News of Wednesday, 11th December 2024
વી.વી.પી. એન્જી. કોલેજને 3 પ્રતિષ્ઠિત એવોર્ડ
બેસ્ટ એન્જીનીયરીંગ કોલેજનો એવોર્ડ જ્જ ડો. પિયુષ વણઝારાને એજયુકેશન એચીવર અને ડો. પરેશ ધોળકીયાને ‘હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ' નો એવોર્ડ મળ્યો

રાજકોટ, તા. 11 : ડીસેમ્બર-ર0ર4ના મહિનાએ એન્જીનીયરીંગ શિક્ષણ ક્ષેત્રે ફરીથી રાજકોટ સ્થિત વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજની સર્વોપરિતા અને શ્રેષ્ઠતા સિધ્ધ કરી છે. દિલ્હી ખાતે યોજાયેલ છઠ્ઠા નેશનલ એજયુકેશન એકસેલન્સ કોન્કલેવ તેમજ ઈન્ટીગ્રેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તાજેતરમાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ એજયુકેશનના મેમ્બર સેક્રેટરીશ્રી રાજીવ કુમારના હસ્તે વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજને ‘બેસ્ટ એન્જીનીયરીંગ કોલેજ ઈન વેસ્ટ ઈન્ડિયા ફોર ઈન્ડસ્ટ્રી ઈન્ટરફેસ-ર0ર4'નો પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે. સાથે જત્ન વી.વી.પી.ના પ્રિન્સીપાલ ડો. પિયુષભાઈ વણઝારાને ‘એજયુકેશન એચીવર ઓફ ધ યર-ર0ર4' તથા ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનીકેશન વિભાગના વડા ડો. પરેશભાઈ ધોળકીયાને ‘હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ ઓફ ધ યર-ર0ર4' નો એવોર્ડ આપવામાં આવ્યો છે. વી.વી.પી.ને આ એવોર્ડ શિક્ષણત્ન સ્કીલ ડેવલપમેન્ટ અને સંશોધન ક્ષેત્રે શ્રેષ્ઠ અને અનન્ય પ્રદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
આ વિશે સંસ્થાના પ્રિન્સીપાલશ્રી ડો. પિયુષભાઈ વણઝારાએ જણાવ્યું હતું કેત્ન એક સાથે ત્રણ પ્રત્તિષ્ઠિત એવોર્ડ મેળવવા તે અમારા માટે વિશેષ ગૌરવની બાબત તો છે જ પરંતુ આ તબક્કે સૌથી વધુ ઉલ્લેખનીય એ છે કેત્ન સંસ્થાના સ્થાપના કાળથીજ ટ્રસ્ટીઓનું માર્ગદર્શન અને પ્રોત્સાહન અમને સતત મળતું રહ્યું છે. એટલે ખરેખર તો આ એવોર્ડસ તેમની જ મહેનતનું પરિણામ છે. વી.વી.પી. સંસ્થા શિક્ષણ, સ્કીલ ડેવલોપમેન્ટ અને સંશોધન જેવા ક્ષોત્રોમાં નવા નવા આયામો સરકરતી રહેલી છે અને આવનારા વર્ષોમાં ચોક્કસ પણે આ યાત્રા ચાલુ રહેશે.
વી.વી.પી.ની આ ત્રિવેણી સિધ્ધિઓ બદલ ટ્રસ્ટીઓ શ્રી કૌશીકભાઈ શુકલત્ન ડો. સંજીવભાઈ ઓઝાત્ન શ્રી હર્ષલભાઇ મણીઆરત્ન ડો. નરેન્દ્રભાઈ દવે તથા ડો. નવીનભાઈ શેઠે શુભેચ્છાઓ પાઠવી છે.
‘ઉચ્ચ શિક્ષણ સાથે ઉત્કળષ્ટ સંસ્કારોનું સિંચન' કરતી અને ‘રાષ્ટ્રાય સ્વાહા ઈદં ન મમ્- મારું બધુ જ મારા રાષ્ટ્રને અપર્ણ' મૂળમંત્ર સાથે કાર્યરત સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ સેલ્ફ-ફાઈનાન્સ ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજ વી.વી.પી.ને આ એવોર્ડ મળતાં ત્રિવેણી સિધ્ધિઓ માટે વિદ્યાર્થીઓત્ન વાલીગણત્ન કર્મચારીગણત્ન પ્રાધ્યાપકગણ તથા સૌરાષ્ટ્ર અને ગુજરાતના સમગ્ર ઈજનેરી શિક્ષણ વર્તુળમાં હર્ષત્ન આનંદ અને ગૌરવની લાગણી વ્યકત થઈ છે.
(2:41 PM IST)










