<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

કલેકટરના અધ્‍યક્ષપદે આર.ઓ. મીટીંગઃ નવી જંત્રી અંગે વાંધાઓ સ્‍વીકારવા-દબાણો-પેન્‍ડીંગ

કેસો અંગે સમીક્ષા ઇ-કેવાયસી પ્રકરણમાં કોઇપણ કચેરીએ અરજદારોને તકલીફ ન પડે તે જોવા આદેશો

રાજકોટ તા. ૧૦: જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્‍યક્ષ સ્‍થાને આજે રેવન્‍યુ બેઠક યોજાઇ છે, બપોરે ૨ વાગ્‍યો પણ બેઠક ચાલી હતી. તમામ મામલદારો તેમજ પ્રતિ અધિકારીઓ હાજર રહ્યા હતા. જીલ્લાના વિવિધ વિકાસના કામો તેમજ જંત્રી અંગેના પ્રશ્નો ખાસ સાંભળવા ધાર્મિક દબાણો ઇ-કેવાયસીની કામગીરી અંગેની કામગીરીઓ ઝડપી બનાવવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી હતી, મીટીંગમાં અન્‍ય શાખાના વડાઓને પણ બોલાવ્‍યા હતા.

બેઠકમાં કલેકટર દ્વારા ખાસ કરીને જિલ્લામાં સરકારી જમીન ઉપર રહેલા દબાણો ધાર્મિક દબાણોને વહેલી તકે દુર કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ અગાઉ દબાણ અંગે આપેલી નોટિસનું તાત્‍કાલિક  નિવારણ લાવવામાં આદેશો કર્યા હતા.

ખાસ કરીને હાલ જંત્રીના પ્રશ્ન સાંભળવા માટે અને તે અંગે તાકિદે રીર્પોર્ટ કરવા સૂચના અપાઇ હતી. જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે જંત્રીના પ્રશ્નો સાંભળવવા માટે તેમજ રજૂઆત કરવા માટેનું વ્‍યવસ્‍થા કરવા પણ  પ્રાંત અધિકારીઓ તેમજ મામલતદારોને સૂચન કરવામાં આવ્‍યું છે.

(4:42 PM IST)