<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

હોલ બોડી ચેકઅપ કેમ્‍પ કે ગેરવ્‍યવસ્‍થાનો મેળાવડો!

વજન કાંટો, બ્‍લડ પ્રેશર ચેકઅપ મશીન જોવા જ ન મળ્‍યા! વચ્‍ચેથી વારો લેવાની ટેવ પણ ન છોડી માહિતિ ખાતા-રાજકોટના અધિકારીઓ મીડીયા કર્મી.ઓ માટે સુવિધા આપવામાં ઉણાં ઉતર્યાઃ વિવેક પણ ચૂકાયો

રાજકોટ તા. ૧૦: રાજય સરકાર દ્વારા ફિટ ઇન્‍ડીયા, ફિટ મિડીયા મુહીમ અંતર્ગત મિડીયા કર્મી.ઓ માટે ઓલ બોડી ચેકઅપ કેમ્‍પનું આયોજન રવિવારના રોજ રેડક્રોસ હોલ ખાતે માહિતિ ખાતાના માધ્‍યમથી કરવામાં આવ્‍યું હતું. જો કે સોનાની થાળીમાં મેખની જેમ અવ્‍યવસ્‍થા ઉડીને આંખે વળગી હતી. લગભગ ૭૦ થી ૮૦ ની સંખ્‍યામાં મિડીયા કર્મીઓની ધારણા વચ્‍ચે બ્‍લડ સેમ્‍પલ કલેકટ કરવા માટે એક જ કાઉન્‍ટર રખાયું હતું, જયાં ઉહાપોહ થયા બાદ બીજું કાઉન્‍ટર શરૂ કરવામાં આવ્‍યું હતું. તદ્‌ઉપરાંત વજન કાંટો, બ્‍લડ પ્રેશર મશીનનો પણ સદંતર અભાવ હતો. જયારે કાર્ડીયોગ્રામમાં પણ એક જ ટેકનીશ્‍યનથી ગાડુ ગબડાવાયું હતું. જેમાં કોઇ મહિલાઓને વચ્‍ચેથી લેવામાં આવતા પત્રકાર મિત્રોનો કિંમતી એકથી દોઢ કલાકનો સમય વારાની રાહ જોવામાં જ વેડફાયો હતો. માહિતિ ખાતા-રાજકોટના અધિકારીઓનો કાફલો પણ હાજર હતો પણ ગેરવ્‍યવસ્‍થાને વ્‍યવસ્‍થામાં ફેરવવાની તક ચૂકી ગયા હતા. આ કેમ્‍પની ગેરવ્‍યવસ્‍થાથી પત્રકારોમાં ભારોભાર નારાજગી પ્રવર્તી હતી.

(4:27 PM IST)