<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

વિશ્વની અતી તાકાતવર મહાસતા અમેરીકાના પ્રમુખના સતાવાર નિવાસ સ્‍થાન વ્‍હાઈટ હાઉસની અતિ વૈભવી સુવિધાની ઝલક

જગત જમાદાર અમેરીકાના પ્રમુખનું નિવાસ સ્‍થાન વોશિંગ્‍ટન રાજયમાં આવેલ છે જેનું નીર્માણ સને. ૧૭૯૨ થી ૧૮૦૦ ના ગાળામાં થયેલઃ પ્રમુખનું નીવાસસ્‍થાન વ્‍હાઈટ હાઉસ તરીકે ઓળખાય છે જેનો બાંધકામ ખર્ચ તે સમયે ૨૩૨૩૦૧ ડોલર (૨.૪ મીલીયન) થયેલ : વ્‍હાઈટ હાઉસને ઈ.સ. ૧૮૧૨ના યુધ્‍ધમાં બ્રિટીશ લશ્‍કરે આગને હવાલે કરી દીધેલઃ જેના કારણે બીલ્‍ડીંગને ખુબ જ નુકશાન થયેલ : જેથી ઈ.સ. ૧૮૧૭માં વ્‍હાઈટ હાઉસને વ્‍યાપક પ્રમાણમાં રીનોવેટ કરવામાં આવેલ અમેરિકાના પ્રમુખને દર સાલ ૪,૦૦,૦૦૦ ડોલર પગાર તથા ૫૦,૦૦૦ ડોલર વાર્ષિક ભથ્‍થુ મળે છેઃ પ્રમુખને તેના પરિવારને દેશ અને દુનીયામાં ફરવા માટે અતી આધુનીક એરફોર્સનું જેટ વિમાન અને હેલીકોપ્‍ટરનો કાફલો મળે છેઃ નિવળત પ્રમુખને ૨ લાખ ડોલરનું પેન્‍શન અને હેલ્‍થ કેર પેકેજ મળે છે વ્‍હાઈટ હાઉસ ૫૫૦૦૦ હજાર ચોરસ ફુટમાં પથરાયેલ છે : જેમાં ૧૩૨ રૂમ ૩૫ બાથરૂમ ને ૪૧૨ બારણાને ૧૪૭ બારીઓ છેઃ સને ૧૮૧૧માં પ્રમુખશ્રીનું નિવાસ સ્‍થાન બિલ્‍ડીંગનું નામ વ્‍હાઈટ હાઉસ રહેશે તેવી સરકારે સત્તાવાર જાહેરાત કરેલઃ વ્‍હાઈટ હાઉસમાં પ્રથમ પ્રેસીડન્‍ટ જહોન આદમ્‍સ ૧ નવેમ્‍બર ઈ.સ. ૧૮૦૦માં રહેવા આવેલ

જન જાગળતિ અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ વાચક્રોને અમેરીકાના પ્રમુખના નીવાસ સ્‍થાન અને વૈભવી સુવિધાની સંકલિત માહિતી આપતા જણાવે છે. વિશ્વના શક્‍તિશાળી મહાસતા દેશ અમેરીકા સમગ્ર વિશ્વમાં સતત ચચાઁમાં રહે છે કારણ વિશ્વના કોઈપણ દેશો વચ્‍ચે લડાઈ ચાલતી હોઈ કે થવાની હોય તેના મુળમાં જગત જમાદાર અમેરિકા પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીતે સામેલ રહે છે જેથી આ શક્‍તિશાળી દેશના પ્રમુખના સતાવાર નિવાસસ્‍થાન અને પ્રમુખને મળતી સુવિધાને સગવડતા અંગે જાણવાની ઉત્‍કસુતા રહે એ સ્‍વાભાવીક છે.

અમેરીકા અતિ વિશાળ દેશ છે જેમાં નાના મોટા ૫૦ રાજ્‍યો આવેલ છે. જેથી અમેરીકા સ્‍ટેટ ઓફ અમેરિકા કહેવાય છે. અમેરીકામાં ૨૦૦ વર્ષ જુની લોકશાહી શાસન પધ્‍ધતિથી વહિવટ ચાલે છે.

