તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
News of Wednesday, 11th December 2024
જે.ડી.મોલઃ ગુજરાતનો સૌપ્રથમ રોઝ ગોલ્ડ જવેલરી મોલ
રાજકોટના પોશ-હૃદયસમા ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર અમિતભાઇ રૂપારેલીયા દ્વારા અપાયુ ‘વન સ્ટેપ વેડીંગ સોલ્યુશન' - ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ, ઇટાલીયન, તુર્કી, એન્ટીક, વુડ સહિતની જવેલરીના જાજરમાન-વિશાળ મોલના ઇનોગ્રેશનમાં સામાજીક-રાજકીય માધાંતાઓની ઉપસ્થિતિ - જે.ડી.મોલ (જવેલદીપ ઓર્નામેન્ટસ પ્રા. લી.) ખાતે કીડઝ પ્લે એરીયા, ફુડ કોર્ટ, સેલ્ફી ઝોન, રેસ્ટ રૂમ પણ રાખવામાં આવ્યા

રાજકોટ, તા. ૧૧: સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ જવેલરી ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે ત્યારે રાજકોટના પોશ અને હદયસમાં રોડ - વિસ્તાર ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર લેવલ-૬ બિલ્ડીંગ, ત્રીજો માળ, ઇમ્પિરીયલ હાઇટસ સામે, બિગ બઝાર પાસે ગુજરાતના સૌપ્રથમ રોઝ ગોલ્ડ જવેલરી મોલ ‘જે.ડી. મોલ' નું ઇનોગ્રેશન ધામધુમપુર્વક કરવામાં આવ્યું હતું. જે. ડી. મોલ (જવેલદીપ ઓર્નામેન્ટસ પ્રા.લી.) ના ઓનર અને રઘુવંશી અગ્રણી શ્રી અમિતભાઇ લલીતભાઇ રૂપારેલીયા (મો. ૯૮૨૫૪ ૮૪૯૦૩) દ્વારા સમયને અનુરૂપ લેટેસ્ટ અપગ્રેડેશન સાથે લોકોને ‘વન સ્ટેપ વેડીંગ સોલ્યુશન' આપવામાં આવ્યું છે.
જવેલરીની ખરીદી સાથે સાથે લોકોને લગ્ન પ્રસંગ માટે પોશાક, બાંધણી, ઇમીટેશન જવેલરી સહિત બ્યુટી પાર્લર, મહેંદી, નેઇલ પેઇન્ટ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, ફોટોગ્રાફી-કોરીયોગ્રાફી, ગોરઅદા, ગૌ સેવાની તક વિગેરે તમામ સવલતો મળી રહે તે માટે પણ જે. ડી. મોલ ખાતે અલાયદી વ્યવસ્થા રાખવામાં આવી છે. કીડઝ પ્લે એરીયા, ફુડ કોર્ટ, સેલ્ફીઝોન, રેસ્ટ રૂમ પણ રાખવામાં આવ્યા છે.
ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ, ઇટાલીયન, તુર્કી, એન્ટીક, વુડ સહિતની જવેલરીના રજવાડી-જાજરમાન-વિશાળ મોલના ગ્રાન્ડ લોન્ચીંગ-ઇનોગ્રેશનમાં વિવિધ ક્ષેત્રોના આગેવાનો, સામાજીક-રાજકીય માંધાતાઓ ઉપસ્થિત રહયા હતા અને શ્રી અમિતભાઇ રૂપારેલીયા, શ્રીમતી ચેતનાબેન અમિતભાઇ રૂપારેલીયા, દેવાંશી અમિતભાઇ રૂપારેલીયા તથા હર્ષિત અમિતભાઇ રૂપારેલીયાને શુભેચ્છાઓ પાઠવી હતી. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા સહિત સમગ્ર અકિલા પરિવારે પણ રૂપારેલીયા ફેમિલીને શુભેચ્છાઓ પાઠવી હતી.
જે.ડી.મોલના વિવિધ પર્પઝીવ-ઓબ્જેકટીવ એરીયાઝનો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ તસ્વીરથી જોઇએ તો શ્રી અમિતભાઇ રૂપારેલીયા સાથે તેમના પિતાશ્રી લલીતભાઇ રૂપારેલીયા, રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઇ ટીલાળા, શ્રીમતિ ચેતનાબેન અમિતભાઇ રૂપારેલીયા, દેવાંશીબેન અમિતભાઇ તથા હર્ષિલભાઇ અમિતભાઇ રૂપારેલીયા, વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન'ના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી ધનસુખભાઇ ભંડેરી દંપતિ, રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઇ ઠાકર, લોહાણા મહાજનના ટ્રસ્ટી શ્રી કિશોરભાઇ કોટક, મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક શ્રી મનિષભાઇ રાડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિક્રમભાઇ પૂજારા, રાધિકા જવેલર્સના ઓનર શ્રી અશોકભાઇ, આરસીસી બેન્કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા અને રામકૃષ્ણનગરનું સમગ્ર મિત્ર મંડળ, ડો. રાજેશભાઇ તેલી, લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ શ્રી હરીશભાઇ લાખાણી, શ્રી હિરેનભાઇ ખખ્ખર દંપતિ, શ્રી ધવલભાઇ ખખ્ખર, કીડઝ પ્લે એરીયા, સમગ્ર રૂપારેલીયા પરિવાર તથા સેલ્ફી ઝોન તસ્વીરમાં નજરે પડે છે. તસ્વીરોની સૌથી નીચેની લાઇનમાં પ્રથમ તસ્વીરમાં શ્રી લલીતભાઇ રૂપારેલીયા, શ્રી અમિતભાઇ રૂપારેલીયા પરિવારને ધારાસભ્ય શ્રી રમેશભાઇ ટીલાળા, શ્રીજી ગૌશાળાના ટ્રસ્ટીઓ શ્રી પ્રભુદાસભાઇ, રમેશભાઇ ઠક્કર, ચંદુભાઇ રાયચુરા, જયંતિભાઇ નગદીયા વિગેરેએ શુભેચ્છા પાઠવી હતી જે દૃશ્યમાન થાય છે. છેલ્લી તસ્વીરમાં જે.ડી.મોલના સમગ્ર મેનેજમેન્ટ સ્ટાફે શ્રી અમિતભાઇ રૂપારેલીયાને શુભેચ્છા પાઠવી હતી જે નજરે પડે છે.
(3:33 PM IST)










