<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

રૂદ્રશકિત ક્ષત્રિય મહિલા સેવાકીય સંસ્‍થાન દ્વારા ૧૪ મીના સ્‍નેહમિલન

રર વર્ષથી નિઃસ્‍વાર્થ સામાજીક સેવામાં કાર્યરત સંસ્‍થાના સ્‍નેહમિલનમાં ક્ષત્રિય બહેનોને પધારવા આમંત્રણ

રાજકોટ, તા., ૧૦: રુદ્રશક્‍તિ ક્ષત્રિય મહિલા સેવાકીય સંસ્‍થાન , રાજકોટ દ્વારા હર હંમેશની જેમ આ વર્ષે પણ ક્ષત્રિય મહિલાઓ માટે તોહમિલનના  કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન કરેલ છે. છેલ્લા ૨૨ વર્ષથી વધુ જૂની આ સંસ્‍થા માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત છે અને વર્ષ દરમિયાન દરેક કાર્યક્રમ નિઃશુલ્‍ક કરવાનું આગવું લક્ષણ ધરાવે છે. જેનાથી અત્‍યારના સમયમાં તેની નિસ્‍વાર્થ સમાજ સેવા સૌ કોઈના આકર્ષણનું કેન્‍દ્ર બની રહે છે. સંસ્‍થા દ્વારા ક્ષત્રિય યુવક-યુવતીઓ માટે પરિચય મેળો, સાંસ્‍કૃતિક કાર્યક્રમો,  આધ્‍યાત્‍મીક કાર્યક્રમો, ક્ષાત્રધર્મ સંસ્‍કાર સિંચન શિબિરોનું વર્ષ દરમિયાન સમયાંતરે  આયોજન કરવામાં આવે છે.

સંસ્‍થા દ્વારા યોજાયેલા  સ્‍નેહમિલનના આ કાર્યક્રમમાં  પ્રમુખશ્રી માયાબા જાડેજાનું રાજકોટમાં વસતા દરેક ક્ષત્રિય બહેનોને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં સમગ્ર વર્ષ  દરમિયાન યોજાનાર દરેક કાર્યક્રમની જાણકારી  આપવામાં આવશે.

તા. ૧૪-૧૨-૨૪ ને શનિવારના રોજ સાંજે ૪.૦૦ કલાકથી આ કાર્યક્રમ શરૂ થશે જેનું  સ્‍થળ શ્રી શ્રી રવિશંકર એકેડમી, વેજાગામ રાખવામાં આવેલ છે.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજનની વ્‍યવસ્‍થા  રાખવામાં આવે છે તેમ સંચાલક કમિટીના   ડૉ. ભાર્ગવિબા ગોહિલ( રેઈઝિંગ રાજપૂતાનીઁઝ), ડૉ.અનુષ્‍કાબા જાડેજા ( B.H.M.S.) એ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

 સંસ્‍થાને હરહંમેશ  શ્રીમતી ગાયત્રીબા વાઘેલા ( ઉપ પ્રમુખ ગુજરાત -દેશ કાઁગ્રેસ), વિધિબા જાડેજા(JMJ ગ્રુપ), જયશ્રીબા જાડેજા ( સમાજ અગ્રણી), કૌશિકાબા જાડેજા (સમાજ અગ્રણી),  નીતાબા જાડેજા (ઘંટેશ્વર), કિશોરીબા ઝાલા( સમાજ અગ્રણી),  અલ્‍કાબા જાડેજા (સમાજ અગ્રણી), સીતાબા જેઠવા  (સમાજ અગ્રણી), ગઢકામાસાહેબ ગાયત્રીદેવીજીનું માર્ગદર્શન અને સહયોગ મળતો આવ્‍યો છે.

આયોજન કમીટીના  અર્ચનાબા વાઘેલા (શ્રી શ્રી એકેડેમી), નિલમબા ઝાલા( નિખાર બુટિક ), લક્ષ્મીબા જેઠવા ( નિખાર બુટિક), ભક્‍તિબા જાડેજા, ભાવનાબા જાડેજા( લાકડીયા સ્‍ટેટ ),  જ્‍યોતિબા પરમાર( l.l.B. )  કળપાબા જાડેજા( પાંચસરા ),  રામણિકબા વાળા( સમર્પણ હોસ્‍પિટલ ),  ડૉ. રેખાબા રાણા ( કંથારિયા), અન્નપૂર્ણાબા પરમાર (આલ્‍ફા વિદ્યાલય ) , પૂજાબા ઝાલા, ચેતનાબા જાડેજા ( વચલી ઘોડી ), રેખાબા જાડેજા ( વચલી ઘોડી ) અને કાર્યકર્તા કમીટીના સભ્‍યો સર્વશ્રી  ભાવનાબા વાઘેલા( છબાસર ),  નયનાબા જાડેજા ( પાંચાસરા ),  ચંદ્રાબા પરમાર( મુળી ), માનિશાબા ઝાલા ( અંકેવાળીયા ),  હર્ષાબા જાડેજા (નંદનવન), નયનાબા જાડેજા (સણોસરાર્)ં, રાજનબા જાડેજા ( બાલાછોડ ),  મંછાબા જાડેજા (ખરેડા),  રેખાબા જાડેજા ( નાના મહુવા ),  સંકુતલાબા ચુડાસમા ( ભડીયાદ ), સુલેખાબા જાડેજા ( વાડોદર ),  અન્નપૂર્ણાંબા ગોહિલ ( કુકડ ) રશ્‍મીબા જાડેજા,  મીનાબા જાડેજા ( પીપળીયા ), યશવંત બા જાડેજા  ( પીપળીયા ),  કિષ્‍નાબા જાડેજા,  વિલાસબા સોઢા,  હર્ષાબા જાડેજા( છલ્લા જોધપુર) , ફુલાબા વાઢેર,  સુઘાબા ઝાલા, મીનાક્ષીબા ઝાલા ( કોંઢ ), રામેશ્વરીબા જાડેજા ( બિદડા), અલ્‍પાબા ઝાલા ( નેકનામ ), પ્રિતિબા જાડેજા (વડિયા), હિનાબા જાડેજા ( વડિયા), અરુણાબા જાડેજા , જનકબા ઝાલા, ગીતાબા ચુડાસમા અને  હેતલબા ઝાલા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવે છે.

(4:27 PM IST)