News of Wednesday, 11th December 2024
સિવિલ હોસ્પિટલમાંથી સાઇકલ ઉઠાવી ભાગતાં ત્રણને સિક્યુરીટીની ટીમે દબોચ્યા

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં અવાર-નવાર સિક્યુરીટીની ટીમ દ્વારા ખિસ્સાકાતરૂ કે વાહનચોર, મોબાઇલ ઉઠાવગીરોને પકડી લેવામાં આવતાં હોય છે. દરમિયાન આજે ત્રણ શખ્સ એક સાઇકલ ઉઠાવીને ભાગતા હોઇ તેને રંગેહાથ દબોચી લઇ પ્ર.નગર પીઆઇ બી. એમ. ઝણકાટને જાણ કરતાં જયેન્દ્રસિંહ પરમાર, વિમલભાઇ ધાણજા સહિતે હોસ્પિટલે પહોંચી ત્રણેયને સકંજામાં લીધા હતાં અને પુછતાછ હાથ ધરી હતી. સિક્યુરીટી ટીમના અફઝલ મકરાણીના ધ્યાને શકમંદો ચડી જતાં ઇન્ચાર્જ એ. ડી. જાડેજા, જગદીશભાઇ ચાંદેગરાને જાણ કરતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પકડાયેલા ત્રણેયની વિશેષ તપાસ થઇ રહી છે.
(3:09 PM IST)