અમેરીકાના પ્રમુખનું સતાવાર નિવાસ સ્‍થાન વોશિંગ્‍ટન રાજય ખાતે છે જે અનેક પ્રકારની ખુબીઓને વિશાળતા ધરાવે છે જેનું એડ્રેસ ૧૬૦૦ પેન્‍સિલ્‍વેનીયા એવન્‍યુ એનડબલ્‍યુ વોશિંગ્‍ટન ડીસી છે આ ભવ્‍ય અને વિશાળ નિવાસ સ્‍થાન ઈ.સ. ૧૭૯૨ થી ૧૮૦૦ ના ગાળા વચ્‍ચે બનેલ છે જેમાં અકિયવા સેન્‍ડ સ્‍ટોન પર સફેદ રંગથી રંગેલ છે આ પ્રમુખ નિવાસ સ્‍થાનમાં રહેવા પહેલા પ્રમુખ જહોન આદમ્‍સ આવેલ આ વિશાળ અને ભવ્‍ય બીલ્‍ડીંગની ડીઝાઈન જેમ્‍સ શોબાન નામના આઈરીસ આર્કિટેકે તૈયાર કરેલ આ ભવ્‍ય બીલ્‍ડીંગની ડીઝાઈનમાં દેશની આગવી બાંધકામની કળાના દર્શન થાય છે. આ ડીઝાઈન પ્રથમ પ્રમુખ જયોર્જ વોશિંગ્‍ટનને પસંદ કરેલ આ ભવ્‍ય અને વિશાળ બિલ્‍ડીંગના બાંધકામ માટે આફ્રિકાના અશ્વેત ગુલામો અને યુરોપના વસાહતી મજુરોએ પરસેવો પાડેલ છે ઉદાહરણ રૂપે સેન્‍ડ સ્‍ટોનથી બનેલી દિવાલો સ્‍કોટીશ વસાહતીઓ બનાવેલ અને તેના ઉપર પ્‍લાસ્‍ટરનું કામ આઈરીશ તથા ઈટાલીયન વસાહતીઓ કરેલ છે.

વ્‍હાઈટ હાઉસમાં રહેવા જનાર પ્રમુખશ્રી જહોન આદમ્‍સ ૧ નવેમ્‍બર ઈ.સ.૧૮૦૦

આ ભવ્‍ય ઈમાતરના નિર્માણ માટે એ સમયે ૨૩૨, ૩૦૧ ડોલર ૨.૪ મીલીયન જેટલાં ખર્ચે થયેલ. આ વિશાળ અને ભવ્‍ય પ્રમુખનું નિવાસ સ્‍થાન પંચાવન હજાર ચોરસ ફુટમાં ફેલાયેલ છે તેમાં ૧૩૨ રૂમ રૂ૫ બાથરૂમ અને ૪૧૨ જેટલા બારણાને ૧૪૭ બારીઓ આવેલ છે. આઠ સીડીઓ ત્રણ લીફટને પાંચ ફુલ ટાઈમ શેફ એક સીનેમા ગળહ ટેનીસ કોર્ટ સ્‍વીમીંગપુલ અને જોગીંગ પાર્કનો સમાવેશ થાય છે સમગ્ર બીલ્‍ડીંગ કુલ છ માળનું છે ગ્રાઉન્‍ડ ફલોર ફર્સ્‍ટ ફલોર અને સેકન્‍ડ ફલોર, થર્ડ ફલોર, જેમાં બે માળ ભોયરામાં આવે છે જેમાં પ્રમુખની ઓફીસ પણ છે ઈ.સ. ૧૮૧૨ ના યુધ્‍ધ સમયે બ્રિટીશ લશ્‍કરે આ ઈમારતમાં આગ લગાડી ભારે નુકશાન કરેલા. જેના કારણે ઈ.સ. ૧૮૧૭માં આ બીલ્‍ડીંગને ફરી રીનોવેટ કરેલ. આ બિલ્‍ડીંગ શરૂઆતમાં પ્રેસિડન્‍ટસ પેલેસ તરીકે ઓળખાતું તે પછી લોકો આ બિલ્‍ડીંગને પ્રેસીડન્‍ટ હાઉસ તરીકે ઓળખતા બાદમાં પ્રજા આ બિલ્‍ડીંગના ヘેત રંગને કારણે વ્‍હાઈટ હાઉસ કહેતા જેથી આ નામ ઈ.સ. ૧૮૧૧ માં સરકારે રેકર્ડ કરેલ ત્‍યારથી પ્રમુખ નીવાસ સ્‍થાન તરીકે વ્‍હાઈટ હાઉસ ઓળખાય છે. વ્‍હાઇટ હાઉસમાં પ્રથમ પ્રેસીડન્‍ટ જહોન આદમ્‍સ ૧ નવેમ્‍બર ઈ.સ. ૧૮૦૦ ના રોજ રહેવા ગયેલ જહોન આદમ્‍સ શાસક દેશ અને પ્રજાહિત માટે ઉતમ શાસન કરે તેવા આશર્શીવાદ મેળવવા ઈશ્વરને પ્રાર્થના કરેલ આ પ્રાર્થના વ્‍હાઈટ હાઉસના ડાઈનીંગ હોલમાં કોતરાવવામાં આવેલ છે.

