારણે આજે શહેરની અનેક આવાસ યોજનાઓમાં સેંકડો આવાસો ધૂળ ખાઈ રહ્યા છે. જે પૈકી પોપટપરામાં વિસ્થાપિતો માટે ૨૦૧૯માં તૈયાર કરાવમાં આવેલ ૬૯૬ આવાસ પાંચ વર્ષ બાદ પણ એલોટમેન્ટ ન કરાતા આ આવાસ યોજના જર્જરીત હાલતમાં થઈ ગઈ છે. તેમજ આ આવાસ યોજનામાં ન્યુસન્સની ફરિયાદો ઉઠતા સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે આ આવાસ યોજનાનું મરમત કરી તેમજ આવારા તત્વોનો કબ્જો હોય તો પોલીસ ફરિયાદ કરી આ આવાસ યોજનાને વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે ટુંક સમયમાં ફોર્મ બહાર પાડી વન બિએચકે ૬૯૬ આવાસનો ડ્રો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
શહેરમાં એક તરફ ઘરના ઘર માટે લોકો વલખા મારી રહ્યા છે સરકાર દ્વારા પણ ઓનલાઈન સર્વે અને રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ શહેરમાં ૩૩૦૦ કરતા વધુ આવાસની ફાળવણી નહીં થતાં ખાલી હોવાનું સામે આવ્યું છે. પોપટપરા ખાતે આવેલી ભગીની નિવેદિતા ટાઉનશીપ સામેની આવાસ યોજના ૫ વર્ષ કરતા વધુ સમયથી ખાલી હોવાને કારણે નજીકમાં રહેતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આવાસોની બારીના કાંચ તુટેલા એન બારણાઓ ખુલ્લા હોવાનું જોવા મળ્યું હતું. ભગીની નિવેદિતા ટાઉનશીપ સામેની આ આવાસ યોજના છેલ્લા ૫ કરતા વધુ વર્ષથી ખંઢેર હાલતમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. અને આ કારણે અહીં સાપ તેમજ અજગર સહિતના ઝેરી જીવજંતુ નિકળવાની ઘટના રોજિંદી બની હોવાનું પણ કહ્યું હતું. એટલુ જન હીં આ આવાસ યોજના આવારા તત્વોનો અડ્ડો બની હોવાથી તાત્કાલીક તેની ફાળવણી કરવામાં આવે અથાવ તેને પાડીને કોઈ બગીચો કે પછી લોકોને ઉપયોગી કોમ્યુનિટી હોલ સહિતના પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે તેવી માંગ કરી હતી.
સરકારની અફર્ટેબલ હાઉસીંગ યોજના અંતર્ગત પોપટપરા ખાતે ૨૦૧૯માં ૬૯૬ આવાસ તૈયાર કરવામાં આવ્યા હતાં. જેમાં નિચાણવાળા નદીના વિસ્તારોમાં વસવાટ કરતા પરિવારો તેમજ ફૂટપાથ ઉપર રહેતા ઘરવિહોણા લોકોને આ આવાસ ફાળવવાની યોજના તૈયાર કરવામાં આવેલ પરંતુ પાંચ વર્ષ દરમિયાન આ બાબતે કોઈ કાર્યવાહી ન થતાં આવાસ જર્જરીત હાલતમાં મુકાઈ ગયા છે.આ આવાસની કિંમત વન બીએચકે હોવાથી અંદાજે ૩.૨૫ અથવા ૩.૫૦ લાખ રાખવામાં આવસે તેમ સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠા કરે જણાવ્યું હતું.
(3:02 PM IST)










