<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

કાલે મનપાની ઔપચારીક સ્‍ટેન્‍ડીંગ કમીટી બેઠક

તબીબી સહાયની પાંચ સહિત ૯ દરખાસ્‍તો : નવા કમિશનર નવી દરખાસ્‍તો મોકલે એટલે કામ આગળ વધશે

રાજકોટ, તા., ૧૦:  મહાનગરપલિકાની સ્‍ટેન્‍ડીંગ કમિટિની બેઠક કાલે મળનાર છે. પરંતુ કમિશનર વિભાગ દ્વારા નિયમ મુજબ એક સાથે કર્મચારીઓને અલગ અલગ તબીબી સહાય અંગેની દરખાસ્‍તો રજૂ કરવાનો નિયમ જાળવી રાખ્‍યો હોય તેમ એક સાથે પાંચ દરખાસ્‍ત તબીબી સહાયની અને એક ફાયર બ્રિેડની કામગીરીનો રિપોર્ટ અને જુદી જુદી વોર્ડ કમીટીના ઠરાવો સહિતની ૯ દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે. મનપાની સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠકમાં  કાલે ૯ દરખાસ્‍ત રજૂ થશે જેમાં ધી જી.પી.એમ.સી.એકટ-૧૯૪૯ની કલમ-૨૮૯ અન્‍વયે ફાયર બ્રિગેડની અઠવાડિક કામગીરીના રિપોર્ટ જાણમાં લેવા બાબત, ધી જી.પી.એમ.સી.એકટ-૧૯૪૯ની કલમ-૨૯(ક) હેઠળની જુદી જુદી વોર્ડ કમિટીના ઠરાવો જાણમાં લેવા બાબત, તા.૧૯ નવેમ્‍બરના રોજ મેયર એવોર્ડ એનાયત કાર્યક્રમનું ચુકવવાનું બાકી ખર્ચ મંજુર કરવા, તથા  કર્મચારી અને પરીવારજનોની સારવારના ખર્ચ પેટે ખાસ કિસ્‍સામાં આર્થિક તબીબી સહાય મંજુર કરવા,  મ્‍યુનિસિપલ સેક્રેટરી ડો. એચ.પી. રૂપારેલીઆની તા.૧૬ ડીસેમ્‍બરથી તા.૨૭ ડીસેમ્‍બર સુધીની દિન-૧૨ ની પ્રાપ્ત રજા મંજુર કરવા  સહિતની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, નવનિયુકત કમિશ્નર  તુષાર સુમેરાએ ગઇકાલે ચાર્જ સંભાળ્‍યો છે. ત્‍યારે હવે નવા કમિશ્નર નવી દરખાસ્‍તો આગામી સ્‍ટેન્‍ડીંગમાં મોકલે એટલે વિકાસ  કામો આગળ ધપશે.

(4:42 PM IST)