News of Tuesday, 10th December 2024
ઘંટેશ્વર ૨૫ વારીયા ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતા ચંદ્રેશ ભટ્ટીનું મોત
ઘરે જતી વખતે પાટા ક્રોસ કરવા જતા બનાવ : પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૧૦ ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર ફાટક પાસે પાટા ક્રોસ કરતી વખતે ટ્રેનની ઠોકરે ચડી જતા યુવાનનું મોત નિપજ્યુ હતું મળતી વિગત મુજબ ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર નં ૭૭ માં રહેતો ચંદ્રેશ ઘનશ્યામભાઇ ભટ્ટી(ઉ.વ ૩૦)ગઇકાલે ચાલીને પોતાના ઘરે જતો હતો ત્યારે ૨૫ વારીયા કવાર્ટર પાસે પાટા ક્રોસ કરતી વખતે ટ્રેનની ઠોકરે ચડી જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. ત્યાર બાદ કોઇએ ૧૦૮ માં જાણ કરતા તેનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા ગાંધીગ્રામ પોલિસ મથકના પી.એસ.આઇ પી.બી.વારોતરીયા સાહેબ સ્થળ પર પહોંચી યુવાનના મૃતદેહને પી.એમ કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
(3:33 PM IST)










