<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

વોર્ડ નં. રમાં લાગુ કરાયેલ અશાંતધારા વિસ્‍તારમાં અનેક શંકાસ્‍પદ સોદાઓ

લતાવાસીઓ ધારાસભ્‍યને સાથે રાખી કલેકટર પાસે દોડી આવ્‍યાઃ ગેરકાયદેસર ત્રણ ધાર્મિક સ્‍થળો આવેલા છેઃ દર્ર્શિતાબેને પણ કલેકટરનું ધ્‍યાન દોર્યુ

રાજકોટ, તા., ૧૦: શહેરમાં પヘમિ  વિસ્‍તારમાં અશાંતધારો લાગુ  કરીયા બાદ તે વિસ્‍તારમાં અશાંત ધારોનો કડડપણે અમલવારી કરવા અંગે ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહે આ વિસ્‍તારના રહેવાસીઓને માથે રાખી કલેકટરને આવેદનપત્ર પાઠવતા  ભારે હલચલ  મચી છે, તેમજ બે હજાથી નવા અશાંતધારો જો તે વિસ્‍તારમાં લાગુ કરવા અંગે પણ રજૂઆતો કરાઇ હતી.

રજૂઆતમા ઉમેર્યુ હતું કે વોર્ડ નં, ૨ માં અશાંતધારો લાગુ પડયો છે. પરતું ત્‍યાં હિન્‍દુના નામે દસ્‍તાવેજો કરી મુસ્‍લીમો રહે છે જેથી મકાનો ભંગ થાય  છે.

આ વિસ્‍તારમાં આવેલ નહેરૂનગર- રામનગરમાંથી હિન્‍દુઓ હિઝરત કરી ગયા છે. હવે ત્‍યા જ લોકો રહે છે. એકબીજા શાંતી થી રહે તે જરૂરી છે. સોદામા થયેલા આર્થિક વ્‍યવહારની ઉડાણ પુર્વક તપાસ કરવી જરૂરી છે. ત્રણ ગેરકાયદે ધાર્મિક સ્‍થળો આવેલા છે. અગાઉ અને હાલના ડે. કલેકટરે કોઇ કાર્યવાહી કરતા નથી.

રજુઆતમાં ચોૈદ જેટલા આસામીયો ના નામો અપાયા ઉપરાંત વિસ્‍તારના નામો અપાયા તેમા અમુક ચોકકસ લઘુમતી શખ્‍સોએ લીધાનું બહાર આવ્‍યું છે.

રજૂઆતમાં સુભાષનગર ચાર શેરી નં. ૧૨ બંધ શેરી, શેરી. નં. આઠ- ૯ -૧૦ ના મકાનોના સોદા અંગે શંકા દર્શાવાય છે.

(4:16 PM IST)