News of Tuesday, 10th December 2024
શેરબજારમાં મહિલાઓને વધતો રસ : ટ્રેડીંગ કરવામાં આગળ
પ્રાઇમરી માર્કેટમાં ફરી તેજીનો માહોલઃ ર૦ ડીસેમ્બર સુધીમાં એક ડઝન IPO: હજારો કરોડના ઇસ્યુ પાઇપ લાઇનમાં

રાજકોટ, તા. ૧૦ : પ્રાઇમરી માર્કેટમાં ડિસેમ્બર મહિનામાં ઘણા આઇ.પી.ઓ આવી રહ્યા છે.આવનારા દિવસોમાં જ એક ડઝન થી વધુ આઈ.પી.ઓ પાઇપલાઇન મા છે.હજારો કરોડના આઇ.પી.ઓ બજારમાં આવ્યા છે.અનેક કંપનીઓ મૂડી એકઠી કરવા બજારમાં આવી છે.
જાન્યુઆરી ૨૦૨૪ થી લઈને અત્યાર સુધીમાં ૭૭ મેઈન બોર્ડના આઈ.પી.ઓ અને ૨૩૧ એસ.એમ.ઇ આઇ.પી.ઓ બજારમાં આવ્યા છે. આમ ઓવર ઓલ ૩૦૦ થી વધુ આઈ.પી.ઓ કેલેન્ડર વર્ષ ૨૦૨૪ માં આવી ચૂકયા છે. વર્ષાન્તે કદાચ આ આંકડો ૩૨૫ આસપાસ રહેશે એટલે કે એવરેજ દરરોજ નો એક આઇ.પી.ઓ બજારમાં આવી રહ્યો છે.
૭૭ મેઈન બોર્ડના આઇ.પી.ઓ માંથી લગભગ ૬૦ થી વધુ કંપનીઓના ભાવોમાં પ્રીમિયમ ચાલી રહ્યું છે.જ્યારે એસ.એમ.ઈ માં ૨૩૧ કંપનીઓ માંથી ૨૦૦ થી વધુ કંપનીના ભાવોમાં પ્રીમિયમ ચાલી રહ્યા છે.જેમાં ડિસ્કાઉન્ટ ચાલી રહ્યા છે તેમા પણ ખાસ કોઈ મોટી નુકસાની જોવા મળતી નથી.
સૌથી મોટી વાત એ છે કે હાલમાં શેર બજારમાં મહિલાઓને પણ રસ વધતો જતો હોય તેવું લાગે છે અને મહિલાઓની પણ શેરના ટ્રેડિંગમાં ભાગીદારી વધતી જાય છે.નાના બાળકોના નામે પણ ટ્રેડિંગ એકાઉન્ટ ખુલી રહ્યા છે અને એમાં પણ આઈ.પી.ઓ માં શેરો મેળવવા અરજીઓ કરવાનું ચલણ દિવસે દિવસે વધતું જાય છે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના મતે પ્રાઇમરી માર્કેટમાં નવા નવા અનેક આઇ.પી.ઓ આવી રહ્યા છે.વિશેષ વાત એ છે કે એ મહિલાઓ પણ શેર બજારમાં રસ દાખવી રહી છે.આઇ.પી.ઓમા અરજી કરવા માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે.અનેક મહિલાઓ શેર બજારમા ટ્રેડિંગ કરવા આગળ આવી રહી છે. ઓવર ઓલ મહિલાઓની ભાગીદારી શેરબજારમાં વધતી જોવા મળી રહી છે.
૨૦૨૪ કરતાં પણ ૨૦૨૫ માં વધારે કંપનીઓ પ્રાઇમરી માર્કેટમાં નાણા એકઠા કરવા આવશે અને ૫૦૦ થી વધુ કંપનીઓ ૨૦૨૫ માં લિસ્ટ થવાની પૂરેપૂરી શકયતા બજારમાં જોવાય રહી છે.
ત્રણથી પાંચ કરોડ નવા ડિમેટ એકાઉન્ટ ૨૦૨૫ માં ખુલવાની પૂરેપૂરી શકયતા છે.૨૦૨૫ ના અંત સુધીમાં ૨૫ કરોડથી પણ વધુ ડિમેટ ધારકો ભારતમાં હોવાની શકયતા દર્શાવાઇ રહી છે અને પ્રાઇમરી અને સેકન્ડરી માં તેજી જળવાયેલી રહેશે.
(3:10 PM IST)










