News of Wednesday, 11th December 2024
ગૌભકત ભરતભાઇ પરસાણાને સ્ટાર ફાર્મર સ્પીકરનો એવોર્ડ એનાયત
આ નોખા-અનોખા માનવીએ બે દાયકાથી ગાય,પાણી,પ્રકૃતિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રને જીવન સમર્પિત કરી દીધું છે

રાજકોટઃ ભારત સરકાર દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ (આઇસીએઆર) દ્વારા રાજકોટના ઉદ્યોગપતિ ગૌ-ભકત ભરતભાઇ પરસાણાને સ્ટાર ફાર્મર સ્પીકરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભરતભાઇએ આપેલ પ્રવચન ભારે વાયરલ થયેલ છે. ભરતભાઇ પરસાણાની સ્પીચ દેશ દુનિયામાં વાયરલ.
કૃષિની સમૃધ્ધિ અને ભવિષ્યની ઉજવણી કરવા માટે કૃષિ જાગરણની એડિશન ઓફ ધ મિલિયોનેર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડસ ર૦ર૪ આઇસીએઆર-ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા દિલ્હી ખાતે આયોજીત થયેલ ઇવેન્ટ એ કૃષિમાં સંપતિ સર્જનની ભવ્ય ઉજવણીના કાર્યક્રમનું આયોજન થયેલ.
આヘર્યજનક રર,૦૦૦ થી વધુ નોમિનેશનમાંથી ૧,૦૦૦ ટોચના ખેડુતોને સન્માનિત કરવામાં આવેલ. ભારતના સૌથી પ્રગતિશીલ અને સમૃધ્ધ ખેડુતોની સિધ્ધીઓને સ્વીકારવા માટે ૧પ,૦૦૦ થી વધુ ઉદ્યોગ નેતાઓ, ખેડુતો અને વૈશ્વિક પ્રતિનીધીઓ સાથે જોડાયેલા ભારતીય કૃષિનો ચહેરો બદલી નાખનાર લોકોની અદભુત યાત્રાના સાક્ષી બનનાર રાજકોટના ઉદ્યોગપતિ એવા સમાજ શ્રેષ્ઠી ગૌ-ભકત ભરતભાઇ પરસાણાને સ્ટાર ફોર્મર સ્પીકરનો એવોર્ડ એનાયત થયેલ છે.
ભરતભાઇ ૭૦ વીધામાં પથરાયેલ પોતાની ફેકટરી ૧,૦૦૦ માણસોનો સ્ટાફ, રાજકોટની આજુબાજુમાં બીજી ફેકટરીઓ અને રપ ગાયો, પપ વીધા ખેતીની જમીન. આ બધુ ત્યાગીને છેલ્લા ર૦ વર્ષથી ગાય, પાણી, પ્રકૃતિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રને જીવન સમર્પિત કર્યુ છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી ર૦૧૦માં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ભરતભાઇ પરસાણાનું પ્રાકૃતિક ખેતીના પ્રચારક તરીકે શાલ ઓઢાડીને સન્માન કરેલ. તન-મન-ધનથી રોજ ૧૬ ગામડામાં નાનામાં નાના ખેડુતો સુધી રૂબરૂ જઇને ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળીને તેમજ ગૌધનને બચાવવાનું મહાઅભિયાન હાથ ધર્યુ હોવાનું પ્રશાંત કાસ્ટેક પ્રા.લી.ની એક યાદીમાં જણાવે છે.
ભરતભાઇ પરસાણા દ્વારા ખેડુત માટે એક પ્રયોગ જેમાં ગાયનું રપ૦ ગ્રામ દુધ, રપ૦ ગ્રામ ગૌ મુત્ર, રપ૦ ગ્રામ ગોબરનું પાણી, ૧૦૦ ગ્રામ દેશી ગોળ તેનું મિશ્રણ કરી ૧પ લીટર પાણીના પંપમાં આ બધુ મિશ્રણ નાખવાથી ર૦ રૂપીયાનો ખર્ચ થાય છે. અને તેનાથી ખેડુતને કોઇ પણ જાતનું નુકશાન થાય તો એક કરોડનું ઇનામ બહાર પાડેલ છે.
