News of Wednesday, 11th December 2024
ડિમોલીશન પૂર્વે હીયરીંગ : જંગલેશ્વરના દબાણકર્તાઓ ઇસ્ટઝોનમાં ઉમટયા
શહેરમાં થોડા સમય પૂર્વે એક સાથે ૯૮૭ દબાણોને નોટીસ ફટકારાયેલ : રહેવાસીઓમાં ફફડાટ

જંગલેશ્વરના રહેવાસીઓની ડિમોલીશન ન કરવા મનપા અધિકારીઓને રજૂઆત : મનપા દ્વારા એક સાથે ૯૮૭ દબાણોનો દૂર કરવા આપવામાં આવેલ નોટીસો અન્વયે ગઇકાલથી શરૂ થયેલ ડીમોલીશનની કાર્યવાહી બાદ આજે જંગલેશ્વરના દબાણકર્તાઓ ટોળારૂપે ઇસ્ટ ઝોન કચેરીએ ધસી આવેલ અને કાર્યવાહી ન કરવા અધિકારીઓને રજુઆત કરી હતી ત્યારની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧૧: મનપા દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર તેમજ સરકારી પ્લોટો ઉપર થયેલા ધાર્મિક સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ૯૮૭ દબાણ કર્તાઓને નોટીસ અપાયા બાદ કામગીરી અટકી હતી. જોકે હવે ગઈકાલે વોર્ડ નં. ૩ માં બે ધાર્મિક સ્થળો તોડી પાડતા અને જંગલેヘર સહિતના વિસ્તારોમાં આપાયેલ નોટીસની મુદત પણ પુર્ણ થતાં ગમે ત્યારેબુલડોઝર ત્રાંટકશે તેવા ભય સાથેં જંગલેヘર વિસ્તારના લોકોએ ે મનપાની ઈસ્ટઝોન કચેરી ખાતે પોતે આ સ્થળ ઉપર વર્ષોથી રહેતા હોવાના લાઈટબીલ-વેરાબીલ સહિતના પુરાવાઓ સાથે ડિમોલેશન ન કરવાની રજૂઆત માટે ઉમટી પડયા હતા.
મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા ભગવતીપરા, પોપટપરા અને જંગલેヘરના નદી કાંઠાના તેમજ મુખ્યમાર્ગો પર થયેલા ગેરકાયદેસર બાંધકામો તેમજ દબાણો દૂર કરવા માટે એક સાથે ૯૮૭ દબાણ કરતાઓને નોટીસ પાઠવતા ખળભળાટ મચી ગયેલ પરંતુ સુપ્રીમ કોર્ટની સુચના અનવયે મુખ્યમાર્ગો પર આવતા કોઈ પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવાની હોવાથી આ મુદ્દે થોડો સમય ઉહાપોહ રહ્યા બાદ મનપાએ ફરી વખત ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી છે.
જે અંતર્ગત ગઈકાલે વોર્ડ નં. ૩ માં થયેલા ધાર્મિક બાંધકામો તોડી પાડ્યા હતાં. તેની સામે જંગલેશ્વર, પોપટપરા, ભગવતીપરાના નદીકાંઠાના વિસ્તારો તેમજ શહેરના મુખ્યમાર્ગો પર થયેલા દબાણોને આપવામાં આવેલ નોટીસની મુદત પણ પૂર્ણ થઈ ગયેલ હોય ગઈકાલના ડિમોલેશનના કારણે અનેક દબાણ કરતાઓ આજે મનપાની ઇસ્ટઝોન કચેરીએ પહોંચ્યા હતા. જેમાં મુખ્યત્વે જંગલેશ્વર વિસ્તારમાં સૌથી વધુ નોટીસો અપાયેલ હોય આ વિસ્તારની મહિલાઓ તેમજ પુરુષોએ ડિમોલેશન ન કરવામાં આવે તે માટે અધિકારીઓને રજૂઆત કરી હતી.
મનપાએ ૯૮૭ ગેરકાયદેસર બાંધકામોની નોટીસ આપ્યા બાદ આજ સુધી કામગીરી અટકેલી હતી પરંતુ હવે કોર્પોરેશનના તમામ વિભાગની કાર્યવાહી રેગ્યુલર થતાં ટીપી વિભાગે પણ પેન્ડીંગ કામો પુરા કરવા કાર્યવાહી શરૂ કરી છે.
જેના લીધે જંગલેશ્વરના અસરગ્રસ્તો ઈસ્ટઝોન કચેરીએ ડીમોલેશનની કાર્યવાહી ન થાય તેમજ પોતે વર્ષોથી આ સ્થળ ઉપર રહેતા હોય તેવા પુરાવાઓ સાથે અધિકારીઓને રજૂઆત કરી હતી. છતાં અધિકારીઓ દ્વારા આ બાબતે નિયમ મુજબની કામગીરી કરવામાં આવશે તેવો જવાબ અસરગ્રસ્તોને આપ્યો હોવાનું જાણવા મળેલ છે.
(2:54 PM IST)










