તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 10th December 2024
રામકથામાં મોરારીબાપુને રૂબરૂ ન મળી શકાયુ તો સ્વપ્નામાં દર્શન દીધા... જય સીયારામ..

માનનીય શ્રી,
તાજેતરમાં પૂ.મોરારીબાપુની દિવ્ય રામકથા રાજકોટના આંગણે સદ્દભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે યોજાઈ ગઈ. કથા દરમિયાન રાજકોટથી શ્રીનાથજી પગપાળા જવાનું થયુ. તો મનોરથ પૂ.મોરારીબાપુને રૂબરૂ મળી આર્શીવાદ મેળવવા અને પછી પદયાત્રામાં જોડાવાનો ભાવ થયો. સ્ટેજ પર પૂ.બાપુને મળવા જવા આયોજકોને નિયમાનુસાર ચિઠ્ઠીઓ મોકલી પણ સ્ટેજ પર પ્રવેશ ન મળ્યો. મોટું મોટું દાન કર્યુ હોય તેમને પણ માંડ માંડ સ્ટેજ પર પ્રવેશ મળતો જોઈ મનોમન નિરાશા થઈ, પણ મનને સમજાવી લીધુ, સાથે આંખોમાં પાણી છલકાઈ ગયા. થયુ કે પૂ.બાપુ રાજકોટમાં પધાર્યા છે પણ દર્શનનો મોકો ન મળ્યો. આપણા નસીબમાં નહિં હોય, પરંતુ ભોળાની સાથે ભગવાન હોય છે. તો એ જ રાત્રે સપ્નામાં ખૂદ બાપુએ પધારી દર્શન અને આર્શીવાદ આપ્યા. બીજા દિવસે વિજયભાઈને વાત કરી તો કહ્યુ ઓફીસે મળી જજો. ભગવાન સાથેની મૂર્તિ તમને આપીશ. આમ ભોળા હોય એના ભગવાન હોય જ છે. એ નાતે પ્રત્યક્ષ નહિં તો પરોક્ષ રીતે બાપુના દર્શન - આર્શીવાદ મેળવી ધન્ય બન્યો.
કિરીટભાઈ ભીમજીયાણી, રાજકોટ.
મો.૮૧૫૪૦ ૧૮૧૮૯

(4:26 PM IST)