 પ્રમુખશ્રીના આ વિશાળ અને ભવ્‍ય વ્‍હાઈટ હાઉસમાં ક્રમશ અનેક સુધારા વધારા થતા આવેલ છે અમેરિકાના ૩૩ મા પ્રમુખ થિયોડોર રૂજલ્‍ટ ધ વ્‍હાઈટ હાઉસના જીણોધ્‍ધારને ૫૦ વર્ષે પણ નહોતા થયા ત્‍યાં વ્‍હાઈટ હાઉસની માળખાગત નબળાઈઓ સામે આવવા લાગી તેને પગલે ૩૩માં પ્રમુખ હેરી એસ ટુબેને ઈમારતના નવીનીકરણની કામગીરી શરૂ કરી હતી ઈમારતની બહારની દિવાલોને બાદ કરતા બધુ જ તોડી પાડવામાં આવ્‍યું ઈમારતના પુનઃ નીમાઁણની જવાબદારી એ વખતે આર્કીટેકટ લોરેન્‍સ વિન્‍સલોને સોંપવામાં આવી હતી વડાઈટ હાઉસ અમેરિકની ઈતિહાસનું જીવંત સંગ્રહાલય છે.

દેશ અને વિશ્વના પ્રવાસીઓ વ્‍હાઈટ હાઉસ જોવા આવે છે. પણ પરિસ્‍થતિ મુજબ વ્‍હાઈટ હાઉસ ખુલ્લું રાખવામાં આવે છે વ્‍હાઈટ હાઉસને વારંવાર પબ્‍લીક માટે ખોલવા અને વારંવાર બંધ કરવામાં આવ્‍યું છે પ્રેસીડન્‍ટ થોમસનજેફર્સને સૌથી પહેલા વ્‍હાઈટ હાઉસને પ્રજા માટે ખુલ્લું મુકયું હતુ પ્રેસીડન્‍ટ અબ્રામ લીંકન જયારે સતા પર હતા ત્‍યારે વ્‍હાઈટ હાઉસની બહાર પ્રજા નોકરીઓ લેવા અને અન્‍ય લાગવગ માટે આવનાર લોકોથી ત્રાસી ગયેલા અને જેને કારણે વ્‍હાઈટ હાઉસ પ્રજા માટે બંધ કરી દેવામાં આવેલ.

વિશ્વના વિશાળ શક્‍તિશાળી દેશના પ્રમુખ પાસે વિશાળ સતા સાથે અઢળક સગવડતાને સુવિધા મળે છે અમેરીકાના સ્‍થાપકો માનતા હતા કે દેશના સર્વોચ્‍ચ સ્‍થાન બીરાજમાન વ્‍યકિતને ભષ્ટાચારથી દુર રાખવા ખુબ જ સારો પગાર આપવો જોઈએ જેથી જ અમેરીકાના પ્રમુખને દર સાલે ૪,૦૦,૦૦૦/- ડોલર પગાર અપાય છે તથા ૫૦,૦૦૦-હજાર ડોલર વાર્ષિક ભથ્‍થુ અપાય છે અમેરિકાના પ્રમુખ એકંદરે વર્ષે ૫,૬૯,૦૦૦/- ડોલર મળે છે તથા પ્રમુખનો સમય શરૂ થતા વ્‍હાઈટ હાઉસમાં જરૂરી સુધારા વધારા માટે એક લાખ ડોલર ફાળવવામાં આવે છે પ્રમુખને મફત પરિવહન મળે છે જેમાં એરફોર્સના જેટ વિમાન અને હેલિકોપ્‍ટરનો સમાવેશ થાય છે નિવળત પ્રમુખને દર વર્ષે ૨ લાખ ડોલર નું પેન્‍શન તેમજ હેલ્‍થકેર પેકેજ મળે છે

(3:43 PM IST)