<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

નવા કમિશનર ‘સંકલન'માં : અરજદારોની સુવિધા માટે ડેશ બોર્ડ મુકાશે

છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની, નએ દોરમેં લિખેંગે મિલકર નયી કહાની... : સ્‍ટેન્‍ડીંગની બેઠક પુર્વે ભાજપ કોર્પોરેટરોની સંકલન બેઠકમાં તુષાર સુમરાને ઉમળકાભર્યો આવકારઃ ‘ટીમ કોર્પોરેશન' તરીકે કામ કરવાનો નિર્ધાર

શુભેચ્‍છા મુલાકાત તથા પરિચય બેઠકઃ  રાજકોટ મહાનગરપાલિકાની સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠક યોજાયેલ, જે પહેલા મળેલ બેઠક સમયે મહાનગરપાલિકાના નવનિયુક્‍ત કમિશનર તુષાર સુમેરા ઉપસ્‍થિત હતા. તેઓએ બેઠકમા હાજર તમામ કોર્પોરેટરઓને સંબોધન કરેલ હતુ. તેમજ રાજકોટ શહેરના વિકાસને વેગ આપવાની દિશામા કામ કરવા તંત્ર તરફથી કટિબધ્‍ધતા વ્‍યક્‍ત કરી હતી.  આ બેઠકમાં મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડે.મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટે.કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા  મહાનગર કોર્પોરેટરો ઉપસ્‍થિત રહયા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) (૪.૨૮)

રાજકોટ, તા., ૧૧ : મનપાની સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠક પુર્વે મળતી ભાજપ  સંકલનની બેઠકમાં નવનિયુકત  મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને તમામ સભ્‍યો સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ કોર્પોરેટરો સાથે કમિશનરે પરિચય સાથે સંકલનથી કામ કરવા સહિતના મુદ્દે વાતચીત અને અમુક પ્રજાલક્ષી નિર્ણયો લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મનપાની સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠકમાં  પુર્વ મળતી શાસકોની સંકલન બેઠકમાં કોર્પોરેટરો સાથે નવનિયુકત  કમિશનર તુષાર સુમેરાને શુભેચ્‍છા મુલાકાત કરી હતી. સંકલન દરમિયાન મ્‍યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, શહેરનો દરેક નાગરિક પોતાની ફરિયાદ કમિશનર સુધી અને શાસક પક્ષ સુધી પહોંચાડી શકે તે માટે હવે મનપામાં અરજદારો માટે ડેશબોર્ડ મુકવામાં આવશે. જેના દ્વારા દરેક નાગરિક પોતાની ફરિયાદ સરળતાથી કરી શકશે. કમિશનરે વધુમાં જણાવેલ કે, આ પ્રકારની વ્‍યવસ્‍થા ભરૂચ મહાપાલિકામાં કાર્યરત છે. જેને સારો પ્રતિસાદ સાપડ્‍યો છે અને લોકોના કામ પણ સરળતાથી થઈ રહ્યા હોવાથી આ નિમય રાજકોટ મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવશે તેમજ દરરોજ મુલાકાતીઓ માટે પણ સમયની ફાળવણી કરવામાં આવશે. આજની સંકલન સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા અનેક નવા નિયમો અમલમાં મુકવા માટે કોર્પોરેટરો સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળેલ છે.

શાસકોની સંકલન બેઠકમાં કમિશનરનું સ્‍વાગત કર્યા બાદ તમામ કોર્પોરેટરો સાથે પરિચય કરાવવામાં આવ્‍યો હતો. પ્રજાલક્ષી કામગીરી ઉપરાંત લોકોએ ચુંટીને મોકલેલા પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો પણ પોતાના પ્રશ્નો તેમજ વિકાસના કામો સહિતની ચર્ચા કમિશનર સાથે કરી શકે અથવા તેની વિગતો કમિશનરને સરળતાથી આપી શકે અને પ્રોજેક્‍ટો અંગેની માહિતી પણ મેળવી શકે તેવી વ્‍યવસ્‍થા માટે મ્‍યુનિ.  કમિશનરે જણાવેલ કે, કોર્પોરેટરો તમામ કામનું ફોલોઅપ જાણી શકે તે માટે તેમજ દરેક કોર્પોરેટર સાથે કનેક્‍ટ રહી શકાય તેવી વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવશે. તેવી જ રીતે મોબાઈલ એપ લીંકથી સોફ્‌ટવેર મારફત કોર્પોરેટર સાથે સંકલમાં રહી તમામ પ્રકારની સારામા સારી કામગીરી કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાએ સોમવારના રોજ ચાર્જ સંભાળી પ્રથમ બે દિવસ અધિકારીઓ સાથે પરિચય અને કામ અંગેની માહિતી મેળવી રિવ્‍યુ મીટીંગો યોજી હતી તેમજ હાલના ચાલુ પ્રોજેક્‍ટો અને આગામી દિવસોમાં શરૂ થનાર નવા પ્રોજેક્‍ટો સહિતના કામોની વિગત અધિકારીઓ પાસેથી મેળવી હોવાનું જાણવા મળેલ છે. આજે કમિશનરને ચાર્જ સંભાળ્‍યાને બે દિવસ થયા છે.

 ત્‍યારે જ તેઓએ આજે સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠકમાં પણ હાજરી આપી કોર્પોરેટરો અને ચેરમેન સાથે પરિચય કેળવી સાથે મળીને પ્રજાલક્ષી કામો કરવા માટેની તૈયારી દર્શાવી હતી. (૪.૨૮)

ઔપચારીક સ્‍ટેન્‍ડીંગમાં ૭.૯૭ લાખના ખર્ચને બહાલી

મનપાના સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ પરંતુ કમિટિની બેઠકમાં આજે રજૂ થયેલ ૯ દરખાસ્‍તો પૈકી સાત દરખાસ્‍ત કર્મચારીઓને બિમારી સબબ સારવાર ખર્ચ પેટે આર્થિક તબીબી સહાયની રજૂ કરવામાં આવેલ જે તમામ સર્વાનુમતે મંજુર કરાઈ હતી. અને રૂા. ૭,૮૧,૧૪૪ નો ખર્ચ મંજુર કરી અને મેયર એવોર્ડ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલ વધારાનો રૂા. ૧૬,૨૦૦નો ખર્ચની મંજુરી સાથે કુલ રૂા. ૭,૯૭,૩૪૪  મંજુર કરવામાં આવ્‍યા હતાં. (૪.૨૮)

જનપ્રતિનિધિને પ્રતિસાદઃ ફરીયાદ ઓનલાઇન પ્રક્રિયા જોઇ શકશે

રાજકોટઃ મ્‍યુનિ.કોર્પોરેશનની આજે ઓૈપચારિક સ્‍ટેન્‍ડિંગ કમીટી બેઠક પૂર્વ મળેલા શાસકોની સંકલનમાં નવનિયુકત મ્‍યુનિ.કમિશનર તુષાર સુમેરા ઉપસ્‍થિત રહી જણાવ્‍યું હતું કે, ડેમીલક્ષી કામગીરી ઉપરાંતજન પ્રતિનિધિ એટલે કે કોર્પોરેટરો પણ કરેલ ફરીયાદ ઓનલાઇન ફોલોઅપની પ્રક્રિયા જોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(3:10 PM IST)