<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

મનપામાંથી ફાઇલોના પેન્‍ડીંગ ઢગલા-ભ્રષ્‍ટાચાર દુર કરો

શહેર કોંગ્રેસ દ્વારા મ્‍યુ. કમિશનર સાથે શુભેચ્‍છા મુલાકાત

રાજકોટ,તા.૧૦ : મહાનગરપાલિકાના ૩૪ માં મ્‍યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરા એ ગઈકાલે પોતાનો વિધિવત ચાર્જ સંભાળતા ની સાથે જ આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્‍પગુચ્‍છ આપી શુભેચ્‍છા પાઠવી હતી. રાજકોટ શહેર ના લોકોના પ્રશ્‍નો ઉકેલવાને  પ્રાધાન્‍ય આપવાની કમિશનર  એ બાહેધરી આપી છે ત્‍યારે રાજકોટ મહાનગરપાલિકામાં લાંબા સમયથી પેન્‍ડીંગ  ફાઈલોના  ઢગલાની સાથે   મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ભોરિંગ ભરડામાં સપડાયેલું હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્‍યો હતો.

કોંગ્રેસના આગેવાને વધુમાં જણાવેલ કે, રાજકોટના રાજ્‍ય સભાના સાંસદે પણ જણાવ્‍યું હતું કે મહાનગરપાલિકા માં લોકોના કામો થતા નથી ત્‍યારે મ્‍યુનિસિપલ કમિશનર પાસે રાજકોટના નગરજનો વતી લોક પ્રશ્‍નો ઉકેલવા, સારા નિર્ણયો માટે કોંગ્રેસનું હંમેશા હકારાત્‍મક વલણ રહેશેનું પણ જણાવ્‍યું હતું.

આ મુલાકાત પ્રસંગે  શહેર કોંગ્રેસ સમિતિના  શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા, મેઘજીભાઈ રાઠોડ, ધરમભાઈ કાંબલીયા, મકબુલ દાવદાણી, કોમલબેન ભારાઇ, સંજયભાઈ અજુડીયા, અજીતભાઈ વાંક, ગોપાલ મોરવાડીયા, હરેશભાઈ ભારાઈ સહિતના આગેવાનોએ જોડાયા હતા.

(4:12 PM IST)