News of Tuesday, 10th December 2024
શુક્રવારે મુખ્યમંત્રી જિલ્લા પંચાયતની મુલાકાતેઃ નવી કચેરીનું ખાતમૂહુર્ત
જુની કચેરી તોડવાનું કાર્ય વેગમાં: નવી પાંચ માળની અદ્યતન ઇમારત બનશે પ્રમુખ, ઉપપ્રમુખ અને ડી.ડી.ઓ.ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમની તૈયારી

રાજકોટ તા. ૧૦: ગુજરાત રાજ્ય પંચાયત, ગ્રામ ગળહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હસ્તક નવા આદ્યુનિક સુવિઘાઓ યુકત રાજકોટ જિલ્લા પંચાયત ભવન બનનાર છે. જેનું તારીખઃ: ૧૩ ડિસેમ્બર ૨૦૨૪, શુક્રવાર બપોરના ૧૨.૦૦ થી ૧૨.૩૦ કલાક દરમ્યાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રી, હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે.
કાર્યક્રમમાં શ્રી મનસુખભાઇ માંડવીયા, કેન્દ્રીય મંત્રીશ્રી, શ્રી કુંવરજીભાઈ બાવળીયા મંત્રીશ્રી, શ્રીમતી ભાનુબેન બાબરીયા મંત્રીશ્રી, શ્રી રાઘવજીભાઈ પટેલ મંત્રીશ્રી, શ્રી બચુભાઈ ખાબડ મંત્રીશ્રી, શ્રીમતી પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી પ્રમુખશ્રી જિલ્લા પંચાયત, શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સંસદસભ્યશ્રી -રાજકોટ, શ્રી રામભાઈ મોકરીયા સંસદસભ્ય રાજ્યસભા, કેસરીદેવસિંહ ઝાલા સંસદસભ્ય રાજ્યસભા તેમજ રાજકોટ જિલ્લાના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
શ્રી રાજુભાઈ ડાંગર - ઉપપ્રમુખ, શ્રી પી.જી.કયાડા - કારોબારી ચેરમેન, સવિતાબેન ગોહેલ - શાસક પક્ષ નેતા, વિરલભાઈ પનારા - દંડક જિલ્લા પંચાયત તથા જીલ્લા પંચાયતની તમામ સમિતિના ચેરમેને, જિલ્લા પંચાયતનાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.નવનાથ ગવ્હાણે, પંચાયતના તમામ અધિકારીઓ, સંગઠનનાં હોદેદારો. મહાનુભાવો, પદાઘિકારીઓ તમામ તાલુકા પંચાયત પ્રમુખ, અઘિકારીઓ/કર્મચારીઓ સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે. આયોજનની તડામાર તૈયારી ચાલી રહી છે. કાર્યક્રમ જિલ્લા પંચાયત સંકુલમાં યોજાનાર છે.
(3:39 PM IST)