રાજકોટમાં રહેતા ખેડુતોની સેવામાં ઓતપ્રોત થયેલા સુખી, સમૃધ્ધ અને સંપન્ન પરિવારમાંથી ભરતભાઇ આવે છે. સંતોષી જીવન જીવે છે. સર્વેના સુખમાં મોટુ સુખ છે અને સૃષ્ટીના સમસ્ત જીવાત્માનું કલ્યાણ થાય તે અટલ અને અગોચર સત્ય સેવા છે તેવા જીવન મંત્ર સાથે અવિરત સેવામાં ઓતપ્રોત રહે છે.
ભરતભાઇનું વ્યકિતત્વ ગ્રાઉન્ડ લેવલ એટલે કે ધરતી સાથે જોડાયેલ છે. અનોખા માનવીને મળ્યા વગર ખબર ન પડે પણ સૌની સમજણ તેમજ ખોટી ટીકા ટીપ્પણી કર્યા વગર સાદાઇથી અને સહજતા થી કોઇ પણ વ્યકિત સીધા જ એમને મળી શકે છે. અજાણ્યા કોઇપણ વ્યકિત સાથે ભરતભાઇની મુલાકાત થઇ હોય તો માણસ પારખી અને તેમને પણ એટલોજ પ્રેમભાવ આપે છે. જાણે તેમના પરિવારનો એક સભ્ય હોય. ભલે ઓછુ ભણેલા છતાં સોશિયલ મીડિયાનો પણ ભરપુર ઉપયોગ કરી ઘણાં સેવાના કાર્યો કર્યા છે.
તેમના પિતાશ્રી ભુરાભાઇ પણ ભકિતમાં મોટુ નામ ધરાવતા. સત્ દેવીદાસના પરમ સેવક ભરતભાઇ ચાર વેદો પુરાણનો અભ્યાસ કરી યુવાનોને ધર્મ અને સંસ્કૃતિ તરફ વાળ્યા છે. આટલેથી નહિ અટકતા પ્રકૃતિ પર્યાવરણના પ્રેમી પણ એટલા જ છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટમાં વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તેના માટે અનેક ચેકડેમ બનાવવા માટે આર્થિક સહયોગ આપેલ છે. સદભાવના વૃધ્ધાશ્રમ, વૃક્ષારોપણની સેવાકિય પ્રવૃતિ સાથે સંસ્થાના પાયાથી જોડાઇ આજે પ્રેરણાત્મક બની અસંખ્ય લોકોને સાથે જોડનારા બની ગયા છે અને ૧૩,૦૦૦થી વધુ ફળાવ વૃક્ષો ખરીદ કરીને પોતાના ખર્ચે ખેડુતોને ગામડે પહોચાડેલ છે. જરૂરીયાતમંદ વ્યકિતને, હોસ્પિટલમાં દર્દીઓને આર્થિક સહયોગ આપે છે તેમજ સ્કુલના બાળકોને પુસ્તકો, વોટર બોટલ, સ્કુલ બેગ વગેરેની આર્થિક સહાય કરે છે. વર્ષના ૩૬પ દિવસ શિયાળો, ઉનાળો અને ચોમાસું ટાઢ, તડકો કે વરસતા વરસાદમાં પણ ગાય આધારીત પ્રાકૃતિક ખેતી, ગૌવંશની સારી ઓલાદ બચાવો માટે અભિયાન જેવા અસંખ્ય કાર્યક્રમો કરી ચુકયાનું પ્રશાંત કાસ્ટેક પ્રા.લી.ની યાદીમાં જણાવાયું છે. ભરતભાઇ પરસાણા મો.૯૭ર૬૩ ૯૯૬૯૯.
ખેડુતો-ખેતી માટેનો અભુતપુર્વ પ્રયોગ આપ્યોઃ ખેતીને નુકશાન થાય તો ૧ કરોડનું ઇનામ
ભરતભાઇ પરસાણા દ્વારા ખેડુત માટે એક પ્રયોગ જેમાં ગાયનું રપ૦ ગ્રામ દુધ, રપ૦ ગ્રામ ગૌ મુત્ર, રપ૦ ગ્રામ ગોબરનું પાણી, ૧૦૦ ગ્રામ દેશી ગોળ તેનું મિશ્રણ કરી ૧પ લીટર પાણીના પંપમાં આ બધુ મિશ્રણ નાખવાથી ર૦ રૂપીયાનો ખર્ચ થાય છે. અને તેનાથી ખેડુતને કોઇ પણ જાતનું નુકશાન થાય તો એક કરોડનું ઇનામ બહાર પાડેલ છે.
(11:24 AM IST)










