<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

દેવી મદ્રાસ કાફેમાંથી સંભાર -ટોમેટો ચટણીના નમુના લેવાયા : રિધમ વડાપાઉમાંથી ૬ કિલો અખાદ્ય ખોરાક ઝડપાયો

મનપાની ફુડ શાખા દ્વારા અમુલ સર્કલથી હુન્‍ડાઇ શો-રૂમ સુધીના ખાણી-પીણીના ૧૪ ધંધાર્થીઓને ત્‍યાં ચકાસણી : ૧૦ ને લાઇસન્‍સ અંગે નોટીસ

રાજકોટ, તા. ૧૦ :  મનપા દ્વારા શહેરવાસીઓનું સ્‍વાસ્‍થ્‍ય તંદુરસ્‍ત રાખવા ફૂડ શાખા દ્વારા સતત ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કોઠારીયા રોડ, સાધુવાસવાણી રોડ, તિરૂપતિ સોસાયટી ખાતેથી ૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી લાઇસન્‍સ અને હાઇજેનિક કન્‍ડીશન જાળવવા નોટીસ આપી સંભાર, ટોમેટો ચટણી તથા શરબતના નમૂના લેવામાં આવ્‍યા હતા.

મનપાની સત્તાવાર યાદી મુજબ     મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન સ્‍વાતી બગીચા પાસે, કોઠારીયા રોડ, મુકામે આવેલ ૅરિધમ વડાપાઉંૅ પેઢીની તપાસ કરતા સ્‍થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય સોસ તથા પાઉં નો અંદાજીત ૦૬ કિ.ગ્રા. જથ્‍થો મળી આવતા સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્‍ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન સ્‍વાતી બગીચા સામે, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે આવેલ ૅરાધે શ્‍યામ પાણિપુરીૅ તથા ૅશ્રધ્‍ધા અમેરિકનૅ પેઢીની તપાસ કરતા બંને પેઢીને લાઇસન્‍સ મેળવવા તથા હાઈજેનિક કન્‍ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન ઓસ્‍કાર સીટી-૨, શોપ નં.૦૫, સાધુવાસવાણી રોડ, રાજકોટ મુકામે આવેલ ૅદેવી મદ્રાસ કાફેૅ પેઢીની તપાસ કરતા લાઇસન્‍સ મેળવવા તથા હાઈજેનિક કન્‍ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

 જયારે તિરુપતિ સોસાયટી શેરી નં.૪, અમળતધારા, રૈયા રોડ, મુકામે આવેલ ૅઆયુષ એન્‍ટરપ્રાઇઝૅ પેઢીની તપાસ કરતા લાયસન્‍સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

 ફૂડ વિભાગની ટીમ તથા જ્‍લ્‍ષ્‍ વાન સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન અમૂલ સર્કલ થી હુન્‍ડાઇ શો-રૂમ સુધીના વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૪ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૦ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૫૦ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ. જેમાં મુંબઈ વડાપાઉં, રાધેશ્‍યામ ડેરી ફાર્મ, દેવાબાપા પાન, જય અંબે લીંબુ સોડા, એવન લચ્‍છી, જય મહાદેવ નાસ્‍તા હાઉસ, ખોડિયાર નાસ્‍તા હાઉસ, જયશ્રી ચામુંડા પાન, ખેતલાઆપા પાન, ડિલક્‍સ પાન-લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

 સંભાર, ટોમેટો ચટણી, શરબતના નમુના લેવાયા       

 ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ કુલ ૦૩ નમૂના લેવામાં આવેલ - (૧)     સંભાર (લુઝ): દેવી મદ્રાસ કાફે, ઓસ્‍કાર સીટી-૨, શોપ નં.૦૫, સાધુવાસવાણી રોડ, (૨)    ટામેટો ચટણી (લુઝ):  દેવી મદ્રાસ કાફે, ઓસ્‍કાર સીટી-૨, શોપ નં.૦૫, સાધુવાસવાણી રોડ,   (૩)    FWS- FINDLA WELLNESS SARBAT (100 ML PKD BOTTLE): આયુષ એન્‍ટરપ્રાઇઝ, તિરુપતિ સોસાયટી શેરી નં.૦૪, અમળતધારા, રૈયા રોડ ખાતે નમૂના લેવામાં આવ્‍યા હતા.

(3:15 PM IST)